IND vs SL: યુઝવેન્દ્ર ચહલે કહ્યુ વધુ આત્મવિશ્વાસ ભરેલો ‘યુઝી’ શ્રીલંકામાં જોવા મળશે
યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) ના ફોર્મને લઇને પણ સવાલો થઇ ચુક્યા છે. તેનો ગ્રાફ હાલમાં ડાઉન થઇ રહ્યો છે આ દમ્યાન તેને ખુદને સાબિત કરવાની તક શ્રીલંકામાં મળી શકે છે, જે ઝડપી લેવી તેના ફાયદામાં છે.

ભારત અને શ્રીલંકા (India vs SriLanka) વચ્ચે આગામી મંગળવાર થી વન ડે શ્રેણીનો પ્રારંભ થઇ રહ્યો છે. શિખર ધવન (Shikhar Dhawan) ની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ વન ડે સિરીઝમાં જીત હાંસલ કરવા મેદાને ઉતરશે. ટીમ ઇન્ડીયા (Team India) માં કુલ્ચા જોડી, એટલે કે કુલદિપ ચાહર અને યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) પર સૌની નજર છે. વન ડે ટીમમાં લાંબા અરસા બાદ સામેલ થયેલા યુઝવેન્દ્ર ચહલે પોતે વધુ આત્મવિશ્વાસ ભરેલો દેખાશે એવો દાવો કર્યો છે. સાથે જ તે વૈવિધ્યપૂર્ણ બોલીંગ કરવા પર ફોકસ કરી રહ્યો હોવાનુ કહ્યુ હતુ.
13 જૂલા થી બંને દેશો વચ્ચે કોંલબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ટક્કર જામનારી છે. આ પહેલા જ યુઝવેન્દ્ર ચહલે કહ્યુ હતુ, મારી પાસે કેટલાક વેરિએશન છે, હું તેની પર જ ધ્યાન રાખી રહ્યો છું. અન્ય બોલ પર નહીં. આ સિરીઝમાં હું તમને વધારે આત્મવિશ્વાસ થી ભરેલા યુઝીના રુપમાં દેખાઇશ. હું ફક્ત પોતાના એંગલ પર કામ કરી રહ્યો છું. અને વધારે બોલીંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું.
કોચ દ્વાવિડ દ્વારા યુઝવેન્દ્રને સલાહ મળી રહી છે જેને લઇને પણ ચહલે વાત કરી હતી. તેણે કહ્યુ, તેઓએ કહ્યુ હતુ કે જે પણ કરવા ઇચ્છતા હોય એ કરો. જોકે જે પણ કરી રહ્યા છો તેને લઇને પૂરી એકાગ્રતા રાખો. તેઓએ મને કહ્યુ કે, તુ ટીમનો સિનીયર ખેલાડી છે અને તારે ટીમમાં સામેલ યુવાનોને માર્ગદર્શન કરવાની જરુર છે. સાથે જ યુઝી એ કહ્યુ સિરીઝ મારા માટે મહત્વપૂર્ણ છે અને મારુ ધ્યાન ફક્ત તેની પર જ છે.
યુઝવેન્દ્ર ચહલ શ્રીલંકા પ્રવાસ દરમ્યાન સારા પ્રદર્શન માટે ખુદ થી અપેક્ષા રાખી રહ્યો છે એ સ્વાભાવિક છે. યુઝી સામે વધતી હરફાઇ અને વિકલ્પ તેની કારકિર્દીને પ્રભાવિત કરી શકે છે. આ ઉપરાંત T20 વિશ્વકપ પહેલા પોતાને સાબિત કરવા માટે હવે આ છેલ્લી તક છે. કારણ કે વિશ્વકપ આડે T20 આંતરરાષ્ટ્રીય સિરીઝ અંતિમ આયોજન છે. આમ હવે યુઝી માટે હવે આકરી કસોટી સમાન શ્રીલંકા પ્રવાસને માનીને પુરો કરવો પડશે, જે તેના લાભમાં રહેશે.
13 જૂલાઇથી ભારત vs શ્રીલંકા શ્રેણીની શરુઆત
ભારત અને શ્રીલંકા વચ્ચે આગામી 13 જૂલાઇથી વન ડે શ્રેણીની શરુઆત થનારી છે. 13 જૂલાઇએ પ્રથમ વન ડે મેચ રમાશે. જ્યારે બીજી વન ડે મેચ 16 જૂલાઇ અને ત્રીજી વન ડે 18 જૂલાઇ એ રમાનારી છે. ત્યારબાદ 21 જૂલાઇથી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની શરુઆત થશે. જેની બીજી મેચ 23 જૂલાઇ અને અંતિમ ત્રીજી મેચ 25 જૂલાઇએ રમાનારી છે. જે બંને શ્રેણી શ્રીલંકાના પાટનગર કોલંબોમાં પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાનાર છે.
આ પણ વાંચોઃ IND vs SL: શ્રીલંકન બોર્ડને આર્થિક રીતે ફળશે ભારત સામેની શ્રેણી, જાણો કેટલા કરોડની થશે કમાણી