IND vs SL Women: પહેલી વન-ડેમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું, પહેલીવાર કેપ્ટનશીપ કરતા હરમનપ્રીતે કરી કમાલ

|

Jul 01, 2022 | 10:07 PM

INDW vs SLW: પ્રથમ ODIમાં ભારતે શ્રીલંકાને 4 વિકેટે હરાવ્યું. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા યજમાન ટીમે 10 વિકેટના નુકસાને 171 રન બનાવ્યા હતા.

IND vs SL Women: પહેલી વન-ડેમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું, પહેલીવાર કેપ્ટનશીપ કરતા હરમનપ્રીતે કરી કમાલ
Indian Women Cricket Team (PC: BCCI)

Follow us on

ભારતીય મહિલા ટીમ (India Women Cricket Team) આ દિવસોમાં શ્રીલંકાના પ્રવાસે છે. અહીં આજે બંને ટીમો વચ્ચે 3 ODI શ્રેણીની પ્રથમ મેચ પલ્લેકેલી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પલ્લેકેલી ખાતે રમાઈ હતી. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા યજમાન ટીમે 10 વિકેટના નુકસાને 171 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 38 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 176 રન બનાવીને 4 વિકેટે મેચ જીતી લીધી હતી. હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur)ની કેપ્ટનશીપમાં ભારતની આ પ્રથમ જીત છે.

રેણુકા અને દીપ્તિએ ઝડપી 3-3 વિકેટ

ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી. ત્રીજી ઓવરમાં કેપ્ટન ચમારી અટાપટ્ટુ 8 બોલમાં 2 રન બનાવીને આઉટ થઈ હતી. 7મી ઓવરમાં હંસિમા કરુણારત્ને ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફરી હતી. આ પછી હસિની પરેરાએ 37, હર્ષિતા માડવી 28, કવિશા દિલહારીએ 0, નિલાક્ષી ડી સિલ્વા 43, અનુષ્કા સંજીવની 18, ઓશાદી રણસિંઘે 8, રશ્મિ ડી સિલ્વા 7 અને ઈનોકા રણવીરાએ 12 રન બનાવ્યા હતા. જ્યારે અચિની કુલસૂર્યા અણનમ રહી હતી. ભારત તરફથી રેણુકા સિંહ અને દીપ્તિ શર્માએ 3-3, પૂજા વસ્ત્રાકર 2 અને હરમનપ્રીત, રાજેશ્વરી ગાયકવાડે 1-1 વિકેટ લીધી હતી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

હરમનપ્રીત કૌરની કેપ્ટન ઈનિંગ

172 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ (Indian Women Cricket Team)ની શરૂઆત પણ ખાસ રહી ન હતી. બીજી ઓવરમાં સ્મૃતિ મંધાના 4 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પછી યાસ્તિકા ભાટિયાએ 1, શેફાલી વર્માએ 35, કેપ્ટન હરમનપ્રીત કૌરે 44, હરલીન દેઓલે 34 અને રિચા ઘોષે 6 રન બનાવ્યા હતા. બીજી તરફ દીપ્તિ શર્મા 22 અને પૂજા વસ્ત્રાકર 21 રન બનાવીને અણનમ રહી હતી. શ્રીલંકા તરફથી ઈનોકા રણવીરાએ 4 અને ઓશાદી રણસિંઘે 2 વિકેટ ઝડપી હતી.

 

 

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનઃ

ભારતઃ
સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, હરલીન દેઓલ, હરમનપ્રીત કૌર (સુકાની), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), રિચા ઘોષ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રેણુકા સિંહ, રાજેશ્વરી ગાયકવાડ, મેઘના સિંહ.

શ્રીલંકાઃ
હસિની પરેરા, ચમરી અટાપટ્ટુ (સુકાની), હંસિમા કરુણારત્ને, કવિશા દિલહારી, હર્ષિતા માડવી, નીલાક્ષી ડી સિલ્વા, અનુષ્કા સંજીવની (વિકેટકીપર), ઓશાદી રણસિંઘે, રશ્મિ ડી સિલ્વા, ઈનોકા રણવીરા, અચિની કુલસૂરિયા.

Next Article