ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકા સામે T20 સિરીઝ જીતી લીધી છે, એવામાં ત્રીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાનો હેતુ સિરીઝ ક્લીન સ્વીપ કરવાનો રહેશે. જો કે આ સિરીઝ બાદ ટીમ ઈન્ડિયાએ 2 ઓગસ્ટથી વનડે સિરીઝ રમવાની છે, જેના માટે વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા પણ રજાઓ પૂરી કરીને કોલંબો પહોંચી ગયા છે. જો કે, શ્રીલંકાની રાજધાની પહોંચતા જ આ બંને ખેલાડીઓને મોટો આંચકો લાગ્યો હતો. વાસ્તવમાં, ODI ટીમના ખેલાડીઓ કોલંબોમાં પ્રેક્ટિસ કરવાના હતા, પરંતુ વરસાદના કારણે તે પ્રેક્ટિસ સેશન જ રદ્દ કરવી પડી હતી.
જ્યારે વિરાટ-રોહિતે શ્રીલંકામાં પગ મૂક્યો ત્યારે તડકો હતો પરંતુ જ્યારે તેઓ પ્રેક્ટિસ માટે કોલંબોના મેદાન પર પહોંચ્યા ત્યારે ભારે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે ટીમ ઈન્ડિયાનું પ્રેક્ટિસ સેશન રદ્દ થયું. કોલંબોમાં આગામી 2 દિવસ સુધી વરસાદની સંભાવના છે હવે ટીમ ઈન્ડિયા કેવી પ્રેક્ટિસ કરે છે તે જોવાનું રહેશે.
Virat Kohli has landed in Colombo for the ODI series against Sri Lanka#ViratKohli pic.twitter.com/Y5Ezso3RFi
— (@wrognxvirat) July 29, 2024
વિરાટ-રોહિત માટે કોલંબોમાં પ્રેક્ટિસ સેશન ખૂબ મહત્વનું છે. આ બંને ખેલાડીઓએ T20 વર્લ્ડ કપની ફાઈનલ બાદ કોઈ મેચ રમી નથી. બંને રજાઓ મનાવી રહ્યા હતા અને હવે બંને શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં રમશે. મહત્વની વાત એ છે કે વિરાટ કોહલી લગભગ 7 વર્ષ પછી શ્રીલંકા વનડે સિરીઝ રમવા આવ્યો છે, તેથી તેના માટે વાતાવરણને અનુરૂપ થવા માટે પ્રેક્ટિસ કરવી જરૂરી છે.
તમને જણાવી દઈએ કે ભારતીય T20 ટીમ હાલમાં પલ્લેકલેમાં છે, જ્યાં તે મંગળવારે T20 સિરીઝની છેલ્લી મેચ રમશે. ODI શ્રેણી માટે પસંદ કરાયેલા ખેલાડીઓ કોલંબોમાં છે. જેમાં શ્રેયસ અય્યર, હર્ષિત રાણાનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓની મદદ માટે આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર પલ્લેકેલેથી કોલંબો પહોંચી ગયા છે.
આ પણ વાંચો: એશિયા કપના આયોજનને લઈ સૌથી મોટા સમાચાર, પાકિસ્તાન ક્રિકેટ ટીમ આવશે ભારત
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો