AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: ભારતીય ટીમના ખેલાડીઓ 14 જૂનથી મુંબઈમાં ક્વોરન્ટાઈન હેઠળ રહેશે, 28 જૂને શ્રીલંકા પ્રવાસે જશે

શિખર ધવન (Shikhar Dhawan)ની આગેવાનીમાં શ્રીલંકા પ્રવાસ ખેડનારી ભારતીય ટીમમાં નવા ચહેરાઓ પણ સામેલ છે.

IND vs SL: ભારતીય ટીમના ખેલાડીઓ 14 જૂનથી મુંબઈમાં ક્વોરન્ટાઈન હેઠળ રહેશે, 28 જૂને શ્રીલંકા પ્રવાસે જશે
Team India
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 12, 2021 | 7:44 PM
Share

ભારતીય ક્રિકેટની એક ટીમ ઈંગ્લેંડ પ્રવાસે (England Tour) છે તો બીજી ટીમ શ્રીલંકા પ્રવાસ (Sri Lanka tour) ખેડશે. એક જ સાથે બે ટીમો બે દેશોનો પ્રવાસ ખેડશે. જ્યાં બંને દેશોમાં અલગ અલગ ફોર્મેટની શ્રેણી રમાશે. શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમ (Team India)ના એલાન બાદ હવે ખેલાડીઓ ક્વોરન્ટાઈન હેઠળ પહોંચશે. બે દિવસ બાદ એટલે કે 14 જૂને શ્રીલંકા પ્રવાસ માટે પસંદ થયેલા તમામ ખેલાડીઓને એકઠા થવા જાણ કરાઈ છે. જ્યાં મુંબઈમાં બે સપ્તાહ સુધી ખેલાડીઓને બાયોબબલમાં ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં આવશે.

શિખર ધવન (Shikhar Dhawan)ની આગેવાનીમાં શ્રીલંકા પ્રવાસ ખેડનારી ભારતીય ટીમમાં નવા ચહેરાઓ પણ સામેલ છે. 20 ખેલાડીઓની પસંદ કરવામાં આવેલી ટીમ સાથે 4 રિઝર્વ ખેલાડીઓ પણ પસંદ કરવામાં આવ્યા છે. તમામ ખેલાડીઓને અને સપોર્ટ સ્ટાફને મુંબઈ પહોંચવા માટે જાણકારી અપાઈ છે. જે મુજબ 14 જૂને ખેલાડી અને સ્ટાફ મુંબઈ પહોંચશે.

મુંબઈ પહોંચતા પહેલા ખેલાડીઓ અને સ્ટાફે RT-PCR ટેસ્ટ ફરજીયાત કરાવવો પડશે. આમ કોરોના ટેસ્ટ કર્યા બાદ ખેલાડીઓને બાયોબબલમાં કોરોના પ્રોટોકોલ સાથે પ્રવેશ આપવામાં આવશે. જ્યાં ખેલાડીઓ પર કોરોનાના લક્ષણને લઈ સતત નિરીક્ષણ કરવામાં આવશે. આમ ભારતીય ટીમ 28 જૂને શ્રીલંકાના પ્રવાસ શરુ કરતા પહેલા બે સપ્તાહ ક્વોરન્ટાઈન સમય પસાર કરશે.

ભારતીય ટીમ શ્રીલંકા પહોંચતા જ ત્યાં ત્રણ દિવસ માટે ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં આવશે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલ ગાઈડલાઈન્સ મુજબ ખેલાડીઓને પ્રેકટીસ કરવાની છુટ અપાશે. જેમાં ખેલાડીઓને શરુઆતમાં નાના ગૃપમાં પ્રેકટીસ કરવા માટે મંજૂરી આપવામાં આવશે. ટીમ ઈન્ડીયા 2 જૂલાઈથી 4 જૂલાઈ સુધી નાના સમુહમાં પ્રેકટીસ કરશે. ત્યારબાદ 6 જૂલાઈથી પૂરી ટીમ એક સાથે પ્રેકટીસ કરી શકશે. એટલે કે શ્રેણી પહેલા પૂર્ણ રુપે તૈયારીઓ કરી શકશે.

શ્રીલંકા પ્રવાસ કાર્યક્રમ

ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ દરમ્યાન મર્યાદિત ઓવરોની બે જુદી જુદી શ્રેણી રમશે. 3 વન ડે અને 3 T20 મેચોની શ્રેણી બંને દેશો વચ્ચે રમાશે. 13 જૂલાઈથી શ્રીલંકા અને ભારત વચ્ચે વન ડે શ્રેણીનો પ્રારંભ થશે. આમ 13, 16 અને 18 જૂલાઈએ વન ડે મેચ રમાશે. જ્યારે 21, 23 અને 25 જૂલાઈએ T20 શ્રેણી રમાશે. કોરોના મહામારીને ધ્યાને રાખીને બંને શ્રેણીની તમામ મેચો કોલંબોમાં પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાનાર છે.

ભારતીય ટીમ

કેપ્ટન શિખર ધવન, વાઇસ કેપ્ટન ભૂવનેશ્વર કુમાર, પૃથ્વી શો, દેવદત્ત પડીક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનિષ પાંડે, હાર્દિક પંડ્યા, નિતીશ રાણા, ઇશાન કિશન (વિકેટ કીપર) સંજૂ સેમસન (વિકેટ કિપર), યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રાહુલ ચાહર, કૃણાલ પંડ્યા, કૃષ્ણપ્પા ગૌતમ, વરુણ ચક્રવર્તી, દિપક ચાહર, નવદિપ સૈની અને ચેતન સાકરિયા.

નેટ બોલર

ઇશાન પોરેલ, સંદિપ વોરિયર, અર્શદિપ સિંહ, સાંઇ કિશોર, સિમરનજીત સિંહ.

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
g clip-path="url(#clip0_868_265)">