IND vs SL: શ્રીલંકા સામે આજે બીજી T20 મેચ, સિરીઝ કબ્જે કરવા વન ડે વાળો દાવ અપનાવશે ટીમ ઇન્ડીયા

|

Jul 27, 2021 | 2:15 PM

ભારતીય ટીમ (Team India) શ્રીલંકા સામેની શ્રેણીમાં 1-0 થી આગળ છે. ભારત આજની મેચ જીતી લેવાના ઇરાદે મેદાને ઉતરશે. ભારત વન ડે બાદ હવે T20 શ્રેણીને પણ પોતાના હસ્તગત કરવા માટે આજે દમ લગાવશે.

IND vs SL: શ્રીલંકા સામે આજે બીજી T20 મેચ, સિરીઝ કબ્જે કરવા વન ડે વાળો દાવ અપનાવશે ટીમ ઇન્ડીયા
Shikhar Dhawan-Dasun Shanaka

Follow us on

IND vs SL: કોલંબોમાં આજે ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે આજે બીજી T20 મેચમાં ટક્કર જામશે. શિખર ધવન (Shikhar Dhawan) ની કેપ્ટનશીપમાં ભારત 3 મેચોની T20 શ્રેણીમાં 1-0 થી લીડ ધરાવે છે. પ્રથમ T20 મેચમાં ટીમ ઇન્ડીયા (Team India) એ શ્રીલંકાને 38 રન થી હાર આપી હતી. આજે બીજી T20 મેચ જીતી લેવામાં ટીમ ઇન્ડીયા સફળ નિવડશે, તો શ્રેણી પર કબજો જમાવી લેશે. શ્રીલંકન ટીમ વન ડે શ્રેણી ગુમાવ્યા બાદ, T20 સિરીઝ હાથમાંથી સરકતી બચાવવા પ્રયાસ કરશે. આમ બંને ટીમો પોતાના ઇરાદાઓને પાર પાડવા આજે દમ દેખાડશે.

જોકે દમ દેખાડવા માટે શ્રેષ્ઠ ટીમ કોમ્બીનેશન સાથે મેદાનમાં ઉતરવુ ખૂબ જ જરુરી છે. જેની પાછળ સારી પ્લેયીંગ ઇલેવન પસંદ કરવી જરુરી બની જાય છે. સાથે જ ભારતીય ટીમ આજે વન ડે સિરીઝ વાળી ચાલ ચાલી શકે છે. હવે તમને એમ પણ થશે કે, વન ડે સિરીઝ વાળી શુ ચાલ હશે.

પ્લેઈંગ ઇલેવનમાં વન ડે જેવી ચાલ જોવા મળશે

વન ડે સિરીઝમાં ભારતીય ટીમ T20 સિરીઝમાં પોતાની બીજી મેચમાં વિનીંગ કોમ્બિનેશન સાથે મેદાન પર ઉતરવા ઇચ્છશે. શ્રીલંકા સામે બીજી વન ડે મેચમાં ભારતે પ્રથમ મેચને વિજયી બનાવનાર પ્લેઈંગ ઇલેવન ને જ ઉતારી હતી. અહીં પણ ભારત પ્રથમ T20 મેચ જીતાડનારી ટીમને જ બીજી T20 મેચમાં ઉતારવા ઇચ્છશે. કારણ કે સિરીઝ વિજેતા રહેવા વધુ પડકાર ઝીલવો ના પડે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પૃથ્વી શો અને સૂર્યકુમાર ને લઇને સ્થિતી સ્પષ્ટ નહી

હાલમાં હજુ એ સ્થિતી પૂરી રીતે સ્પષ્ટ નથી કે, પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવ આ મેચ માટે ઉપલબ્ધ હશે કે નહ. કારણ કે તેમને ઇંગ્લેન્ડ પ્રવાસે રહેલી ટેસ્ટ ટીમમાં સામેલ થવા માટે કોલ આવ્યો છે. જોકે પ્રથમ T20 બાદ કેપ્ટન શિખર ધવને તેઓ ઉપલબ્ધ રહેવાની આશા દર્શાવી છે. જો આ બંને ખેલાડીઓ હાજર રહેશે, તો ભારતીય પ્લેયીંગ ઇલેવનમાં કોઇ પરિવર્તનની આશા નથી.

શ્રીલંકા સામે ભારતની સંભવિત પ્લેયીંગ ઇલેવન

શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, ઇશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, દીપક ચાહર, ભૂવનેશ્વર કુમાર, વરૂણ ચક્રવર્તી અને યુઝવેન્દ્ર ચહલ.

આ પણ વાંચોઃ INDvs SL: શ્રીલંકન ઓલરાઉન્ડર ચામિકાએ ભારતના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાને પોતાનો રોલ મોડલ માન્યો

Published On - 12:03 pm, Tue, 27 July 21

Next Article