IND vs SL: હાર બાદ કોચ રાહુલ દ્રાવિડે નવા ખેલાડીઓને સંભળાવ્યુ, રજાઓ મનાવવા માટે નથી કરવામાં આવતુ ટીમમાં સિલેકશન

|

Jul 29, 2021 | 4:13 PM

પ્રેમાદાસા સ્ટેડિયમ પર બીજી T20 મેચ દરમ્યાન ભારતીય બેટ્સમેનો સંઘર્ષની સ્થિતીમાં જોવા મળ્યા હતા. શ્રેણી બરાબર થઇ ચુકી છે, આજે બંને ટીમો શ્રેણી જીતવા મેદાને ઉતરશે.

IND vs SL: હાર બાદ કોચ રાહુલ દ્રાવિડે નવા ખેલાડીઓને સંભળાવ્યુ, રજાઓ મનાવવા માટે નથી કરવામાં આવતુ ટીમમાં સિલેકશન
Team India

Follow us on

પોતાના મહત્વના ખેલાડીઓ વિના જ પાંચ બેટ્સમેનોને લઇને ટીમ ઇન્ડીયા (Team India) બીજી T20 મેચમાં ઉતરી હતી. જે બીજી T20 મેચમાં ભારતને શ્રીલંકાએ 4 વિકેટે હરાવી દીધા હતા. આ જીત સાથે જ ત્રણ મેચોની સિરીઝ 1-1 થી બરાબર કરી લીધી હતી. ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ જણાયો હતો. ક્વોરન્ટાઇન પ્રોટોકોલને લઇને ભારતના 9 ખેલાડીઓ મેચમાં ઉપલબ્ધ નહોતા.

ભારતીય ટીમમાં IPL ના સ્ટાર ખેલાડી ઋતુરાજ ગાયકવાડ, દેવદત્ત પડીક્કલ, નિતીશ રાણા અને ચેતન સાકરિયાને સ્થાન આપવામા આવ્યુ હતુ. ભારતીય ટીમ પહેલા બેટીંગ કરતા 132 રન બનાવી શક્યા હતા. જે પડકારને શ્રીલંકાએ અંતિમ ઓવરમાં હાંસલ કરી લીધા હતા.

પ્રેમદાસા સ્ટેડિયમની મુશ્કેલ પીચ પર ભારતીય બેટ્સમેનો સંઘર્ષ કરતા નજર આવ્યા હતા. તેનુ અનુમાન એ વાતથી લગાવી શકાય છે કે, 20 ઓવરમાં ફ્ત 7 બાઉન્ડરી અને 1 સિક્સ લગાવી હતી. 42 ડોટ બોલ નાંખવામાં આવ્યા હતા. 8 ખેલાડીઓના આઇસોલેશનમાં જવા બાદ નેટ બોલર્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. જેમને લઇને દ્રાવિડે મહત્વની વાત કહી હતી.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

પસંદગીકર્તાઓ ફક્ત બેન્ચ પર બેસવા માટે પસંદ નથી કરતા

કોચ રાહુલ દ્રાવિડે (Rahul Dravid) કહ્યુ, અમે વન ડે સિરીઝ જીતવા બાદ કેટલાક ખેલાડીઓને અંતિમ મેચમાં મોકો આપ્યો હતો. સ્વભાવિક છે કે અહીની પરિસ્થીતીઓ એ અમને સિરીઝ જીતવા પહેલા જ આમ કરવા માટે મજબૂર કરી દીધા છે. પરંતુ મને સાચે જ વિશ્વાસ છે કે, જો તમે ભારત માટે રમવા માટે પસંદ કરવામાં આવ્યા છો. તો તમે 15 માં ખેલાડી હોય અથવા 20મા ખેલાડી. તમે પ્લેયીંગ ઇલેવનમાં રમવા માટે ખૂબ સારા છો. મને નથી લાગતુ કે, પસંદગીકર્તાઓએ આપને 15માં ફક્ત બેન્ચ પર બેસવા માટે કે પછી રજાઓ મનાવવા માટે પસંદ કર્યા હોય.

ભારત જેવા દેશમાં ટીમમાં સિલેકશન થવુ આસાન નથી

નવા ખેલાડીઓ કોલંબોની પિચ પર પોતાની છાપ છોડવામાં સફળ રહ્યા નથી. દ્રાવિડે કહ્યુ, નિશ્વિત રુપથી મને એ સંદેશ નથી આપ્યો. હું પુરી ટીમને જોઉં છું, જો 20 લોકો અહી છે તો, તેમાંથી પ્રત્યેક પોતાના પ્રદર્શનના કારણે અહી આવ્યા છે. ભારતમાં આ સરળ નથી, આમ દરેકવાર નથી કે, અમે અહી બધાને એક મોકો આપી રહ્યા છે. જોકે જેટલુ હોઇ શકે એટલુ આપવામાં સક્ષમ હોવુ હકીકતમાં સારુ છે.

આજે અંતિમ મેચ

શ્રીલંકા સામે T20 સિરીઝની અંતિમ મેચ ગુરુવારે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાનાર છે. બંને ટીમો આ મેચને જીતીને સિરીઝ પોતાના નામે કરવાની કોશીષ કરશે. ભારત અને શ્રીલંકા બંને એક એક મેચ વિજેતા રહેતા, શ્રેણી બરાબર પર છે.

Next Article