IND vs SL: ઇરફાન પઠાણે કરી આગાહી, શ્રીલંકા સામે ઓપનરમાં ઉતરશે તો આ ખેલાડી ધમાલ મચાવશે

|

Jul 10, 2021 | 9:17 AM

ભારતીય ટીમમાં અનેક નવા ચહેરાઓ શ્રીલંકા પ્રવાસ વેળા સામેલ થયા છે. હાલમાં ભારતીય ટીમ પાસે ઓપનર તરીકેના વિકલ્પ વધારે હાજર છે. આમ શિખર ધવનના સાથી ઓપનરને લઇને ચર્ચાઓ થવા લાગી છે.

IND vs SL: ઇરફાન પઠાણે કરી આગાહી, શ્રીલંકા સામે ઓપનરમાં ઉતરશે તો આ ખેલાડી ધમાલ મચાવશે
Irfan Pathan

Follow us on

ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી ઇરફાન પઠાણ (Irfan Pathan) હાલમાં કોમેન્ટેટરની ભૂમિકા અદા કરે છે. ઇરફાનને યુવા બેટ્સમેન પૃથ્વી શો (Prithvi Shaw) પર ખૂબ ભરોસો છે. શ્રીલંકા પ્રવાસ દરમ્યાન પૃથ્વી શો શાનદાર પ્રદર્શન કરવાની આશા ઇરફાનને છે. ભારત અને શ્રીલંકા (India vs Sri lanka) વચ્ચે ત્રણ વન ડે મેચોની શ્રેણી રમાનારી છે. જેના બાદ T20 શ્રેણી રમાનારી છે. ભારતીય ટીમના શ્રીલંકા પ્રવાસની આગેવાની શિખર ધવન (Shikhar Dhawan) ને સોંપવામાં આવી છે.

શ્રીલંકા પ્રવાસે રહેલી ભારતીય ટીમમાં અનેક યુવા ખેલાડીઓ સામેલ છે. જે ટીમમાં ઓપનર બેટ્સમેનના પણ અનેક વિકલ્પ હાજર છે. ધવનનું ઓપનર તરીકે જ રમવું નિશ્વિત મનાય છે. તેને સાથ આપવા માટે ઓપનર તરીકે પૃથ્વી શો, ઇશાન કિશન, દેવદત્ત પડીક્કલ અને ઋતુરાજ ગાયકવાડ જેવા યુવા ખેલાડીઓ છે. હાલમાં કેપ્ટન શીખર ધવન સાથે ઇનીંગની શરુઆત કોણ કરાવશે તે, ચર્ચા ખૂબ ચાલી રહી છે.

જોકે પ્રથમ વન ડેમાં પૃથ્વી શોને ધવનના સાથી ઓપનરના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો છે. ઇરફાન પઠાણ એ પૃથ્વી શોના હાલના સમયમાં ઘરેલુ સ્તર પર કરવામાં આવેલ પ્રદર્શનના આધારને બતાવ્યો છે. એ સાથે કહ્યુ કે, યુવા બેટ્સમેન ઘરેલુ સ્તરના ફોર્મને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જાળવી રાખશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઇરફાન પઠાણે સાથે જ કહ્યુ હતું કે, પૃથ્વી શો એ IPL 2021 પ્રથમ તબક્કામાં પણ શાનદાર યોગદાન આપ્યુ હતું. જેનાથી તેનો આત્મ વિશ્વાસ વધ્યો હશે. મીડિયા રિપોર્ટનુસાર પઠાણે કહ્યુ, જો તે ઘરેલુ સ્તરે રન કરી શકે છે, તો તે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રન બનાવી શકે છે. આઇપીએલમાં જે પ્રમાણે તેનું પ્રદર્શન હતું, તેનાથી નિશ્વિત રુપે શ્રીલંકામાં તેનો આત્મવિશ્વાસ વધશે.

ઘરેલુ ક્રિકેટમાં બેવડી સદી નોંધાવી હતી

આ પહેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન પૃથ્વી શોને નબળી રમતને લઇને ટીમની બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતમાં ઘરેલુ ક્રિકેટમાં શાનદાર દેખાવ કરી ચુક્યો છે. જેમાં વિજય હજારે ટ્રોફીમાં તેનો દેખાવ જબરદસ્ત હતો. જેમાં તેણે 827 રન બનાવ્યા હતા. 8 મેચોમાં તેણે ચાર શતક લગાવ્યા હતા. જેમાં એક બેવડુ શતક સામેલ હતું.

પૃથ્વી સોએ ટેકનીકમાં પણ કર્યો બદલાવ

આગળ વાત કરતા ઇરફાને કહ્યુ, તેણે વિજય હજારે ટ્રોફીમાં જે પ્રદર્શન કર્યુ હતું, તે એને શ્રીલંકા પ્રવાસ પર પણ જારી રાખવાનો તે દમ ધરાવે છે. પાછળના IPL માં ખરાબ ફોર્મ બાદ તેણે શું કર્યુ. તે ઘરેલુ ક્રિકેટમાં ગયો, તેણે શતક લગાવ્યું અને તે જ ફોર્મને તેણે આ વખતની IPL માં દર્શાવ્યું. આ તે સતત કરી રહ્યો છે. તેણે પોતાની ટેકનીકમાં પણ કેટલોક બદલાવ કર્યો છે, જે સારુ છે.

 

આ પણ વાંચોઃ  IND vs SL: વનડે-ટી20 સિરીઝની શરૂઆત પહેલા કોરોનાનું લાગ્યું ગ્રહણ, 13 જુલાઈથી નહીં શરૂ થાય મેચ!

Next Article