IND vs SL: શ્રીલંકામાં પ્રેકટીસ મેચમાં હાર્દિક પંડ્યા, પૃથ્વી શો અને સૂર્યકુમારે રંગ જમાવ્યો

|

Jul 09, 2021 | 6:58 PM

ભારતીય ખેલાડીઓ માટે T20 વિશ્વકપ (Worl Cup) પહેલા પોતાને સાબિત કરવાની મહત્વની તક છે. જેને ઝડપી લેવા માટે યુવા ખેલાડીઓ શ્રીલંકામાં કમર કસી લેશે.

IND vs SL: શ્રીલંકામાં પ્રેકટીસ મેચમાં હાર્દિક પંડ્યા, પૃથ્વી શો અને સૂર્યકુમારે રંગ જમાવ્યો
Hardik Pandya and Prithvi Shaw

Follow us on

IND vs SL: આગામી મંગળવારથી ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે વન ડે શ્રેણીની શરુઆત થનારી છે. આ પહેલા ટીમ ઇન્ડીયા (Team India) તૈયારીઓ માટે મેદાનમાં કમર કસી લીધી છે. સિરીઝ પહેલા ઇંન્ટ્રા સ્ક્વોડ મેચ તૈયારીઓના ભાગરુપે રમાઇ હતી. જેમાં ભારતીય ટીમને યુવા ખેલાડીઓ જબરદસ્ત નજર આવી રહ્યા હતા. હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને ઓપનર પૃથ્વી શો (Prithvi Shaw) એ શાનદાર શોટ્સ લગાવ્યા હતા.

હાર્દિક પંડ્યા T20 વિશ્વકપ (World Cup) પહેલા પોતાના પ્રદર્શનને લઇને સહેજ ઢીલ છોડવા માંગતો નથી. તે મેદાનમાં દરેક પળને તકની જેમ ઝડપી રહ્યો છે. તેણે ચોગ્ગા અને છગ્ગા વાળી રમત ઇન્ટ્રા સ્ક્વોડ મેચમાં રમી દેખાડી હતી. જ્યારે સૂર્યકુમાર યાદવ પણ હાર્દિકથી પાછળ રહ્યો નહોતો, તેણે એટેકીંગ રમત રમી હતી.

ભારતીય બેટ્સમેનો એ તૈયારીમાં જ રંગ જમાવ્યો હતો. જેને લઇ શ્રીલંકા ક્રિકેટ પણ ભારતીય ખેલાડીઓના આકર્ષક શોટ્સ ભરી રમતને શેર કરવાની તક ચુકી નહોતી. એક વિડીયો શ્રીલંકા ક્રિકેટે શેર કરી હતી જેમાં, હાર્દિક, પૃથ્વી અને સૂ્યા મોટા શોટ રમી રહ્યા છે. જેમાં ખાસ કરીને હાર્દિક પંડ્યાની બેટીંગ આકર્ષણનુ કેન્દ્ર રહી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

બેટીંગમાં ભારતીય ખેલાડીઓ રંગમાં દેખાયા હતા તો, બોલરો પણ સહેજે ઉણાં ઉતર્યા નહોતા. પ્રેકટીશ મેચમાં જ કુલદીપ યાદવે તરખાટ ભરી બોલીંગ કરીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે નવદિપ સૈની અને યુઝવેન્દ્ર ચહલે 2-2 વિકેટ ઝડપી હતી. ચેતન સાકરિયાને એક વિકેટ નસીબ થઇ હતી.

ભારત vs શ્રીલંકા શ્રેણીની 13 જૂલાઇથી શરુઆત

ભારત અને શ્રીલંકા વચ્ચે આગામી 13 જૂલાઇથી વન ડે શ્રેણીની શરુઆત થનારી છે. 13 જૂલાઇએ પ્રથમ વન ડે મેચ રમાશે. જ્યારે બીજી વન ડે મેચ 16 જૂલાઇ અને ત્રીજી વન ડે 18 જૂલાઇ એ રમાનારી છે. ત્યારબાદ 21 જૂલાઇથી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની શરુઆત થશે. જેની બીજી મેચ 23 જૂલાઇ અને અંતિમ ત્રીજી મેચ 25 જૂલાઇએ રમાનારી છે. જે બંને શ્રેણી શ્રીલંકાના પાટનગર કોલંબોમાં પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાનાર છે.

આ પણ વાંચોઃ Cricket: નાની ઉંમરે ડેબ્યૂ કરવાના રેકોર્ડ યાદીમાં આ ક્રિકેટરો નામ નોંધાવ્યા પરંતુ સફળતા હાથ ના લાગી

Next Article