IND vs SL: ધવન અને શો કરશે ઓપનીંગ, 4 સ્પેશિયાલિસ્ટ બોલર, આમ હશે શ્રીલંકા સામે પ્લેઈંગ XI!

|

Jul 17, 2021 | 8:10 PM

ટીમ ઈન્ડીયા પણ શ્રીલંકાની સામે પ્રથમ વન ડેમાં પણ આ જ પ્રયાસમાં હશે. તે પોતાના એવા 11 ખેલાડીઓને મેદાનમાં ઉતારવા ઈચ્છશે, જે આશાઓ પર ખરા ઉતરી શકશે.

IND vs SL: ધવન અને શો કરશે ઓપનીંગ, 4 સ્પેશિયાલિસ્ટ બોલર, આમ હશે શ્રીલંકા સામે પ્લેઈંગ XI!
Team India

Follow us on

આવતીકાલે રવિવારથી ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે વન ડે શ્રેણીની શરુઆત થશે. બંને ટીમો વચ્ચે કોલંબો (Colombo)ના પ્રેમદાસા સ્ટેડિયમમાં ટક્કર જામશે. જેની સેના મજબૂત હશે તેનો વિજય નિશ્વિત છે. 20 ખેલાડીઓ સાથે ટીમ ઈન્ડીયા (Team India) શ્રીલંકા પ્રવાસે પહોંચી હતી. જેમાંથી 11 ખેલાડીઓ મેદાને ઉતરશે. કોઈ પણ પ્રકારની ટક્કરમાં પ્રથમવાર મહત્વનો હોય છે. જો શરુઆત સારી રહી તો શ્રેણી જીતવાની આશા વધારે રહેતી હોય છે.

 

ટીમ ઈન્ડીયા પણ શ્રીલંકાની સામે પ્રથમ વન ડેમાં પણ આ જ પ્રયાસમાં હશે. તે પોતાના એવા 11 ખેલાડીઓને મેદાનમાં ઉતારવા ઈચ્છશે, જે આશાઓ પર ખરા ઉતરી શકશે. એક એવી ટીમ રમાડવા ઈચ્છશે કે જેમાં જોશ પણ હોય અને તેની સાથે હોશ પણ હોય.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

ધવન અને શો કરશે ઓપનીંગ, મીડલ ઓર્ડર આમ હશે

શ્રીલંકા સામે પ્રથમ વન ડેમાં ટીમ ઈન્ડીયાની ઓપનીંગ જોડીની સ્થિતી લગભગ સ્પષ્ટ છે. આ પોઝિશન માટે કેપ્ટન શિખર ધવન અને પૃથ્વી શો રાઈટ ચોઈસ છે. વન ડાઉન પર સૂર્યકુમાર યાદવ ફેવરેટ વિકલ્પ હશે. મિડલ ઓર્ડરમાં પણ અનુભવ જોઈએ. જોકે ટીમ મેનેજમેન્ટ મનીષ પાંડેને ચાર નંબર પર ઉતારી શકે છે.

 

વિકેટકિપીંગમાં સંજૂ સેમસન અને ઈશાન કિશન બે વિકલ્પ છે. બંને દમદાર બેટ્સમેન છે. પરંતુ પ્રથમ વન ડેમાં ભારતીય થિંક ટેન્ક સંજૂની કાબેલિયતને અજમાવવા ઈચ્છશે. ત્યારબાદ ઓલરાઉન્ડરના રુપે ટીમમાં પંડ્યા બ્રધર્સનું સિલેકશન એક દમ પાક્કુ છે.

 

4 સ્પેશિયાલીસ્ટ બોલરો સાથે મેદાને ઉતરશે ભારત

શ્રીલંકા સામે ભારત 4 સ્પેશિયાલીસ્ટ બોલરોની સાથે મેદાનમાં ઉતરી શકે છે. જેમાં 2 ઝડપી બોલર અને 2 સ્પિનર હશે. આ સિરીઝમાં લાંબા સમય બાદ ફેન્સને ‘કુલચા’ એટલે કે કુલદિપ યાદવ અને રાહુલ ચાહરની જોડી એક સાથે રમતી જોવા મળી શકે છે. ઝડપી બોલરોમાં ભૂવનેશ્વર કુમાર આગેવાની સંભાળશે. તેની સાથે બીજા પેસરના રુપમાં નવદીપ સૈનીને રમાડવામાં આવી શકે છે.

 

પ્રથમ વન ડે માં ટીમ ઈન્ડીયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન

શિખર ધવન (કેપ્ટન) પૃથ્વી શો, સૂર્યકુમાર યાદવ, મનિષ પાંડે, સંજૂ સેમસન, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભૂવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, નવદિપ સૈની અને યુઝવેન્દ્ર ચહલ.

 

આ પણ વાંચોઃ Tokyo Olympics 2020: આ ભારતીય ખેલાડીઓ મેડલ મેળવે તે માટે USA અને કેનેડા જેવા દેશ કરી રહ્યા છે પ્રાર્થના, જાણો કેમ

Next Article