IND vs SL: રોમાંચક રીતે દિપક ચાહર અને ભૂવીએ શ્રીલંકા સામે મેચ જીતાડી, ભારતનો શ્રેણી પર 2-0થી કબ્જો

|

Jul 20, 2021 | 11:58 PM

ભારતીય ટીમ શરુઆતથી મુશ્કેલ સ્થિતી અનુભવી રહી હતી. પરંતુ પહેલા સૂર્યકુમાર અને બાદમાં કૃણાલ પંડ્યા અને દિપક ચાહરે મેચ પોતાના ક્રમ મુજબ સંભાળી લીધી હતી. જેને લઈ મેચ રોમાંચક સ્થિતીમાં પહોંચી હતી.

IND vs SL: રોમાંચક રીતે દિપક ચાહર અને ભૂવીએ શ્રીલંકા સામે મેચ જીતાડી, ભારતનો શ્રેણી પર 2-0થી કબ્જો
India vs SriLanka 2nd Odi

Follow us on

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે બીજી વન ડે કોલંબોના પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. શ્રીલંકન ઓપનરો આવિષ્કા ફર્નાન્ડો (Avishka Fernando) અને મિનોદ ભાનુકાએ સારી શરુઆત કરી હતી. ટીમ ઈન્ડીયાએ બીજી વન ડેને રોમાંચક સ્થિતી વચ્ચે ભારતે જીતી લીધી હતી. શિખર ધવન, પૃથ્વી શો અને ઈશાન કિશનની વિકેટો ઝડપથી ગુમાવતા મુશ્કેલ સ્થિતી સર્જાઈ હતી.

 

ભારતીય ટીમ એક સમયે મુશ્કેલ સ્થિતીમાં આવી ચુકી હતી. શ્રીલંકને ડ્રેસીંગ રુમમાં વિજયી ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. પંરતુ દિપક ચાહર અને ભૂવનેશ્વર કુમારે બાજી પલ્ટીને ફરીથી ભારતને રોમાંચક રીતે મેચમાં પરત લાવી દીધુ હતુ. દિપક ચાહર અને વાઈસ કેપ્ટન ભૂવનેશ્વર કુમારે શાનદાર રમત રમી હતી.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 

ભારતીય ટીમની બેટીંગ ઈનીંગ

ભારતીય ટીમ 276 રનના પડકારનો પીછો કરવાની શરુઆતથી જ મુશ્કેલ સ્થિતીમાં રહી હતી. ભારતે પ્રથમ વિકેટ 28 રનના સ્કોર પર ગુમાવી હતી. પૃથ્વી શોના રુપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. તેણે 13 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઈશાન કિશનની વિકેટ ભારતે 39 રને પાંચમી ઓવરમાં ગુમાવી હતી. ઈશાન 1 જ રન નોંધાવી શક્યો હતો. કેપ્ટન શિખર ધવન 29 રન કરીને પેવિલિયન પરત ફર્યો હતો.

 

મનિષ પાંડે સેટ થયા બાદ કમનસીબે રન આઉટનો ભોગ બન્યો હતો. તેણે 31 બોલમાં 37 રન કર્યા હતા. સૂર્યકુમારે 44 બોલમાં 53 રન કર્યા હતા. આ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફીફટી હતી. હાર્દિક પંડ્યા શૂન્ય રને જ વિકેટ ગુમાવી બેઠો હતો. જ્યારે કૃણાલ પંડ્યાએ 35 રનની ઈનીંગ રમી હતી. તેની પર જીતનો ભરોસો માનવામાં આવતો હતો. જોકે દિપક ચાહરે મુશ્કેલ સ્થિતીની જવાબદારી પોતાના ખભે સ્વિકારી હતી. તેણે અણનમ 69 રન બનાવ્યા હતા. જ્યારે ભૂવનેશ્વરે 19 રન બનાવ્યા હતા.

 

શ્રીલંકાની બોલીંગ ઈનીંગ

વાનીન્દુ હસારંગાએ 10 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી, જે ત્રણેય વિકેટો મોટી હતી. જેનાથી જ ભારત સતત મુશ્કેલ સ્થિતી અનુભવી રહ્યુ હતુ. લક્ષન સંદાકને 10 ઓવરમાં 71 રન આપી એક વિકેટ ઝડપી હતી. દશ્મંથા ચામિરાએ 10 ઓવર કરીને 65 રન આપ્યા હતા. આ ઝડપી બોલરને એક પણ વિકેટ મળી શકી નહોતી. દાસુન શનાકાએ 3 ઓવર કરીને 1 વિકેટ મેળવી હતી.

 

શ્રીલંકાની બેટીંગ ઈનીંગ

ઓપનર આવિષ્કા ફર્નાન્ડો અને મિનોદ ભાનુકાએ શાનદાર શરુઆત કરી હતી. બંનેએ શરુઆત મક્કમતા પૂર્ણ કરી હતી. સાથે જ ભારતીય બોલરો પર દબાણ વધારવા રુપ બેટીંગ કરી હતી. બંનેએ 77 રનની ભાગીદારી રમત રમી હતી. ચહલે તેમની જોડી તોડવામાં સફળ નિવડ્યો હતો. ફર્નાન્ડોએ 71 બોલમાં 50 રન કર્યા હતા. જ્યારે ભાનુકાએ 42 બોલમાં 36 રન કર્યા હતા. ત્યારબાદ ભાનુકા રાજપક્ષે શૂન્ય રને પેવેલિયન પરત ફર્યો હતો.

 

ધનંજય ડી સિલ્વાએ 45 બોલમાં 32 રન કર્યા હતા. કેપ્ટન દાસુન શનાકા 24 બોલમાં 16 રન કરીને ક્લીન બોલ્ડ થયો હતો. ચરિથ અસલંકા (Charith Asalanka)એ પ્રથમ આંતરરાષ્ટ્રીય અર્ધશતક કરવામાં સફળ રહ્યો હતો. અસલંકાએ 68 બોલમાં 65 રનની ઈનીંગ રમી હતી. ચામિકા કરુણારત્નેએ શાનદાર રમત અંતિમ ઓવરો દરમ્યાનન રમીને સ્કોરને આગળ વધાર્યો હતો. તેણે 33 બોલમાં 44 રન કર્યા હતા. આ માટે તેણે 5 બાઉન્ટ્રી લગાવી હતી.

ભારતીય બોલીંગ ઈનીંગ

યુઝવેન્દ્ર ચહલે જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. ચહલે શાનદાર વિકેટો મેળવી હતી, જોકે ચહલ હેટ્રીક ચૂક્યો હતો. પરંતુ પોતાના પ્રદર્શનથી તેને સંતોષ હશે. ચહલે 10 ઓવર કરીને 50 રન આપી 3 વિકેટ ઝડપી હતી. વાઈસ કેપ્ટન ભૂવનેશ્વર કુમારે 3 વિકેટ ઝડપી હતી. દિપક ચાહરે 2 વિકેટ ઝડપી હતી. તેણે 8 ઓવરમાં 53 રન આપ્યા હતા. કૃણાલ પંડ્યાએ પ્રથમ મેચની માફક કરકસર ભરી બોલીંગ કરી હતી. હાર્દિક પંડ્યાએ 4 ઓવર કરીને 20 રન આપ્યા હતા.

આ પણ વાંચોઃ Cricket: ભારતીય ક્રિકેટરને મેદાનમાં યુવતીએ દોડીને કિસ કરી લીધી, જે ફેમસ ચોકલેટ બ્રાન્ડને ફળી ગયુ

Next Article