IND vs SL: સંજૂ સેમસનને ટીમમાં નહી સમાવવાનુ કારણ BCCI એ જાહેર કર્યુ, સિરીઝમાં રમશે કે કેમ તે શંકા

|

Jul 18, 2021 | 7:50 PM

ટીમ ઇન્ડીયા (Team India) ની શ્રીલંકા સામેની પ્લેયીંગ ઇલેવનમાં ઇશાન કિશનને વિકેટકીપર તરીકે ડેબ્યૂ કરવાનો મોકો આપ્યો છે. જ્યારે સંજૂ સેમસન પ્રબળ દાવેદાર હોવા છતાં બહાર રહ્યો છે. જેને લઇ સવાલો ઉઠ્યા હતા.

IND vs SL: સંજૂ સેમસનને ટીમમાં નહી સમાવવાનુ કારણ BCCI એ જાહેર કર્યુ, સિરીઝમાં રમશે કે કેમ તે શંકા
Sanju Samson

Follow us on

શ્રીલંકા સામે પ્રથમ વન ડેમાં ટીમ ઇન્ડીયાની પ્લેયીંગ ઇલેવન થી સંજૂ સેમસન (Sanju Samson) નુ નામ જોવા ના મળ્યુ તેના સ્થાને ઇશાન ડેબ્યૂ કરાવવામાં આવ્યુ હતુ. ઇશાન કિશાન (Ishan Kishan) નુ ડેબ્યૂ થયુ એ તો ઠીક છે, પરંતુ સવાલ એ વાતનો હતો કે સેમસનને કેમ ટીમમાં પસંદ ના કરાયો. આ સવાલનો જવાબ સામે આવી ચુક્યો છે. હકીકતમાં અંતિમ અગ્યારમાં સેમસનને પસંદ નહી કરવાનુ કારણ, તેની ઇજા છે. BCCI એ આ વાતનો ખુલાસો કર્યો છે.

BCCI એ કેરળના વિકેટકીપર બેટ્સમેનની ઇજા અને તેને ટીમમાં સામેલ નહી કરવાને લઇ અપડેટ આપ્યુ હતુ. જે અંગે કહ્યુ હતુ કે, સેમસન ને ઘૂંટણમાં ઇજા છે. જેના કારણે તે સિલેક્શન માટે ઉપલબ્ધ થઇ શક્ય નહોતો. BCCI ની મેડીકલ ટીમ સતત તેની ઇજા પર નજર રાખી રહ્યું છે.

શ્રીલંકા સામેની શ્રેણીમાં પ્રથમ વન ડે મેચમાં સેમસનના રમવાને લઇને સંભાવના હતી. સેમસન ડેબ્યૂ માટે પ્રબળ દાવેદાર મનાતો હતો. સેમસનએ ભારત માટે અત્યાર સુધીમાં T20 ની 7 મેચ રમી છે. વિકેટકીપીંગ માટે રાહુલ દ્રાવિડ અને શિખર ઘવનની નજરમાં તે પ્રથમ પસંદગી હતી. જોકે ઇજાએ તેને ડેબ્યૂ કરતા રોકી લીધો હતો. જેને લઇને બર્થ ડે બોય ઇશાન કિશનને તે મોકો મળ્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

બર્થ ડે પર ડેબ્યૂ કરનારો ઇશાન કિશન બીજો ભારતીય ખેલાડી

એક જબરદસ્ત સંયોગ છે કે, ઇશાન કિશનને તેના બર્થ ડે પર ડેબ્યૂનો મોકો મળ્યો છે. જોકે પોતાના બર્થ ડે પર પ્રથમ વન ડે મેચ રમનારો તે ભારતનો બીજો ખેલાડી છે. 23 વર્ષના ઇશાન કિશનના ડેબ્યૂના 27 વર્ષ પહેલા ગુરુશરણ સિંહે તેમના જન્મ દિવસે ડેબ્યૂ કરી ચુક્યા હતા. તેઓએ 1990માં બર્થ ડે ના દિવસે ડેબ્યૂ કર્યુ હતુ.

ઇશાન કિશન પાસે હિરો બનવાનો મોકો

ટીમ ઇન્ડીયાએ ઇશાન કિશનને ડેબ્યૂ કરવાનો મોકો આપીને બર્થડે ગીફ્ટ આફી છે. હવે વારો છે, બર્થ ડે બોય ને હિરો બનવાના મોકાનો. પોતાના બર્થ ડે પર મોટી ઇનીંગ રમીને ટીમને જીત અપાવી સિરીઝમાં લીડ અપાવવાની તક છે. શ્રીલંકા સામે પ્રથમ વન ડે માં ઇશાન કિશન સાથે સૂર્યકુમાર યાદવે પણ ડેબ્યૂ કર્યુ છે. આ બંને ખેલાડીઓનુ T20 ડેબ્યૂ એક જ સિરીઝમાં થયુ હતુ.

આ પણ વાંચોઃ IND vs SL: ક્રિસ ગેઇલને સિક્સરને મામલે પાછળ છોડનારા ખેલાડીનો, જન્મ દિવસે જ ટીમ ઇન્ડીયા વતી ડેબ્યૂ

Published On - 7:50 pm, Sun, 18 July 21

Next Article