IND vs SL: શ્રીલંકા સામેની T20 સિરીઝમાંથી કેપ્ટન શિખર ધવન સહિત 8 ખેલાડીઓ થયા બહાર

|

Jul 28, 2021 | 5:32 PM

કૃણાલ પંડ્યાના સંપર્કમાં આવેલા તમામ 8 ખેલાડીઓ પણ T20 સિરીઝની બહાર થઈ ગયા છે. કેપ્ટન શિખર ધવન પણ હવે સિરીઝની બહાર થઈ ચુક્યો છે.

સમાચાર સાંભળો
IND vs SL: શ્રીલંકા સામેની T20 સિરીઝમાંથી કેપ્ટન શિખર ધવન સહિત 8 ખેલાડીઓ થયા બહાર
Team India

Follow us on

શ્રીલંકા પ્રવાસ પર પહોંચેલી ટીમ ઈન્ડીયાના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા (Krunal Pandya) બીજી T20 મેચ પહેલા કોરોના પોઝિટિવ જણાઈ આવ્યો હતો. તેના બાદ તેને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો હતો. આ સાથે જ તે પૂરી T20 સિરીઝથી બહાર થઈ ચુક્યો છે. હવે સમાચાર આવી રહ્યા છે કે કૃણાલ પંડ્યાના નજીકના સંપર્કમાં રહેલા શિખર ધવન (Shikhar Dhawan) સહિત 8 ખેલાડીઓ ટી20 સિરીઝની બાકીની મેચ રમી નહીં શકે.

 

કૃણાલ પંડ્યાના સંપર્કમાં આવેલા તમામ 8 ખેલાડીઓ પણ T20 સિરીઝની બહાર થઈ ગયા છે. કેપ્ટન શિખર ધવન પણ હવે સિરીઝની બહાર થઈ ચુક્યો છે. હવે ટીમ મેનેજમેન્ટ સામે આગામી મેચ માટે ટીમ કોમ્બિનેશન એક મોટો પડકાર રહેશે. કોરોના પોઝિટિવ જણાઈ આવેલા કૃણાલ પંડ્યાના સંપર્કમાં આવેલા હાર્દિક પંડ્યા, ઈશાન કિશન, કૃષ્ણપ્પા ગૌતમ, પૃથ્વી શો, સૂર્યકુમાર યાદવ, મનિષ પાંડે, યુઝવેન્દ્ર ચહલ અને કેપ્ટન શિખર ધવનનો સમાવેશ થાય છે. આ તમામ આઠેય ખેલાડીઓ ટી20 સિરીઝની બાકીની બંને મેચ નહીં રમી શકે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

સૂર્યકુમાર અને શોનું નામ પણ નહીં

સિરીઝની બીજી મેચ મંગળવારે રમાનારી હતી. પરંતુ મેચ શરુ થવાના પહેલા જ કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ જણાયો હતો. જેના કારણે મેચને ટાળી દેવામાં આવી હતી. કૃણાલ પંડ્યાના સંપર્કમાં આવેલા ખેલાડીઓની યાદીમાં પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવનું નામ પણ છે.

 

આ બંનેને બેકઅપના રુપમાં ઈંગ્લેન્ડમાં મોકલવાને લઈને BCCIના આયોજનને ઝટકો લાગી શકે છે. હવે થઈ શકે છે કે તેમને ઈંગ્લેન્ડ રવાના થવામાં થોડો સમય લાગી શકે છે. શુભમન ગીલ, વોશિંગ્ટન સુંદર અને આવેશ ખાન ઈજાગ્રસ્ત છે. તેમના રિપ્લેસમેન્ટના રુપમાં સૂર્યકુમાર અને પૃથ્વી શોને ઈંગ્લેન્ડ મોકલવાની યોજના છે.

 

આજે 28 જૂલાઈએ રમાનારી છે મેચ

શ્રીલંકા અને ભારત વચ્ચે 27 જૂલાઈએ રમાનારી બીજી T20 મેચને એક દિવસ આગળ કરી દેવામાં આવી હતી. હવે આ મેચ આજે બુધવારે 28 જૂલાઈએ રમાનારી છે. BCCI સચિવ જય શાહે એક નિવેદનમાં કહ્યુ હતુ કે શ્રીલંકા અને ભારત વચ્ચે બીજી મેચ જે મૂળ રુપે 27 જૂલાઈએ રમાનારી હતી, જે એક દિવસ આગળ કરી દેવામાં આવી છે. હવે આ મેચ બુધવારે 28 જૂલાઇએ રમાનારી છે.

 

આ પણ વાંચોઃ Youngest Umpire : ક્રિકેટ જગતના સૌથી નાની વયના અમ્પાયર જામનગરના જય શુક્લ

Published On - 4:48 pm, Wed, 28 July 21

Next Article