ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી 3 મેચોની T20 શ્રેણીની આજે શનિવારે ત્રીજી અને અંતિમ મેચ રમાઈ રહી છે. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં સિરીઝની નિર્ણાયક મેચનો ભારતે ટોસ જીત્યો હતો. ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. સિરીઝની મુંબઈમાં રમાયેલી મેચ ભારતે અને પુણેમાં રમાયેલી બીજી T20 મેચ શ્રીલંકાએ જીતી હતી. આમ સિરીઝ 1-1થી બરાબર રહી હતી. ભારતીય ટીમમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે શ્રીલંકાએ એક ફેરફાર કર્યો છે.
રાજકોટની મેચ માટે ભારતીય ટીમ પુણેમાં મેદાને ઉતરેલ પ્લેઈંગ ઈલેવનને અજમાવવામાં આવી છે. જ્યારે શ્રીલંકન ટીમમાંથી ભાનુકા રાજપક્ષે બહાર થયો છે. તેના સ્થાને આવિષ્કા ફર્નાન્ડોને અંતિમ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યુ છે. સિરીઝમાં આ પહેલા રમાયેલી બીજી T20 મેચમાં ભારતીય ટીમમાં બે ફેરફાર થયા હતા. એક તો સંજૂ સેમસન ઈજાને લઈ સિરીઝમાંથી બહાર થતા તેના સ્થાને રાહુલ ત્રિપાઠીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે તેની ડેબ્યૂ મેચ હતી. મુંબઈમાં ખર્ચાળ રહેલા હર્ષલ પટેલના સ્થાને અર્શદીપ સિંહને સ્થાન અપાયુ હતુ. અર્શદીપ પ્રથમ T20 મેચમાં બિમારીને લઈ ઉપલબ્ધ રહી શક્યો નહોતો. જોકે પુણેમાં તે ખૂબ જ ખર્ચાળ બોલર સાબિત થયો હતો.
#TeamIndia have won the toss and elect to bat first in the third and final T20I.
We go in with an unchanged Playing XI.
Live – https://t.co/bY4wgiSvMC #INDvSL @mastercardindia pic.twitter.com/SDfhNlastc
— BCCI (@BCCI) January 7, 2023
શનિવારે રાજકોટમાં રમાઈ રહેલી પિચ બેટ્સમેનો માટે અનુકૂળ છે. પહેલાથી જ માનવામાં આવી રહ્યુ છે કે, આ પિચ પર પ્રથમ બેટિંગ કરનાર ટીમને વધારે ફાયદો મળી શકે છે. રાજકોટની પિચ સપાટ છે અને અહીં બેટ્સમેનોને મદદરુપ તે નિવડશે. અંતિમ મેચ નિર્ણાયક હોઈ ખરાખરીનો ખેલ જામશે અને મેચ રોમાંચક બનવાની આશા છે. આવી સ્થિતીમાં બેટિંગ માટે મદદરુપ પિચ પર ચોગ્ગા છગ્ગાની આતશબાજી જોવા મળી શકે છે.
ભારતઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન, શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, અક્ષર પટેલ, શિવમ માવી, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
શ્રીલંકાઃ દાનુસા શનાકા (કેપ્ટન), પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, ચરિથા અસલંકા, ધનંજય ડી સિલ્વા, વાનિન્દુ હસરાંગા, ચમિકા કરુણારત્ને, મહિષ તિક્ષાના આવિષ્કા ફર્નાન્ડો, કાસુન રચિતા, દિલશાન મધુશંકા.
Published On - 6:39 pm, Sat, 7 January 23