
ભારત અને શ્રીલંકા વચ્ચેની ODI શ્રેણીની પ્રથમ મેચ ટાઈ થઈ ગઈ છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. શ્રીલંકાએ ભારતને જીતવા માટે 231 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતની શરૂઆત શાનદાર રહી હતી પરંતુ છેલ્લી ઓવરમાં અસલંકાએ સતત બે વિકેટ લઈને મેચ ટાઈ કરી હતી. ભારત 230 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
ભારતની શરૂઆત શાનદાર રહી હતી પરંતુ અંતે મેચ હાથમાંથી નીકળી ગઈ હતી. શિવમ દુબેએ ભારતને જીતની નજીક પહોંચાડ્યું પરંતુ અસલંકાએ સતત બે વિકેટ લઈને મેચ ટાઈ કરી. ભારતનો અંતિમ સ્કોર 230/10.
ભારત-શ્રીલંકા મેચ ટાઈ રહી છે. શ્રીલંકાએ ભારતને જીતવા માટે 231 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શ્રીલંકાએ છેલ્લી ઓવરમાં શિવમ દુબે અને અર્શદીપ બંનેની વિકેટ લીધી હતી.
ભારત-શ્રીલંકા મેચ ટાઈ, ટીમ ઈન્ડિયા 231 રન બનાવી શકી નહીં, અંતિમ વિકેટ તરીકે અર્શદીપ થયો lbw આઉટ
ભારતને જોરદાર ઝટકો, શિવમ દુબે આઉટ, ભારત જીતથી એક રન દૂર
ભારતને મેચ જીતવા 18 બોલમાં 5 રનની જરૂર
ભારતને મેચ જીતવા 24 બોલમાં 15 રનની જરૂર
ભારતને આઠમો ઝટકો, કુલદીપ યાદવ માત્ર 2 રન બનાવી થયો આઉટ
36 બોલમાં ભારતને જીતવા 21 રનની જરૂર, શિવમ દુબે ક્રિઝ પર
ભારતને સાતમો ઝટકો, અક્ષર પટેલ 33 રન બનાવી થયો આઉટ
ભારતને છઠ્ઠો ઝટકો, કેએલ રાહુલ 31 રન બનાવી થયો આઉટ
35 ઓવર બાદ ભારતનો સ્કોર 164/5, કેએલ રાહુલ-અક્ષર પટેલની લડાયક બેટિંગ
ભારતનો સ્કોર 150ને પાર, કેએલ રાહુલ-અક્ષર પટેલની મક્કમ બેટિંગ
ભારતને પાંચમો ફટકો, શ્રેયસ અય્યર 23 રન પર આઉટ
ભારતને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. વિરાટ કોહલી 24 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે. ભારતની આ વિકેટ હસરંગાએ લીધી છે.
ભારતનો સ્કોર 100 ને પાર, વિરાટ કોહલી-શ્રેયસ અય્યર ક્રિઝ પર
ભારતને ત્રીજો ઝટકો વોશિંગ્ટન સુંદર સસ્તામાં આઉટ
બે ઓવરમાં ભારતીય ટીમને બે મોટા ઝટકા, રોહિત શર્મા અને શુભમન ગિલ શાનદાર શરૂઆત બાદ આઉટ
છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ, રોહિતની અડધી સદી પૂરી
10 ઓવર બાદ ભારતનો સ્કોર 71/0, રોહિત શર્મા-શુભમન ગિલની દમદાર બેટિંગ
રોહિત-ગિલની વિસ્ફોટક શરૂઆત, ભારતનો સ્કોર 50 ને પાર
ભારતે શ્રીલંકા સામે શાનદાર શરૂઆત કરી છે. રોહિત શર્મા અને ગિલ ઓપનિંગ માટે મેદાનમાં ઉતર્યા. ભારતનો સ્કોરબોર્ડ 4 ઓવરમાં 40/0. રોહિત શર્માએ શાનદાર સિક્સર ફટકારી.
શ્રીલંકા સામે પહેલી વનડે જીતવા ભારતને 231 રનનો ટાર્ગેટ
શ્રીલંકાને આઠમો ઝટકો, અર્શદીપ સિંહે લીધી વિકેટ
ડુનિથ વેલાલાગેની ફિફ્ટી, શ્રીલંકાનો સ્કોર 200 ને પાર
46 ઓવર બાદ શ્રીલંકાનો સ્કોર 195/7, ડુનિથ વેલાલાગેની મજબૂત બેટિંગ
શ્રીલંકાને સાતમો ઝટકો, વાનિન્દુ હસરંગા 24 રન બનાવી થયો આઉટ, અર્શદીપે ભારતને અપાવી સફળતા
40 ઓવર બાદ શ્રીલંકાનો સ્કોર 165/6, વાનિન્દુ હસરંગા અને ડુનિથ વેલાલાગેની મક્કમ બેટિંગ
ભારતને 34 ઓવરમાં વધુ એક સફળતા મળી છે. અક્ષર પટેલે જેનિથ લિયાનાગેની ઇનિંગ્સને 20 રન પર રોકીને તેને પેવેલિયન પરત મોકલી દીધો હતો. શ્રીલંકાનો સ્કોર 143/6.
ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે મેચ ચાલી રહી છે. અત્યાર સુધીની ઇનિંગ્સમાં શ્રીલંકાના બેટ્સમેનોએ કુલ 16 ચોગ્ગા ફટકાર્યા છે. જેનિથ લિયાનાગે અને દુનિથ વેલાલેજ હાલમાં ક્રિઝ પર છે.
27 ઓવર પછી શ્રીલંકાએ તેના સ્કોરબોર્ડ પર 100 રન પૂરા કરી લીધા છે. હવે ડનિથ અને જેનીથ ક્રિઝ પર છે.
27 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 5 વિકેટના નુકસાન પર101 રન છે.
શ્રીલંકાના બેટ્સમેન નિસાન્કાએ ટીમની કમાન સંભાળી હતી. તેણે પોતાની અડધી સદીની ઇનિંગ પૂરી કરી લીધી છે. નિસાન્કાએ 67 બોલમાં 50 રન બનાવ્યા છે.
ભારતીય બોલરોએ સારું પ્રદર્શન કર્યું છે. 24 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 4 વિકેટના નુકસાને 91 રન છે. શ્રીલંકાના બેટ્સમેન નિસાંકા હજુ પણ ક્રિઝ પર છે
20મી ઓવર સુધી શ્રીલંકાની 3 વિકેટ પડી ચૂકી છે, જે ભારતીય બોલર, મોહમ્મદ સિરાજ, અક્ષર પટેલ અને શિવમદુબે લીધી છે.
ભારતને વધુ એક સફળતા મળી છે. અક્ષર પટેલે સાદિરા સમરવિક્રમાને 8 રને પેવેલિયન પરત મોકલી દીધો છે.
20 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 68 રન છે.
શ્રીલંકાની 16 ઓવર પૂરી થઈ ગઈ છે અને સ્કોરબોર્ડ 57/ 2 છે.
શ્રીલંકાની બીજી વિકેટ પણ પડી છે. શિવમ દુબેએ મેન્ડિસની ઇનિંગ્સને માત્ર 14 રન પર આઉટ કર્યો હતો . શ્રીલંકાનો સ્કોર 13.1 ઓવરમાં 46/2.
શ્રીલંકાની ઇનિંગ્સને સંભાળતી વખતે નિસાન્કાએ સારો સ્કોરબોર્ડ બનાવ્યો છે. નિસાન્કાએ અત્યાર સુધીમાં કુલ 5 ચોગ્ગા ફટકાર્યા છે. તેણે 27 રન બનાવ્યા છે.
શ્રીલંકાની બેટિંગમાં મેન્ડિસ અને નિસાંકા ક્રિઝ પર છે. 10 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર એક વિકેટના નુકસાન પર 37 રન છે.
સિરાજે અર્શદીપની બોલિંગ પર મેન્ડિસનો કેચ છોડ્યો હતો. 8 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 25/1 છે. નિસાંકા અને મેન્ડિસ ક્રિઝ પર છે.
શ્રીલંકાની ક્રિકેટ ટીમની શરૂઆત ખૂબ જ ધીમી રહી છે. ટીમ 7 ઓવરના અંતે માત્ર 25 રન બનાવી શકી છે. આ દરમિયાન ટીમે એક મોટી વિકેટ પણ ગુમાવી છે.
શ્રીલંકાની 5 ઓવર પૂરી થઈ ગઈ છે અને સ્કોરબોર્ડ 14/1 છે. કુસલ મેન્ડિસ અને પથુમ નિસાંકા મેદાનમાં હાજર છે. ભારતીય બોલર સિરાજે અત્યાર સુધી એક વિકેટ લીધી છે.
સિરાજે શ્રીલંકાને પહેલો ઝટકો આપ્યો છે. શ્રીલંકાની પ્રથમ વિકેટ પડી છે. અવિષ્કા ફર્નાન્ડો 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્યનો ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવા માટે સતત પ્રયત્નશીલ છે. તાજેતરમાં, ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે.
સાયબર ક્રાઇમની તપાસમાં પીડિતોના સહયોગને કારણે અગાઉ લોક થઇ ગયેલા 28,000 બેંક ખાતાઓ હવે અનફ્રીઝ કરવામાં આવ્યા છે. બેંકખાતાઓ અનફ્રીઝ થવાથી પીડિતોને મોટી રાહત મળી છે. 2024માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42% છે, જે 2023માં માત્ર 17.93% હતી. 30 જૂન, 2024 સુધી હોલ્ડ પર રાખવામાં આવેલી કુલ રકમ ₹114.90 કરોડ છે અને 2024 માટે રિફંડ કરાયેલી રકમ ₹53.34 કરોડ છે.
આ તફાવત દર્શાવે છે કે ઓથોરિટીએ સાયબર ક્રાઈમના પીડિતોને સમયસર રાહત મળે એ સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલાં લીધા છે.
ભારતને પ્રથમ સફળતા મળી છે, સિરાજે વિકેટ લીધી
2 ઓવર પૂર્ણ થયા બાદ શ્રીલંકાના સ્કોર કોઈપણ નુકશાન વિના 7 રન છે. પ્રથમ ઓવર સિરાજે અને બીજી ઓવર અર્શદીપે નાખી હતી. શ્રીલંકાનો સ્કોર 7-0 છે.
કોલંબોમાં રમાઈ રહેલી પ્રથમ વનડે મેચ શરૂ થઈ ગઈ છે. શ્રીલંકાના પથુમ નિસાંકા અને અવિષ્કા ફર્નાન્ડો મેદાનમાં ઉતર્યા છે. તે જ સમયે, મોહમ્મદ સિરાજ ભારત માટે પ્રથમ ઓવર ફેંકી રહ્યો છે.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ અંશુમાન ગાયકવાડનું બુધવારે નિધન થયું છે. તેમની યાદમાં ટીમ ઈન્ડિયા આજે કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરશે.
Published On - 2:39 pm, Fri, 2 August 24