IND vs SA: સાઉથ આફ્રિકા સામે ત્રીજી મેચમાં ચહલે 3 વિકેટ ઝડપી અને ભારતના જ દિગ્ગજ બોલરનો આ રેકોર્ડ પોતાના નામે કર્યો

|

Jun 14, 2022 | 11:55 PM

IND vs SA : ચહલ પાંચ મેચની T20I શ્રેણીની પ્રથમ બે મેચમાં દક્ષિણ આફ્રિકા સામે વિકેટો માટે ઝઝુમતો જોવા મળ્યો હતો. ચહલે 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લીધી હતી.

IND vs SA: સાઉથ આફ્રિકા સામે ત્રીજી મેચમાં ચહલે 3 વિકેટ ઝડપી અને ભારતના જ દિગ્ગજ બોલરનો આ રેકોર્ડ પોતાના નામે કર્યો
Yuzvendra Chahal (PC: BCCI)

Follow us on

ઋષભ પંત (Rishabh Pant)ની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે (Team India) વિશાખાપટ્ટનમમાં રમાયેલી ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં બે હાર બાદ સારી વાપસી કરી હતી અને મેચ 48 રનથી જીતી લીધી હતી. આ મેચમાં ભારત માટે બધું સારું રહ્યું. પછી તે બેટિંગ હોય કે બોલિંગ. બોલિંગ મોરચે આ મેચમાં ભારત તરફથી હર્ષલ પટેલે (Harshal Patel) સૌથી વધુ વિકેટ (4 વિકેટ) લીધી હતી. જ્યારે યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) પણ 3 વિકેટ લઈને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ચહલે ટી20માં નવમી વાર એક મેચમાં 3 વિકેટ ઝડપી

યુઝવેન્દ્ર ચહલ દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20I શ્રેણીની પ્રથમ બે મેચમાં વિકેટ માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. પરંતુ ત્રીજી મેચમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ચહલે 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ ઝડપી હતી અને તેણે દક્ષિણ આફ્રિકાના મિડલ ઓર્ડરના ત્રણ બેટ્સમેનોને આઉટ કરીને મુલાકાતી ટીમની કમર તોડી નાખી હતી. ચહલે આ મેચમાં ડ્વેન પ્રિટોરિયસને 20 રન, વેન ડેર ડુસેનને એક રન અને હેનરિક ક્લાસેનને 29 રન પર આઉટ કર્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

ટી20 ક્રિકેટમાં ચહલે 9મી વાર 3 વિકેટ ઝડપી

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ નવમી વખત હતું. જ્યારે ચહલે એક મેચમાં 3 વિકેટ લીધી હતી. ચહલ ભારત માટે T20I મેચમાં સૌથી વધુ ત્રણ વિકેટ લેનાર બોલર છે તો અશ્વિન આ મામલામાં બીજા નંબર પર છે. તેણે 6 વખત આ કારનામું કર્યું છે. જ્યારે જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ અને ભુવનેશ્વર કુમારે 5-5 વખત આ કારનામું કર્યું છે. તમને જણાવી દઈએ કે આ મેચમાં ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 179 રન બનાવ્યા હતા અને દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પ્રોટીઝ ટીમ 19.1 ઓવરમાં 131 રનમાં સમેટાઈ ગઈ હતી અને 48 રને જીત મેળવી હતી.

Next Article