IND vs SA : વિશાખાપટ્ટનમમાં હાર બાદ શું પોતાના પ્લાનમાં ફેરફાર કરશે સાઉથ આફ્રિકાની ટીમ ? સુકાનીએ આપ્યો જવાબ

|

Jun 15, 2022 | 2:41 PM

India vs South Africa: વિશાખાપટ્ટનમમાં રમાયેલી ત્રીજી T20માં ભારતે 48 રનથી દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. જોકે, સાઉથ આફ્રિકાની ટીમ શ્રેણીમાં 2-1 થી આગળ છે.

IND vs SA :  વિશાખાપટ્ટનમમાં હાર બાદ શું પોતાના પ્લાનમાં ફેરફાર કરશે સાઉથ આફ્રિકાની ટીમ ? સુકાનીએ આપ્યો જવાબ
Temba Bavuma (PC: BCCI)

Follow us on

મંગળવારે વિશાખાપટ્ટનમમાં ભારત અને સાઉથ આફ્રિકા (IND vs SA) વચ્ચે પાંચ મેચોની T20 શ્રેણીની ત્રીજી મેચ રમાઈ હતી. આ મેચમાં યજમાન ટીમ ઈન્ડિયા (Team India) એ દક્ષિણ આફ્રિકા (Cricket South Africa) ને 48 રને હરાવ્યું હતું. પ્રથમ બે T20માં ધમાકેદાર પ્રદર્શન કરનાર આફ્રિકન બેટ્સમેનોએ આ મેચમાં ભારતીય બોલરો સામે શરણાગતિ સ્વીકારી હતી. જેને પગલે સવાલો ઉઠી રહ્યા છે કે શું આફ્રિકન ટીમ ચોથી T20માં પોતાની યોજનામાં ફેરફાર કરશે કે નહીં. જાણો કેપ્ટન ટેમ્બા બાવુમા (Temba Bavuma) એ આનો શું જવાબ આપ્યો.

પ્લાનમાં બદલાવને લઇને ટેમ્બા બાવુમાએ કહી આ વાત

ભારત સામેની ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં સાઉથ આફ્રિકાની બેટિંગ દબાણમાં આવી ગઈ હતી. પરંતુ સુકાની ટેમ્બા બાવુમાએ કહ્યું કે, પાંચ મેચની શ્રેણીમાં માત્ર એક હાર બાદ પોતાની રણનીતિ બદલવી મૂર્ખતાભર્યું ગણાશે.

ભારતીય ટીમ તરફથી મેળલ જીતવા માટે 180 રનનો પીછો કરતા સાઉથ આફ્રિકાની શરૂઆત ધીમી રહી હતી. તેણે પ્રથમ ત્રણ ઓવરમાં માત્ર 15 રન કર્યા હતા. પરંતુ બાવુમાએ કહ્યું કે ટીમ તરીકે આ હંમેશા અમારી વ્યૂહરચના રહી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ભારત સામે 48 રનની હાર બાદ સુકાની ટેમ્બા બાવુમાએ મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “અમે હંમેશા પ્રથમ બે ઓવરમાં જોતા હોઈએ છીએ અને પછી દાવમાં ગતિ લાવવાનો પ્રયાસ કરીએ છીએ. પછી તમારા મોટા ખેલાડીઓ માટે તૈયારી કરો. તેણે આગળ કહ્યું, આ તે વ્યૂહરચના છે જેણે અમારા માટે કામ કર્યું છે અને માત્ર એક હાર પછી આ વ્યૂહરચના બદલવી થોડી મૂર્ખામી હશે.

સુકાનીએ જણાવ્યું ક્યા થઇ ભુલ

સુકાની ટેમ્બા બાવુમાએ કહ્યું, મને લાગે છે કે તેમના સ્પિનરોએ અમને દબાણમાં મૂક્યા. અમે દબાણને સંભાળી શક્યા ન હતા અને વાપસી કરી શક્યા ન હતા અને તેમના પર દબાણ લાવી શક્યા ન હતા જેમ અમે પ્રથમ બે મેચમાં કર્યું હતું. પરિસ્થિતિ તેમના સ્પિનરો માટે અનુકૂળ હતી. પરિસ્થિતિને તેની તરફેણમાં ફેરવવા માટે તેના સ્પિનરોની પ્રશંસા કરવી પડશે.

દક્ષિણ આફ્રિકાના સુકાનીએ કહ્યું, તેણે ખૂબ જ સારી બોલિંગ કરી. તેના કેપ્ટને મેચની શરૂઆતમાં સ્પિનરોને રોક્યા અને મને લાગે છે કે તેનાથી ઘણો ફરક પડ્યો. અમારા સ્પિનરો પાછળથી આવ્યા. પણ તેનો ફાયદો અમે લઇ શક્યા નહીં. બાવુમાએ કહ્યું, બેટિંગમાં અમે કોઈ ભાગીદારી બનાવી શક્યા નહી. અમે પ્રથમ બે મેચમાં ઘણી સારી બેટિંગ કરી હતી.

Next Article