
હાર્દિક પંડ્યાએ દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જોકે, તેના પ્રદર્શન ઉપરાંત આ ખેલાડી અન્ય કારણોસર પણ ચર્ચામાં છે. અમદાવાદમાં T20 પહેલા હાર્દિક પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તે તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે જોવા મળી રહ્યો છે.
હાર્દિક પંડ્યા અને માહિકા લખનૌમાં સાથે હતા અને હવે તેઓ સાથે અમદાવાદ પહોંચ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને ફોટામાં, પંડ્યા અને માહિકા અમદાવાદ એરપોર્ટ પર જોવા મળે છે. પંડ્યાએ માહિકાને ગળે લગાવી અને તેને ટેક્સીમાં બેસાડી. પંડ્યા પોતે ટીમ ઈન્ડિયાની બસમાં બેઠો.
હાર્દિક પંડ્યાએ ગયા વર્ષે નતાશા સ્ટેનકોવિક સાથે છૂટાછેડા લીધા હતા, અને હવે માહિકા તેના જીવનમાં પ્રવેશી છે. એશિયા કપમાં પંડ્યા ઘાયલ થયો પછી, તે માહિકા સાથે વેકેશન પર ગયો હતો. હવે, બંને ઘણીવાર સાથે જોવા મળે છે. એવા અહેવાલો પણ છે કે તેમની સગાઈ થઈ ગઈ છે, જોકે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હાલમાં, પંડ્યા દક્ષિણ આફ્રિકા T20 શ્રેણી દરમિયાન માહિકા સાથે ક્વોલીટી ટાઈમ વિતાવી રહ્યો છે.
Shubman Gill, Hardik Pandya, Sanju Samson, Abhishek Sharma, Suryakumar Yadav, and Team India spotted at Lucknow Airport while leaving for Ahmedabad. pic.twitter.com/61zrqpiONy
— sonu (@Cricket_live247) December 18, 2025
તાજેતરમાં, હાર્દિક પંડ્યા માહિકા શર્માને લઈને પાપારાઝીથી ગુસ્સે થયો હતો. આ મહિનાની શરૂઆતમાં પાપારાઝીએ મુંબઈના એક રેસ્ટોરન્ટમાંથી માહિકાનો નીકળતો વીડિયો શૂટ કર્યો હતો. આનાથી હાર્દિક પંડ્યા ગુસ્સે થયો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે આ વીડિયો અયોગ્ય એન્ગલથી શૂટ કરવામાં આવ્યો છે, અને ભારતીય ઓલરાઉન્ડરે ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
9 ડિસેમ્બરના રોજ, હાર્દિક પંડ્યાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક લાંબી પોસ્ટ શેર કરી, જેમાં પાપારાઝીને ઠપકો આપ્યો. તેણે લખ્યું, ” હું સમજું છું કે જાહેર વ્યક્તિત્વ હોવાથી કેમેરા અને નજરોનો સામનો કરવો પડે છે, પરંતુ આજે જે બન્યું તે બધી હદો ઓળંગી ગયું. માહિકા સીડી પરથી નીચે ઉતરી રહી હતી, પરંતુ પાપારાઝીએ એક એવો એન્ગલ ક્લિક કર્યો જે કોઈપણ મહિલાના ગૌરવને ઠેર પહોંચાડે છે. ખાનગી ક્ષણોને સસ્તી પબ્લીસીટીમાં ફેરવી દેવામાં આવી . સ્ત્રીઓ આદર અને સન્માનને પાત્ર છે . થોડી માનવતા રાખો. ”
આ પોસ્ટ કર્યા પછી, હાર્દિક પંડ્યાએ કટકમાં દક્ષિણ આફ્રિકા સામેની પહેલી T20 રમી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. પંડ્યાએ અણનમ 59 રન બનાવીને ભારતને 101 રનથી જીત અપાવી. તેણે મેચમાં એક વિકેટ પણ લીધી.
આ પણ વાંચો: ઝારખંડ પહેલીવાર સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બન્યું ચેમ્પિયન, ઈશાન કિશનની કેપ્ટનશીપમાં રચ્યો ઈતિહાસ