IND vs SA: ગઢ સેન્ચ્યુરિયનમાં ઇતિહાસ રચશે ભારત! આફ્રિકાએ પિછો કરતા 94 ના સ્કોપ પર 4 વિકેટ ગુમાવી, બુમરાહની શાનદાર 2 વિકેટ

|

Dec 29, 2021 | 10:01 PM

સેન્ચ્યુરીયન (Centurion Test) માં બીજા દાવની રમતમાં જસપ્રિત બુમરાહે (Jasprit Bumrah) શાનદાર પ્રદર્શન કરતા ડુસેન અને કેશવ મહારાજને બોલ્ડ કર્યા હતા.

IND vs SA: ગઢ સેન્ચ્યુરિયનમાં ઇતિહાસ રચશે ભારત! આફ્રિકાએ પિછો કરતા 94 ના સ્કોપ પર 4 વિકેટ ગુમાવી, બુમરાહની શાનદાર 2 વિકેટ
Indian Cricket Team

Follow us on

ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચેની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ સેન્ચ્યુરિયનમાં રમાઇ રહી છે. ભારતીય ટીમે (Team India) 130 રનની લીડ સાથે બીજા દાવની રમતને ત્રીજા દિવસે જ શરુ કરી હતી. ભારતીય ટીમનો બીજો દાવ ચોથા દીવસે 174 રન પર જ સમેટાઇ ગયો હતો. આમ ભારતે દક્ષિણ આફ્રિકા સામે જીત માટે 305 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ. જેને આમ તો હાંસલ કરવુ ખૂબ મુશ્કેલ છે. આમ છતાં આફ્રિકાએ કેપ્ટન એલ્ગર (Dean Elgar) ની રમત વડે ટાર્ગેટનો પિછો કરવા પ્રયાસ કર્યો હતો.

ભારતીય ટીમ આમ તો 200 ના સ્કોર ને પાર કરતી રમત રમીને આફ્રિકા સામે 350 રનનો ટાર્ગેટ આપશે એમ માનવામાં આવી રહ્યુ હતુ. પરંતુ ભારતીય બેટ્સમેનો કાગીસો રબાડા અને માર્કો યેન્સેન સામે ખાસ દમ દેખાડી શક્યા નહોતા. માત્ર ઋષભ પંત, કેએલ રાહુલ અને અજિંક્ય રહાણે 20 આંકડા સુધી કે તેનાથી આગળ વધવામાં સફળ રહ્યા હતા. આમ ભારતીય ટીમ દ્વારા મોટો સ્કોર ખડકવાનો મોકો સફળ નિવડ્યો નહોતો. જોકે 130 રનની લીડના સહારે આફ્રિકાને મુશ્કેલ ટાર્ગેટ મળ્યુ હતુ.

ભારતની ઓપનીંગ જોડી ત્રીજા દિવસના અંતિમ સત્ર દરમિયાન જ તૂટી ગઇ હતી. મંયક અગ્રવાલ (4) ભારતીય ટીમના 12 રનના સ્કોર પર જ વિકેટ ગુમાવી બેઠો હતો. ભારતીય ટીમે આજે દિવસની શરુઆત નબળી કરી હતી. એક બાદ એક વિકેટ પડવા લાગતા ભારત યોજના તરફ આગળ વધતુ અટકવા લાગ્યુ હતુ. રાહુલ ને બાદ કરતા ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો હતો. બાદમાં પુજારા (16) અને વિરાટ કોહલી (18) પણ ખાસ દમ દર્શાવી શક્યા નહોતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ભારતીય ટીમના બેટ્સમેનો સામે કાગીસો રબાડા અને માર્કો યેન્સેને પ્રભાવશાળી બોલીંગ કરી હતી. બંનેએ 4-4 વિકેટ ઝડપી હતી. બંનેની બોલીંગને લઇને ભારત મોટા સ્કોરની યોજના પર પહોંચવામાં સફળ રહ્યુ નહોતુ. આ ઉપરાંત લુંગી એનગિડી એ 2 વિકેટ ઝડપી હતી. બીજા દાવમાં આફ્રિકાએ મૂલ્ડર સહિત માત્ર 4 જ બોલરોને આક્રમણ માટે અજમાવ્યા હતા.

ચોથા દિવસના અંતે આફ્રિકા 94/4

લક્ષ્યનો પિછો કરતા આફ્રિકાના ઓપનર ડિન એલ્ગરે અર્ધશતક ફટકાર્યુ હતુ. પ્રથમ વિકેટ ઝડપવામાં શામીને સફળતા મળી હતી. એઇડન માર્ક્રમને (01) તેણે બોલ્ડ કર્યો હતો. ત્યાર બાદ કિગન પીટરસન (17) ને સિરાજે પંતના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો. ડુસેન (11) ને જસપ્રિત બુમરાહે ક્લિન બોલ્ડ કરી પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો. કેશવ મહારાજ (08) નાઇટ વોચમેનના રુપમાં આવ્યો હતો જેની વિકેટ ઝડપથી બુમરાહે બોલ્ડ કરીને મેળવતા ભારતીય ટીમ મજબૂત સ્થિતીમાં આવી ગયુ હતુ.

 

આ પણ વાંચોઃ  IND VS SA: વિરાટ કોહલી એ એક ના એક જ ભૂલને 11 મી વાર કરી, જેને લઇને જ તે શતકથી દૂર થવા લાગ્યો!

આ પણ વાંચોઃ IPL 2022: અમદાવાદની ટીમનો કોણ હોઇ શકે છે કેપ્ટન, કેએલ રાહુલ કે શ્રેયસ ઐય્યર ? જાણો

Next Article