IND vs SA: ઋષભ પંત ચૂક્યો પ્રથમ વન ડે શતક, રાહુલ દ્રવિડનો 21 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

|

Jan 21, 2022 | 5:50 PM

ઋષભ પંતે (Rishabh Pant) કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) સાથે મળીને ભારતીય દાવને સંભાળ્યો અને ત્રીજી વિકેટ માટે 115 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરીને ટીમને 200 રનની નજીક પહોંચાડી દીધી.

IND vs SA: ઋષભ પંત ચૂક્યો પ્રથમ વન ડે શતક, રાહુલ દ્રવિડનો 21 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
Rishabh Pant આક્રમક રમત દર્શાવી હતી.

Follow us on

ભારતીય ટીમ (Indian Cricket Team) ના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે (Rishabh Pant) દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડેમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. પંતે દક્ષિણ આફ્રિકાના બોલરોની ધોલાઇ કરી હતી, પરંતુ તે તેની પ્રથમ વન-ડે સદીની નજીક આવવાનું ચૂકી ગયો હતો. પાર્લના બોલેન્ડ પાર્ક ખાતે રમાયેલી બીજી વનડેમાં પંતે માત્ર 71 બોલમાં 85 રન ફટકાર્યા હતા, જેમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. આ સાથે પંતે કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) સાથે ત્રીજી વિકેટ માટે 115 રનની ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયાને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યું. પંત ભલે સદી પૂરી ન કરી શક્યો, પરંતુ તેણે આ દરમિયાન એક મોટો રેકોર્ડ બનાવ્યો.

બીજી વનડેમાં, શિખર ધવન અને વિરાટ કોહલીના પ્રારંભિક આઉટ થયા બાદ પંતને ચોથા નંબર પર બેટિંગ કરવા મોકલવામાં આવ્યો હતો. પંત છેલ્લી મેચમાં પણ આ જ નંબર પર આવ્યો હતો અને વધુ પ્રભાવ પાડી શક્યો ન હતો, પરંતુ આ વખતે ભારતીય વિકેટકીપરે તક ગુમાવી ન હતી અને ટીમના નિર્ણયને સાચો સાબિત કર્યો હતો. પંતે ઝડપી રન બનાવ્યા અને ટીમનો રનરેટ પણ વધાર્યો. રાહુલ ઓપનિંગ માટે આવ્યો તે પહેલા જ પંતે તેની ODI કારકિર્દીની ચોથી અડધી સદી માત્ર 43 બોલમાં ફટકારી હતી.

રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડ્યો

પંતે ખાસ કરીને દક્ષિણ આફ્રિકાના સ્પિનર ​​તબરેઝ શમ્સી પર જોરદાર બાઉન્ડ્રી ફટકારી હતી. જો કે, શમ્સીએ 33મી ઓવરમાં પંતને લોંગ પર બાઉન્ડ્રી પર આઉટ કરીને સદીની તક છીનવી લીધી હતી. આમ છતાં પંતે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. 24 વર્ષીય ભારતીય બેટ્સમેન દક્ષિણ આફ્રિકાની ધરતી પર કોઈપણ ભારતીય વિકેટકીપર દ્વારા સૌથી વધુ ODI સ્કોરનો રેકોર્ડ ધરાવે છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024

પંતે ટીમ ઈન્ડિયાના વર્તમાન કોચ રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડ્યો હતો જેણે 21 વર્ષ પહેલા 2001માં ડરબનમાં 77 રન બનાવ્યા હતા. આ ફોર્મેટમાં 20મી વનડે રમી રહેલા પંતનો પોતાનો માટે આ સૌથી મોટો સ્કોર પણ છે.

પંત-રાહુલની સદીની ભાગીદારી

પંતે રાહુલ સાથે ત્રીજી વિકેટ માટે 115 રનની ભાગીદારી કરી અને ભારતને 33મી ઓવરમાં 183 રન સુધી પહોંચાડ્યું. આ દરમિયાન રાહુલે પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી, પરંતુ પંતની એક ઓવર પહેલા તે આઉટ થઈ ગયો હતો. ભારતીય કેપ્ટને 79 બોલમાં 55 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેના બેટમાંથી 4 ચોગ્ગા આવ્યા હતા. તેને સિસાંડા મગાલાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. દરમિયાન, ફરી એકવાર એડન માર્કરમ અને કેશવ મહારાજે પણ સફળતા મેળવી. માર્કરમે ધવનને પેવેલિયનમાં પરત કર્યો હતો જ્યારે મહારાજે કોહલીને પેવેલિયનમાં પરત કર્યો હતો.

 

આ પણ વાંચોઃ U19 World Cup: મુશ્કેલી વચ્ચે BCCI એ નિકાળ્યો માર્ગ, 5 ક્રિકેટરોને ભારત થી વેસ્ટ ઇન્ડિઝ યુદ્ધના ધોરણે મોકલશે

આ પણ વાંચોઃ Corona: કોરોનાની ત્રીજી લહેરમાં મંડપ, ડેકોરેશન અને કેટરીંગના વ્યવસાયની હાલત કફોડી, બે વર્ષથી મરવા વાંકે જીવવાની પરિસ્થિતી 

Published On - 5:26 pm, Fri, 21 January 22

Next Article