
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ફરી એકવાર પોતાની બેટિંગનો જાદુ બતાવવા માટે તૈયાર છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ODI શ્રેણી રમ્યાના લગભગ એક મહિના પછી, કોહલી પાછો ફર્યો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ODI શ્રેણીની પહેલી મેચ 30 નવેમ્બર, રવિવારના રોજ રાંચીમાં રમાશે, અને ચાહકો કિંગ કોહલીને તેના જૂના ફોર્મમાં જોવાની આશા રાખશે. એવું લાગે છે કે કોહલી આ માટે તૈયાર છે, અને તેણે તેની એક ઝલક બતાવી અને વિસ્ફોટક બેટ્સમેન રિષભ પંત પણ ચોંકી ગયો.
રવિવારની મેચ પહેલા રાંચીના JSCA સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશન દરમિયાન વિરાટ કોહલીએ પરસેવો પાડ્યો હતો. એક મહિનાથી વધુ સમય પછી એક્શનમાં પાછા ફરતા, વિરાટ કોહલીને શ્રેણીમાં સારું પ્રદર્શન કરવા માટે સંપૂર્ણ તૈયારીની જરૂર હતી, અને તેણે કોઈ કસર છોડી નહીં. નેટ્સમાં પ્રેક્ટિસ કરતી વખતે કોહલીએ જે લય બતાવી તેનાથી વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ ગયો કે તે આટલા લાંબા સમય પછી પાછો ફરી રહ્યો છે.
High intensity and good vibes, ft. Rohit Sharma and Virat Kohli #TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @ImRo45 | @imVkohli pic.twitter.com/hT6hQ0NAmN
— BCCI (@BCCI) November 29, 2025
નેટ પ્રેક્ટિસ દરમિયાન કોહલીએ કેટલાક અદ્ભુત શોટ રમ્યા, અને તેમાંથી એક શોટ જોઈ વિસ્ફોટક બેટ્સમેન અને શોટ રમવાના એક્સપર્ટ રિષભ પંત પણ ચ્જોન્કી ગયો. BCCI એ મેચના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસનો એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં આ દર્શાવવામાં આવ્યું છે. તેમાં કોહલી આગળ વધ્યો અને થ્રો-ડાઉન એક્સપર્ટના બોલ પર લોંગ-ઓન તરફ ઊંચો શોટ માર્યો. આ શોટ જોઈને પંતે બૂમ પાડી, “પાજી, તે એક સારો બોલ હતો. તમે એક શક્તિશાળી શોટ માર્યો.”
આ વીડિયોમાં વિરાટ ઉપરાંત ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા પણ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયામાં ફરી જોડાયા પછી, બંનેએ ન માત્ર પ્રેક્ટિસ કરવામાં ઘણો સમય વિતાવ્યો, પરંતુ ટીમના બાકીના ખેલાડીઓ સાથે પણ ખૂબ મજા કરી. હવે, ટીમ ઈન્ડિયા અને તેના ચાહકો ફક્ત એટલું જ ઈચ્છશે કે આ બંને સ્ટાર બેટ્સમેન ફરી એકવાર મોટી ભાગીદારી બનાવે અને મજબૂત સ્કોર બનાવે, જેમ સિડનીમાં રમાયેલી ODI મેચમાં તેમણે કર્યું હતું.
આ પણ વાંચો: Video: ભારતીય ટીમે ODI શ્રેણી પહેલા કરાવ્યું ફોટોશૂટ, રિષભ પંત ઊંઘમાંથી જાગી ફોટો માટે આવ્યો