IND vs SA: પહેલા ન્યૂઝીલેન્ડ પછી ઓસ્ટ્રેલિયા અને હવે આફ્રિકા…. કોલકાતા સામેની હાર બાદ ફેન્સે ગૌતમ ગંભીરને આડેહાથ લીધો

કોલકાતા ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને હરાવ્યું. આ હાર બાદ ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીરને ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ ગૌતમ ગંભીરની આકરી ટીકા કરી રહ્યા છે.

IND vs SA: પહેલા ન્યૂઝીલેન્ડ પછી ઓસ્ટ્રેલિયા અને હવે આફ્રિકા.... કોલકાતા સામેની હાર બાદ ફેન્સે ગૌતમ ગંભીરને આડેહાથ લીધો
Image Credit source: Getty Images
| Updated on: Nov 16, 2025 | 8:00 PM

કોલકાતામાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને હરાવ્યું. પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને જીતવા માટે ફક્ત 124 રન બનાવવાની જરૂર હતી અને ત્રણ દિવસ પૂરા થયા હતા. જો કે, ટીમ ઈન્ડિયા આ ટાર્ગેટ ચેઝ ન કરી શકી અને ત્રીજા દિવસે રવિવારે 93 રનમાં તો ઓલ આઉટ થઈ ગઈ. હવે આ હાર બાદ ચાહકોએ કોચ ગૌતમ ગંભીર પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

ચાહકો ગૌતમ ગંભીરની ભારે ટીકા કરી રહ્યા છે. આ પહેલા ગયા વર્ષે ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતને તેના જ ઘરઆંગણે 3-0થી હરાવ્યું હતું. આ જ કારણ છે કે, ચાહકો ગંભીરની ટીકા કરી રહ્યા છે.

‘સૌથી ખરાબ કોચ’

ગંભીરના કોચિંગ હેઠળ ભારતે ટેસ્ટમાં વધારે સફળતા મેળવી નથી. પહેલા ભારતે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી ગુમાવી હતી. આ પછી, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ભારત ફરીથી સિરીઝ હારી ગયું અને પરિણામે, ભારત પહેલી વાર ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પહોંચવાથી વંચિત રહ્યું. ટીમ કોઈક રીતે ઇંગ્લેન્ડમાં શ્રેણી ડ્રો કરવામાં સફળ રહી પરંતુ ફેન્સ તેનાથી પણ નાખુશ રહ્યા.

એક યુઝરે લખ્યું, “જો તમે ગૌતમ ગંભીરને ભારતનો સૌથી ખરાબ કોચ માનો છો, તો આ ટ્વીટને લાઈક કરો.” બીજા યુઝરે લખ્યું, “શમીને હટાવવામાં આવ્યો. વિરાટ અને રોહિતને નિવૃત્તિ લેવી પડી. ગંભીર તેના નજીકના મિત્રોને કોચિંગ સ્ટાફમાં લઈને આવ્યો. સરફરાઝ અને શ્રેયસને પણ ટીમમાંથી હટાવવામાં આવ્યા. કોચ ગૌતમ ગંભીર વિશે કોઈ કેમ વાત નથી કરી રહ્યું?”

આ પણ વાંચો: IND vs SA: હારના 3 સૌથી મોટા કારણ! કોલકાતામાં ટીમ ઈન્ડિયાની શરણાગતિ, 1000 વિકેટ લેનાર બોલર આખી ટીમ પર ભારે પડ્યો