IND vs SA : Ishan Kishan એ છગ્ગો ફટકારતા આફ્રિકન બોલર ઉગ્ર બન્યો, વીડિયો થયો વાયરલ

|

Jun 15, 2022 | 3:42 PM

Cricket : ઇશાન કિશને (Ishan Kishan) ત્રીજી T20માં શાનદાર ઇનિંગ રમી અને ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) સાથે મળીને ટીમ ઇન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી હતી. આ દરમિયાન ઈશાન કિશનની આફ્રિકન બોલર સાથે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.

IND vs SA : Ishan Kishan એ છગ્ગો ફટકારતા આફ્રિકન બોલર ઉગ્ર બન્યો, વીડિયો થયો વાયરલ
Ishan Kishan (PC: BCCI)

Follow us on

ટીમ ઈન્ડિયા (Team India) ના યુવા ઓપનર ઈશાન કિશન (Ishan Kishan) દક્ષિણ આફ્રિકા (Cricket South Africa) સામે રમાયેલી ત્રીજી ટી20માં પૂરા રંગમાં જોવા મળ્યો હતો. ઈશાન કિશને માત્ર 34 બોલમાં આક્રમક 54 રન બનાવ્યા હતા. જેમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાનો સામેલ થાય છે. પરંતુ આ ઈનિંગ દરમિયાન ઈશાન કિશનની દક્ષિણ આફ્રિકાના ખેલાડી સાથે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.

વાસ્તવમાં ઈશાન કિશન બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેની ટક્કર દક્ષિણ આફ્રિકાના બોલર તબરેઝ શમ્સી સાથે થઈ હતી. આ બધું ત્યારે થયું જ્યારે ટીમ ઈન્ડિયાની ઈનિંગની નવમી ઓવર ચાલી રહી હતી અને ઈશાન કિશને તેની ઓવરમાં છગ્ગો ફટકાર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય

ત્યાર બાદ તબરેઝ શમ્સી (Tabraiz Shamsi) એ ઈશાન કિશન (Ishan Kishan) ને કંઈક કહ્યું, જેનો તેણે પણ વળતો જવાબ આપ્યો હતો. ઈશાન કિશન અને તબરેઝ શમ્સી વચ્ચેની આ જોરદાર દલીલનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ (Virat Video) થઈ રહ્યો છે.

 

તમને જણાવી દઈએ કે, ઈશાન કિશન સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી આ સિરીઝમાં સારા ટચમાં છે અને સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. ઈશાન કિશને શ્રેણીમાં અત્યાર સુધી 3 મેચ રમી છે. જેમાં તેણે 164 રન બનાવ્યા છે. ઈશાન કિશને સિરીઝમાં અત્યાર સુધી બે અડધી સદી પણ ફટકારી છે.

બુધવારે વિશાખાપટ્ટનમમાં રમાયેલી ત્રીજી T20માં ઈશાન કિશને ઋતુરાજ ગાયકવાડ સાથે મળીને 97 રનની તોફાની ભાગીદારી કરી હતી. ઈશાન કિશને 54 અને ઋતુરાજ ગાયકવાડે 57 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સના આધારે ટીમ ઇન્ડિયાએ 179 રન બનાવ્યા હતા.

 


ટીમ ઇન્ડિયાએ હરીફ ટીમ સાઉથ આફ્રિકાને 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ સાઉથ આફ્રિકાની ટીમ 131 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી હર્ષલ પટેલે ચાર અને યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) એ ત્રણ વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલના શાનદાર પ્રદર્સનને પગલે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

Next Article