IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીમાં શિખર ધવન સંભાળશે ટીમ ઈન્ડિયાનુ સુકાન, 3 ખેલાડીઓને પ્રથમવાર મોકો

|

Oct 02, 2022 | 7:43 PM

BCCI એ રવિવારે દક્ષિણ આફ્રિકા સામેની 3 મેચની ODI શ્રેણી માટે ભારતીય ટીમ (Indian Cricket Team) ની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયામાં પ્રથમ વખત 2 ખેલાડીઓને તક આપવામાં આવી છે

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીમાં શિખર ધવન સંભાળશે ટીમ ઈન્ડિયાનુ સુકાન, 3 ખેલાડીઓને પ્રથમવાર મોકો
Shikhar Dhawan વનડે શ્રેણીમાં સુકાન સંભાળશે

Follow us on

હાલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે T20 સિરીઝ રમાઈ રહી છે. આ પછી, બંને વચ્ચે 3 મેચની ODI શ્રેણી રમાશે અને આ શ્રેણી માટે રવિવારે BCCI એ ભારતીય ટીમ (Indian Cricket Team) ની જાહેરાત કરી છે. વનડે ટીમની કપ્તાની શિખર ધવન (Shikhar Dhawan) ને સોંપવામાં આવી છે, જ્યારે ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ભારતીય ટીમમાં પ્રથમ વખત 2 ખેલાડીઓને તક આપવામાં આવી છે. આગામી ગુરુવાર એટલે કે 6 ઓક્ટોબરથી વનડે શ્રેણી શરૂ થશે.

મુકેશ કુમાર, રજત પાટીદાર અને શાહબાઝ અહેમદના નામોએ ચોંકાવી દીધા છે. આ સાથે મોહમ્મદ શમી પર પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. મુકેશ કુમાર અને રજત પાટીદાર માટે ટીમ ઈન્ડિયાના દરવાજા ખુલી ગયા છે. બંનેને પહેલીવાર તક મળી. શાહબાઝની પ્રથમ વખત વનડે ટીમમાં પસંદગી કરવામાં આવી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

ટી-20ના રિઝર્વ 3 ખેલાડીઓ પણ ટીમમાં સામેલ

દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીમાં પણ એવા 3 નામ છે, જેઓ થોડા દિવસો પછી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે રિઝર્વ ખેલાડીઓની યાદીમાં સામેલ છે. T20 વર્લ્ડ કપ માટે 4 ખેલાડીઓને રિઝર્વમાં રાખવામાં આવ્યા છે, જે 3 ખેલાડી શ્રેયસ અય્યર, દીપક ચહર અને રવિ બિશ્નોઈ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી રમશે.

મોહમ્મદ શમી બહાર

મોહમ્મદ શમીને દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી માટે ટીમમાં તક આપવામાં આવી નથી. આવી સ્થિતિમાં એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે તે ટીમ ઈન્ડિયા સાથે વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા જઈ શકે છે, કારણ કે તે સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે. વાસ્તવમાં, શમી કોરોનાને કારણે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાંથી બહાર હતો, પરંતુ હવે તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે.

 

IND vs SA વન ડે શ્રેણી શેડ્યૂલ
તારીખ મેચ સ્થળ
6, ઓક્ટોબર પ્રથમ મેચ લખનૌ
9, ઓક્ટોબર બીજી મેચ રાંચી
11, ઓક્ટોબર ત્રીજી મેચ દિલ્લી

ભારતીય ટીમ

શિખર ધવન (કેપ્ટન), શ્રેયસ ઐયર (વાઈસ કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, રજત પાટીદાર, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન, સંજુ સેમસન, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, અવેશ ખાન, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર

 

Published On - 7:35 pm, Sun, 2 October 22

Next Article