IND vs SA: ટીમ ઇન્ડિયાનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ સંકટમાં, એક સપ્તાહ મોડી શરુ થઇ શકે છે સિરીઝ

|

Dec 02, 2021 | 1:20 PM

ભારતે દક્ષિણ આફ્રિકામાં ત્રણ ટેસ્ટ, ત્રણ વનડે અને ચાર T20 મેચ રમવાની છે. આ પ્રવાસ લગભગ ત્રણ વર્ષ પછી થઈ રહ્યો છે.

IND vs SA: ટીમ ઇન્ડિયાનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ સંકટમાં, એક સપ્તાહ મોડી શરુ થઇ શકે છે સિરીઝ
Indian Cricket Team

Follow us on

ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ (India Tour Of South Africa) એક સપ્તાહ પાછળ ધકેલાઇ શકે છે. આ અંગે BCCI અને ક્રિકેટ સાઉથ આફ્રિકા વચ્ચે વાતચીત ચાલી રહી છે. દક્ષિણ આફ્રિકા (Cricket South Africa) સહિત આફ્રિકન મહાદ્વીપના ઘણા દેશોમાં, કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron) મળવાને કારણે, ભારત-દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં સંકટ છે. આ કારણે પ્રવાસને આગળ વધારી શકાય એમ લાગી રહ્યુ છે. જો કે હજુ સુધી પ્રવાસ કેન્સલ થવાની કોઈ શક્યતા નથી. ભારત A ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકામાં છે અને ત્યાં બીજી બિનસત્તાવાર ટેસ્ટ રમી રહી છે. BCCI એ પણ આ પ્રવાસ રદ કર્યો નથી.

ભારતીય ટીમ 9 ડિસેમ્બરે ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા દક્ષિણ આફ્રિકા જવાની હતી. મીડિયા અહેવાલ મુજબ ટીમની પ્રસ્થાન પર રોક લગાવી દેવામાં આવી છે. સાથે જ ટીમની પસંદગી પણ હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે.

કાનપુરમાં ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ પછી જ ટીમની પસંદગીની બેઠક યોજાવાની હતી. ટીમ ઈન્ડિયાના પ્રવાસને આગળ વધારવા માટે BCCI દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડ સાથે ગંભીરતાથી વાત કરી રહ્યું છે. મંત્રણામાં રસ્તો નીકળ્યા બાદ જ ટીમ સિલેક્શનની બેઠક યોજાશે અને પ્રસ્થાનની નવી તારીખ બહાર આવશે. ત્યાં સુધી ખેલાડીઓ ઘરે રહી શકશે. ભારતની ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી 8 ડિસેમ્બરે સમાપ્ત થશે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

 

ટીમ ઈન્ડિયા ત્રણ વર્ષ બાદ દક્ષિણ આફ્રિકા જશે

ભારતે દક્ષિણ આફ્રિકામાં ત્રણ ટેસ્ટ, ત્રણ વનડે અને ચાર ટી-20 મેચ રમવાની છે. આ પ્રવાસ લગભગ ત્રણ વર્ષ પછી થઈ રહ્યો છે. આ હેઠળ, જો ટેસ્ટ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે, તો ODI શ્રેણી સુપર લીગમાં આવશે. અગાઉ 2018માં ભારતે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. ભારતે તાજેતરમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. ત્યારબાદ ભારતીય છાવણીમાં કોરોના કેસ સામે આવતા માન્ચેસ્ટરમાં પાંચમી ટેસ્ટ મોકૂફ રાખવી પડી હતી. આ ટેસ્ટ હવે વર્ષ 2022 માં રમાડવાનુ નક્કી કરવામાં આવ્યું છે.

 

દક્ષિણ આફ્રિકા સૌથી જોખમી દેશની શ્રેણીમાં

ઓમિક્રોન વેરિઅન્ટ સામે આવ્યા બાદ ભારતે ટ્રાવેલ એડવાઈઝરીમાં દક્ષિણ આફ્રિકાને જોખમી દેશની શ્રેણીમાં મૂક્યું છે. 30 નવેમ્બરે ઓલિમ્પિકમાં જેવલિનમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાનું સાઉથ આફ્રિકા જવાનુ રદ કરવામાં આવ્યું હતું. ત્યાં તે તાલીમ અને તૈયારી માટે જઇ રહ્યો હતો. પરંતુ કોરોનાના કેસને કારણે તે જઇ શક્યો નથી. આ પહેલા નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાનો તેનો પ્રવાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. તેણે આ નિર્ણય યુરોપિયન દેશોના પ્રવાસ પ્રતિબંધને કારણે લીધો હતો.

1 ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકામાં કોરોનાના 8561 નવા કેસ નોંધાયા હતા. જો કે, આમાંથી કેટલા કેસ ઓમિક્રોનના છે તે જણાવવામાં આવ્યું ન હતું.

 

આ પણ વાંચોઃ IPL 2022: ધોનીના આ 5 મેચ વિનર ખેલાડીઓને ફરીથી ટીમમાં લેવા માટે કરોડો રુપિયા લગાવી દેશે ચેન્નાઇ સુપર કિંગ્સ!

 

આ પણ વાંચોઃ Peng Shuai: ચીનને લાગ્યો મોટો ઝટકો, પેંગ શુઆઇ સેક્સ્યુઅલ એસોલ્ટ કેસ મામલે WTA એ તમામ ટૂર્નામેન્ટ સસ્પેન્ડ કરી દીધી

Published On - 1:16 pm, Thu, 2 December 21

Next Article