Peng Shuai: ચીનને લાગ્યો મોટો ઝટકો, પેંગ શુઆઇ સેક્સ્યુઅલ એસોલ્ટ કેસ મામલે WTA એ તમામ ટૂર્નામેન્ટ સસ્પેન્ડ કરી દીધી

35 વર્ષીય પેંગ શુઆઈ (Peng Shuai) એ ડબલ્સમાં વિમ્બલ્ડન અને ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યા છે. નવેમ્બરમાં, તેણે શાસક કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાના વરિષ્ઠ નેતા પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો.

Peng Shuai: ચીનને લાગ્યો મોટો ઝટકો, પેંગ શુઆઇ સેક્સ્યુઅલ એસોલ્ટ કેસ મામલે WTA એ તમામ ટૂર્નામેન્ટ સસ્પેન્ડ કરી દીધી
Peng Shuai
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 12:32 PM

વિમેન્સ પ્રોફેશનલ ટેનિસ ટૂરે (Women’s Professional Tennis Tour) ચીનમાં યોજાનારી તમામ ટેનિસ ટુર્નામેન્ટને સ્થગિત કરી દીધી છે. ચીનની મહિલા ટેનિસ ખેલાડી પેંગ શુઆઈ (Peng Shuai) ની સુરક્ષાને લઈને ઉભા થઈ રહેલા પ્રશ્નો વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પેંગ શુઈએ ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતા પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી તે જાહેરમાં જોવા મળી નથી. ત્યારથી તેની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે.

WTAના અધ્યક્ષ અને CEO સ્ટીવ સિમોને કહ્યું કે ચીનમાં ટૂર્નામેન્ટ સ્થગિત થવાથી કરોડો રૂપિયાનું નુકસાન થશે, પરંતુ આ નિર્ણયને બધાનું સમર્થન છે. વિશ્વના નંબર વન પુરુષ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ અને વિમેન્સ ટુરના સ્થાપક બિલી જીન કિંગે પણ આ પગલાને સમર્થન આપ્યું છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

સ્ટીવ સિમોને એક નિવેદન જારી કરીને સસ્પેન્શનની જાણકારી આપી હતી. હું ચીન અને હોંગકોંગમાં યોજાનારી તમામ WTA ટુર્નામેન્ટને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાની જાહેરાત કરું છું, તેમણે કહ્યું. જ્યારે પેંગ શુઆઈને મુક્તપણે બોલવાની મંજૂરી આપવામાં આવતી નથી અને જાતીય હુમલાના આરોપોથી પીછેહઠ કરવા માટે દબાણ કરવામાં આવે છે, ત્યારે મને નથી લાગતું કે અમારા એથ્લેટ્સ ત્યાં સ્પષ્ટ મન સાથે રમી શકશે. ત્યાંની વર્તમાન પરિસ્થિતિને જોતાં, હું ખૂબ જ ચિંતિત છું કે 2022માં ચીનમાં ટુર્નામેન્ટ યોજવાથી અમારા ખેલાડીઓ અને સ્ટાફ જોખમમાં આવી શકે છે.

સિમોને આગળ કહ્યુ

અમે જાણીએ છીએ કે પેંગ ક્યાં છે પરંતુ મને ગંભીર શંકા છે કે તે મુક્ત, સલામત અને કોઈ દબાણ હેઠળ નથી. જો આપણે આ બાબતથી દૂર જઈએ તો તેનો અર્થ એ છે કે આપણે વિશ્વને સંદેશ આપી રહ્યા છીએ કે જાતીય હુમલાના મામલાઓ પર ધ્યાન ન આપો અને મામલાની ગંભીરતા ન સમજો.

નવેમ્બરમાં પેંગ શુઈએ આક્ષેપો કર્યા હતા

WTA ની આ વર્ષે ચીનમાં 11 ઈવેન્ટ્સનું આયોજન કરવાની યોજના હતી. પરંતુ કોરોનાને કારણે ટૂર્નામેન્ટ અન્ય જગ્યાએ યોજવામાં આવી હતી અથવા રદ કરવામાં આવી હતી. 2022 નું શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. અગાઉ 2019માં ચીનમાં $30 મિલિયનની ઈનામી રકમ સાથે કુલ 10 ઈવેન્ટ્સ યોજાઈ હતી. 35 વર્ષીય પેંગ શુઆઈએ ડબલ્સમાં વિમ્બલ્ડન અને ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યા છે. થોડા સમય પહેલા તેણે 70 વર્ષના ભૂતપૂર્વ વાઈસ પ્રીમિયર ઝેંગ ગાવલી પર આરોપ લગાવ્યો હતો કે તેમણે તેને સેક્સ માટે દબાણ કર્યું હતું.

આરોપો સપાટી પર આવ્યા પછી લગભગ બે અઠવાડિયા સુધી પેંગ જોવા મળી ન હતી. પેંગના આરોપો બાદ ચીનમાં પહેલીવાર #MeToo હેઠળ કમ્યુનિસ્ટ પાર્ટીના કોઈ મોટો વ્યક્તિ કઠેડામાં આવી હતી. તેણે 2 નવેમ્બરે આ આરોપો લગાવ્યા હતા. પરંતુ થોડા સમય પછી તેને ઇન્ટરનેટ પરથી હટાવી દેવામાં આવી અને તે જાહેર જીવનમાંથી ગાયબ થઈ ગઈ. ત્યારબાદ તે બેઈજિંગમાં ટેનિસ ઈવેન્ટમાં જોવા મળી હતી. 21 નવેમ્બરના રોજ, તેણે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના વડા થોમસ બાચ સાથે વિડીયો કોલ પર વાત કરી.

આ પણ વાંચોઃ IPL 2022: ધોનીના આ 5 મેચ વિનર ખેલાડીઓને ફરીથી ટીમમાં લેવા માટે કરોડો રુપિયા લગાવી દેશે ચેન્નાઇ સુપર કિંગ્સ!

આ પણ વાંચોઃ IND vs NZ: મુંબઇમાં કમોસમી વરસાદ બીજી ટેસ્ટમાં બની શકે છે વિલન, નિર્ણાયક ટેસ્ટની પિચ પર પડી શકે છે અસર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">