
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની પહેલી મેચ કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પોતાના પ્લેઈંગ 11 અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન ફરી એકવાર પ્લેઈંગ 11માં સ્થાન ગુમાવ્યું છે. અન્ય ત્રણ ખેલાડીઓને પણ પ્લેઈંગ 11 માંથી બહાર કરવામાં આવ્યા છે.
ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાં વિકેટકીપર-બેટ્સમેન જીતેશ શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના કારણે સંજુ સેમસનને ફરી સ્થાન ન મળ્યું. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેને બેન્ચ પર જ રાખવામાં આવ્યો હતો, અને હવે દક્ષિણ આફ્રિકા સામે પણ આવી જ સ્થિતિ ઉભી થઈ છે. સંજુ સેમસન ઉપરાંત કુલદીપ યાદવ, હર્ષિત રાણા અને વોશિંગ્ટન સુંદર પણ આ મેચનો ભાગ નથી.
શુભમન ગિલ અભિષેક શર્મા સાથે ઈનિંગની શરૂઆત કરશે. શુભમન ગિલ ઈજા બાદ વાપસી કરી રહ્યો છે. તિલક વર્મા પણ પોતાનું સ્થાન નિશ્ચિત કરવામાં સફળ રહ્યો છે. સૂર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્વ કરશે. જીતેશ શર્મા વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે. હાર્દિક પંડ્યા પણ ઈજામાંથી સ્વસ્થ થઈને ટીમમાં પાછો ફર્યો છે. શિવમ દુબે પણ પ્લેઈંગ ઈલેવનનો ભાગ છે. અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તી સ્પિન વિભાગ સંભાળશે. અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહ ફાસ્ટ બોલિંગ જોડી હશે.
Presenting #TeamIndia‘s Playing XI for the 1⃣st T20I
Updates ▶️ https://t.co/tiemfwcNPh #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/Dtr31OTdE3
— BCCI (@BCCI) December 9, 2025
અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ.
ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), એઈડન માર્કરામ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ડોનોવન ફરેરા, માર્કો યાનસેન, કેશવ મહારાજ, લુથો સિપામલા, લુંગી એનગિડી, એનરિક નોર્કિયા.
આ પણ વાંચો: IPL Auction: પાકિસ્તાની મૂળના ખેલાડીને IPL 2026 મીની ઓક્શનમાં ભાગ લેવા BCCI એ આપી મંજૂરી
Published On - 6:58 pm, Tue, 9 December 25