IND vs SA: કોચ રાહુલ દ્રવિડે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપની કરી પ્રશંસા, કોહલી-રોહિત-રાહુલને આપ્યો જડબાતોડ જવાબ

|

Jun 08, 2022 | 7:22 AM

Cricket : દક્ષિણ આફ્રિકા (Cricket South Africa) ની ક્રિકેટ ટીમ હાલ ભારતના પ્રવાસે છે. અહીં તેને ટીમ ઈન્ડિયા સાથે 5 T20 મેચોની સીરીઝ રમવાની છે. આ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય કોચ રાહુલ દ્રવિડે (Rahul Dravid) મહત્વની વાતો કહી.

IND vs SA: કોચ રાહુલ દ્રવિડે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપની કરી પ્રશંસા, કોહલી-રોહિત-રાહુલને આપ્યો જડબાતોડ જવાબ
Hardik Pandya and Virat Kohli (File Photo)

Follow us on

ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે આવતીકાલથી 5 T20 મેચોની સિરીઝ શરૂ થશે. પ્રથમ મેચ 9 જૂને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ પહેલા ટીમ ઈન્ડિયા (Team India) ના કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) એ આઈપીએલમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની કેપ્ટનશિપની પ્રશંસા કરી હતી. આ સાથે કોચ રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયા (Team India) ના ટોપ-3 બેટ્સમેન કેપ્ટન રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલીને પણ જડબાતોડ જવાબ આપ્યો છે. તેણે કહ્યું કે ટોપ-3 બેટિંગ ઓર્ડરમાં કોઈ ફેરફાર થશે નહીં. આ ત્રણેય દિગ્ગજ છે અને તેમનામાં વિશ્વાસ અકબંધ રહેશે.

સારી વાત એ છે કે હાર્દિક પંડ્યાએ બોલિંગ શરૂ કરી દીધી છે

હાર્દિક પંડ્યા વિશે કોચ રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘હું થોડા સમય પહેલા હાર્દિક પંડ્યાને મળ્યો હતો. મને લાગે છે કે IPL 2022 માં હાર્દિકની કેપ્ટન્સી ઘણી સારી રહી હતી. અમારા માટે બીજી સારી વાત એ છે કે હાર્દિકે બોલિંગ શરૂ કરી દીધી છે. આનાથી ટીમને બોલિંગના વધુ વિકલ્પો મળશે અને બોલિંગમાં ઊંડાણ ઉમેરાશે. તેનું ફોર્મ સારું છે અને અમે તેની પાસેથી ફિલ્ડિંગ, બોલિંગ અને બેટિંગમાં વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખી શકીએ છીએ.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

 

જાણો, કોહલી, રોહિત અને લોકેશ રાહુલને લઇને શું કહ્યું

કોચ રાહુલ દ્રવિડે કહ્યું, ‘અમે અમારા ટોપ-3 ખેલાડીઓ વિશે જાણીએ છીએ. તેનું સ્તર પણ જાણીએ છીએ. ત્રણેય વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ છે. અમારી નજર સકારાત્મક વલણ સાથે શરૂઆત કરવા પર અને પરિસ્થિતિ અનુસાર રમવા પર રહેશે. ખેલાડીઓએ મોટી મેચોમાં તેમનો સ્ટ્રાઈક રેટ વધુ સારો રાખવાની જરૂર છે. તમે પણ તમારા ખેલાડીઓ પાસેથી તે જ ઈચ્છો છો. પરંતુ જો વિકેટ ખરાબ હોય છે અને તો તેને ટકાવી રાખવી મુશ્કેલ છે. તેથી તમે ઈચ્છો છો કે ખેલાડીઓ પીચ પર રહે અને રમે.

ટી20 સીરિઝ માટે બંને ટીમના ખેલાડીઓઃ

સાઉથ આફ્રિકાના ટીમઃ ટેમ્બા બાવુમા (સુકાની), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રીઝા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એઈડન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી એનગીડી, એનરિક નોર્કિયા, વેઈન પાર્નેલ, ડ્વેન પ્રિટોરિયસ, કાગીસો રબાડા, તબારીઝ શમ્સી, ટ્રિસ્તાન સેન્ટ, ડેવિડ સેન્ટ, ડેવિડ માર્કો જેન્સેન.

ટીમ ઇન્ડિયાઃ કેએલ રાહુલ (સુકાની), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન(વિકેટકીપર), દીપક હુડા, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વાઈસ-કેપ્ટન, વિકેટકીપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનવર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક.

Next Article