IND vs SA: કેપ્ટન ઋષભ પંતે જણાવ્યું ટીમ ઈન્ડિયાની સતત બીજી હારનું કારણ, કહ્યું ક્યાં હારી ગયા મેચ

|

Jun 13, 2022 | 7:06 AM

India vs South Africa: દક્ષિણ આફ્રિકા (Cricket South Africa) સામેની શ્રેણીમાં ભારતને સતત બીજી વખત હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે (Team India) બીજી મેચમાં 4 વિકેટે હાર્યું હતું.

IND vs SA: કેપ્ટન ઋષભ પંતે જણાવ્યું ટીમ ઈન્ડિયાની સતત બીજી હારનું કારણ, કહ્યું ક્યાં હારી ગયા મેચ
Rishabh Pant (PC: BCCI)

Follow us on

દક્ષિણ આફ્રિકા (Cricke South Africa) સામેની T20 શ્રેણીની બીજી મેચમાં ભારત (Team India) ને 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. કટકમાં રમાયેલી આ મેચ બાદ ભારતીય કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) એ ટીમની હારનું કારણ જણાવ્યું હતું. રિષભ પંતે કહ્યું કે, તેમની ટીમ 10-15 રન ઓછા બનાવ્યા હતા. તેણે બોલિંગ યુનિટ પર પણ નિવેદન આપ્યું હતું. આ મેચમાં ભારતે 149 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ 18.2 ઓવરમાં આ લક્ષ્યાંક મેળવી લીધો હતો. દક્ષિણ આફ્રિકાના હેનરિક ક્લાસને તોફાની ઇનિંગ્સ રમી હતી.

અમે 10-15 રમ ઓછા કર્યાઃ રિષભ પંત

ટીમ ઈન્ડિયાની હાર બાદ સુકાની રિષભ પંતે કહ્યું કે, ”અમે 10-15 રન ઓછા કરી શક્યા. ભુવનેશ્વરની સાથે બાકીના ફાસ્ટ બોલરોએ શરૂઆતની 7-8 ઓવરમાં સારી બોલિંગ કરી હતી. પરંતુ તે પછી અમે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નહીં. બીજા હાફમાં અમને વિકેટની જરૂર હતી. પરંતુ અમે વિકેટ ન લઈ શક્યા.”

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

 


રિષભ પંતે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, “હેનરિક ક્લાસન અને બાવુમાએ ખરેખર સારી બેટિંગ કરી. અમે સારી બોલિંગ કરી અને આગામી મેચમાં તેમાં વધુ સુધારો કરીશું. હવે અમારે બાકીની ત્રણેય મેચ જીતવી પડશે.”

 

 

મહત્વનું છે કે, કટકમાં રમાયેલી T20 મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા. આ દરમિયાન શ્રેયસ અય્યરે 35 બોલમાં 40 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં બે ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે દિનેશ કાર્તિક 30 રન બનાવી અણનમ રહ્યો હતો. તેણે 21 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. જવાબમાં આફ્રિકાની ટીમે 18.2 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. આફ્રિકા તરફથી ક્લાસને 81 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

Next Article