IND vs SA : ભારત સામેની T20 સિરીઝ માટે દક્ષિણ આફ્રિકાની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળી જગ્યા

|

May 17, 2022 | 6:55 PM

South Africa Tour to India : દક્ષિણ આફ્રિકાએ ભારત (Team India) સામેની T20 શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. પાંચ મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચ 9 જૂને નવી દિલ્હીમાં રમાશે.

IND vs SA : ભારત સામેની T20 સિરીઝ માટે દક્ષિણ આફ્રિકાની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળી જગ્યા
Cricket South Africa and Team India

Follow us on

દક્ષિણ આફ્રિકાએ (Cricket South Africa) ભારત (Team India) સામે આવતા મહિને રમાનારી T20 શ્રેણી માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. યુવા ખેલાડી ટ્રિસ્ટન સ્ટબ્સને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. જે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) નો ભાગ છે. ખાસ વાત એ છે કે ગયા વર્ષે ICC T20 વર્લ્ડ કપ બાદ સાઉથ આફ્રિકાની ટીમ પહેલીવાર T20 ઈન્ટરનેશનલ રમવા જઈ રહી છે.

21 વર્ષીય યુવા ખેલાડી ટ્રિસ્ટન સ્ટબ્સે ક્રિકેટ સાઉથ આફ્રિકા (Cricket South Africa) T20 ચેલેન્જમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. તેણે 7 ઇનિંગ્સમાં 293 રન બનાવ્યા હતા. જેમાં 23 છગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 183.12 નો રહ્યો હતો. તે ઝિમ્બાબ્વે પ્રવાસ માટે દક્ષિણ આફ્રિકા-A ટીમનો પણ ભાગ હતો. ત્યાર બાદ તેને ચાલી રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ટીમમાં નોર્કિયાની પણ વાપસી થઇ

હિપની ઈજામાંથી સાજા થયેલા ફાસ્ટ બોલર એનરિક નોર્કિયાની સાથે બેટ્સમેન રીઝા હેન્ડ્રીક્સ અને હેનરિક ક્લાસેનને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. નોર્કિયા હાલમાં IPL 2022 માં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) તરફથી રમી રહ્યો છે. પાર્નેલ પણ 2017 પછી પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાની T20 ટીમમાં પરત ફર્યો છે.

 

9 જુને રમાશે પહેલી મેચ

કેશવ મહારાજ અને T20 રેન્કિંગના નંબર વન બોલર તબરેઝ શમ્સી ઉપરાંત દક્ષિણ આફ્રિકાની ટીમમાં ક્વિન્ટન ડી કોક, એઈડન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી એનગિડી, ડ્વેન પ્રિટોરિયસ, કાગીસો રબાડા, રસી વાન ડર જેવા આઈપીએલમાં રમી ચૂકેલા ખેલાડીઓ પણ સામેલ કરવામાં આવ્યો છે. પાંચ મેચની T20I શ્રેણી 9 જૂને નવી દિલ્હીમાં શરૂ થશે. ત્યાર બાદ કટક (12 જૂન), વિશાખાપટ્ટનમ (14 જૂન), રાજકોટ (17 જૂન) અને બેંગલુરુ (19 જૂન) માં મેચો રમાશે.

 

ટીમ ઇન્ડિયા સામેની T20I શ્રેણી માટે સાઉથ આફ્રિકાની ટીમ આ પ્રમાણે છેઃ

ટેમ્બા બાવુમા (સુકાની), ક્વિન્ટન ડી કોક, રીઝા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એઈડન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી એનગિડી, એનરિક નોર્કિયા, વેઈન પાર્નેલ, ડ્વેન પ્રિટોરિયસ, શબારસી, શબારસી , ટ્રિસ્ટન સ્ટબ્સ, રાસી વેન ડેર ડ્યુસેન, માર્કો જેન્સેન.

Published On - 6:18 pm, Tue, 17 May 22

Next Article