IND vs SA: વિરાટ કોહલીની ભૂલ પર ટીમ ઇન્ડિયાના બેટીંગ કોચને કોઇ સમસ્યા નથી, કહી આશ્વર્યભરી વાત!

|

Dec 30, 2021 | 8:24 AM

સેન્ચુરિયન ટેસ્ટ (Centurion Test) ની બીજી ઇનિંગમાં ફ્લોપ વિરાટ કોહલી (Virat Kohli), 18 રન બનાવીને આઉટ થયો, ડ્રાઇવ રમીને વિકેટ ગુમાવી.

IND vs SA: વિરાટ કોહલીની ભૂલ પર ટીમ ઇન્ડિયાના બેટીંગ કોચને કોઇ સમસ્યા નથી, કહી આશ્વર્યભરી વાત!
Virat Kohli

Follow us on

સેન્ચુરિયન ટેસ્ટ (Centurion Test) ના ચોથા દિવસે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ફરી એકવાર પોતાના ખોટા શોટના કારણે ચર્ચામાં આવ્યો હતો. માર્કો યેન્સન (Marco Jansen) ના ઑફ-સ્ટમ્પની બહારના બોલ પર ડ્રાઇવ રમીને વિરાટ કોહલીએ પોતાની વિકેટ ગુમાવી હતી. વિરાટ કોહલીના આ શોટની ઘણી ટીકા થઈ હતી. જો કે ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોડ (Vikram Rathour) ભારતીય કેપ્ટનના આ શોટથી ચિંતિત નથી.

વિક્રમ રાઠોડનું માનવું છે કે વિરાટ કોહલીએ ડ્રાઇવ કરવામાં સંકોચ ન કરવો જોઈએ કારણ કે તેણે ઘણા રન બનાવ્યા છે. પરંતુ આ માટે તેણે યોગ્ય બોલ પસંદ કરવો જોઈએ. કોહલી કવર ડ્રાઇવ અથવા ઓફ ડ્રાઇવ કરવાના પ્રયાસમાં વિકેટ પાછળ કેચ આપી રહ્યો છે અને તેથી આ સંદર્ભમાં રાઠોડને સવાલ કરવામાં આવ્યો હતો.

દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચના ચોથા દિવસની રમત સમાપ્ત થયા બાદ રાઠોડે કહ્યું, ‘વિરાટે આ શોટ વડે ઘણા રન બનાવ્યા છે અને આ રન-સ્કોરર છે. તેણે તે શોટ રમવો જોઈએ પરંતુ મને લાગે છે કે તમારી મજબૂત બાજુ જે છે તે તમારી નબળાઈ પણ બની જાય છે. આ શોટ રમતી વખતે તેણે વધુ સારો બોલ પસંદ કરવો જોઈએ.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

વિરાટ 11 વખત ડ્રાઈવ રમીને આઉટ થયો

છેલ્લા ત્રણ વર્ષમાં વિરાટ કોહલી ઓફ-સ્ટમ્પની બહારના બોલને ફટકારવાના મામલામાં 11 વખત આઉટ થયો છે. સેન્ચુરિયન ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં તેણે 10મા સ્ટમ્પના બોલ પર શોટ રમવાનો પ્રયાસ કર્યો અને તેની વિકેટ ગુમાવી દીધી. બીજી ઇનિંગ્સમાં પણ તે 8મી સ્ટમ્પના બોલ સાથે ચેડા કરીને બેઠો હતો. વર્ષની છેલ્લી ટેસ્ટ ઇનિંગ્સમાં પણ વિરાટનું બેટ સદી ફટકારી શક્યું ન હતું. છેલ્લા બે વર્ષથી વિરાટ કોહલી એક પણ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ સદી ફટકારી શક્યો નથી. આ વર્ષે તેની ટેસ્ટ એવરેજ 30 થી ઓછી છે.

 

રહાણે-પુજારાના સમર્થનમાં બેટિંગ કોચ

રન બનાવવા માટે સંઘર્ષ કરી રહેલા ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેને પણ રાઠોડે સપોર્ટ કર્યો હતો. પુજારા-રહાણે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. રહાણે આઉટ થતા પહેલા ખરેખર સારો દેખાતો હતો. પૂજારા પણ સારી લયમાં હતો.

તેણે ભૂતકાળમાં કેટલીક મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી છે, આ દરેક માટે પડકારજનક સ્થિતિ છે. રાઠોડે કહ્યું, ‘તમારે ધીરજ રાખવાની જરૂર છે અને જ્યાં સુધી તેઓ પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે અને પોતાનું સર્વશ્રેષ્ઠ આપી રહ્યા છે ત્યાં સુધી અમને કોચિંગ યુનિટ તરીકે કોઈ સમસ્યા નથી.’

 

આ પણ વાંચોઃ IND vs SA: શાર્દૂલ ઠાકુરે નો બોલ પર ગુમાવી દીધી વિકેટ! કાગિસો રબાડાની ઓવરસ્ટેપિંગ તસ્વીર થઇ વાયરલ, થર્ડ અંપાયર થયા ટ્રોલ

આ પણ વાંચોઃ IPL 2022: અમદાવાદની ટીમનો કોણ હોઇ શકે છે કેપ્ટન, કેએલ રાહુલ કે શ્રેયસ ઐય્યર ? જાણો

Next Article