AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: જો આજે રિઝર્વ ડે માં પણ મેચ ના રમાય તો શું ? ભારત ફાઈનલમાં પહોંચી શકશે ?

ભારત અને પાકિસ્તાન વચ્ચે 10મી સપ્ટેમ્બરે મેચ રમાવાની હતી પરંતુ આ દિવસે વરસાદ આવ્યો અને હવે મેચ રિઝર્વ ડે પર પૂર્ણ થશે, પરંતુ આ દિવસે પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને જોતા ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ્દ થવાની શક્યતા નકારી શકાતી નથી. અને જો આમ થાય તો ભારતે ફાઇનલમાં પહોંચવા માટે સખત મહેનત કરવી પડશે.

IND vs PAK: જો આજે રિઝર્વ ડે માં પણ મેચ ના રમાય તો શું ? ભારત ફાઈનલમાં પહોંચી શકશે ?
IND vs PAK match
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2023 | 8:14 AM
Share

એશિયા કપ-2023માં વરસાદને કારણે ઘણી મુશ્કેલી પડી રહી છે. વરસાદના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે રમાયેલી મેચ પૂર્ણ થઈ શકી ન હતી અને તેને રદ કરવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર-4 મેચ 10 સપ્ટેમ્બરે યોજાવાની હતી, પરંતુ કોલંબોમાં રમાયેલી મેચ પણ વરસાદની સંભાવના હેઠળ હતી અને તેથી જ એશિયન ક્રિકેટ કાઉન્સિલે આ મેચ માટે રિઝર્વ ડેની જોગવાઈ કરી હતી.

વરસાદના કારણે મેચમાં વિક્ષેપ પડ્યો અને મેચ નિર્ધારિત દિવસે પૂર્ણ થઈ શકી ન હતી. હવે આ મેચ રિઝર્વ ડે એટલે કે આજે 11મી સપ્ટેમ્બરે રમાશે. પરંતુ આ મેચમાં પણ ખરાબ હવામાનની સંભાવના છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધવાની સંભાવના છે. સવાલ એ છે કે જો આ મેચ પણ વરસાદના કારણે રિઝર્વ ડે પર ના થઈ શકી તો ભારત માટે ફાઈનલ રમવી મુશ્કેલ થશે.

આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ શાનદાર શરૂઆત કરી હતી. ભારતે 24.1 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. પરંતુ પછી વરસાદ આવ્યો અને મેચ રમી શકાય તેવી સ્થિતિ નહોતી, જેના પછી અમ્પાયરોએ મેચને રિઝર્વ ડે સુધી સ્થગિત કરી દીધી.

જો મેચ રદ થશે તો શું થશે?

જો રિઝર્વ ડે પર મેચ રદ્દ થશે તો ટીમ ઈન્ડિયા માટે ફાઈનલમાં પહોંચવાનો રસ્તો શું હશે ? આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે 12મી સપ્ટેમ્બરે શ્રીલંકા સામે અને 15મી સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામેની મેચ કોઈપણ ભોગે જીતવી સૌથી મહત્વપૂર્ણ રહેશે. જો પાકિસ્તાન સામેની મેચ રદ્દ થશે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે. જો ટીમ ઈન્ડિયા શ્રીલંકા અને બાંગ્લાદેશ સામેની બંને મેચ જીતે છે તો તેના કુલ પાંચ પોઈન્ટ થઈ જશે. આ પછી ટીમ ઈન્ડિયા સરળતાથી ફાઈનલમાં પહોંચી શકે છે.

ભારત-પાકિસ્તાન ફાઈનલ?

પાકિસ્તાન અને શ્રીલંકાએ બાંગ્લાદેશને હરાવીને બે-બે પોઈન્ટ લીધા છે. હાલમાં આ બંને ટીમો ભારત કરતા આગળ છે. જો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ થાય છે, તો પાકિસ્તાનને પણ એક પોઈન્ટ મળશે અને તેના બે મેચમાંથી ત્રણ પોઈન્ટ હશે. પછી તેણે શ્રીલંકા સાથે રમવું પડશે અને જો તે શ્રીલંકાને હરાવશે તો તેને પાંચ પોઈન્ટ મળશે. જો ભારત પણ તેની બંને મેચ જીતી લે છે તો તેના પણ પાંચ પોઈન્ટ થઈ જશે અને આવી સ્થિતિમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે. ત્યારબાદ ફાઈનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે. બંને એક વખત પણ એશિયા કપની ફાઈનલ રમ્યા નથી.

પરંતુ જો શ્રીલંકા પાકિસ્તાનને હરાવશે અને ભારત સામે હારી જશે તો તેના ચાર પોઈન્ટ થઈ જશે. જો પાકિસ્તાન ભારત અને શ્રીલંકા સામે હારી જશે તો ભારત અને શ્રીલંકા ફાઇનલમાં સામસામે આવી શકે છે. ભારત માટેનું ગણિત બહુ સ્પષ્ટ છે. ફાઇનલમાં પહોંચવા માટે તેણે કોઈપણ ભોગે તેની બાકીની બંને મેચ કોઈ પણ ભોગે જીતવી પડશે.

મામલો અહીં અટવાયો

પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં પેચ ફસાઈ શકે છે. જો પાકિસ્તાન તેની બાકીની બે મેચમાંથી એક હારે અને એક જીતે તો તેના ચાર પોઈન્ટ થઈ જશે. તેવી જ રીતે, જો શ્રીલંકા પણ તેની બાકીની બે મેચમાંથી એક હારે છે અને બીજી જીતે છે, તો તેના પણ ચાર પોઈન્ટ થઈ જશે. જો ટીમ ઈન્ડિયા તેની ત્રણમાંથી બે મેચ જીતે છે અને એક હારશે તો આવી સ્થિતિમાં દરેકના ચાર પોઈન્ટ હશે અને પછી મામલો નેટ રન રેટ પર અટકી જશે. આવી સ્થિતિમાં જેનો રન રેટ વધુ સારો હશે તે ફાઇનલમાં જશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">