T20 WC: કોહલીની ‘વિરાટ’ ઈનિંગ જોઈને રવિ શાસ્ત્રીએ કહ્યું ‘બધાને ચૂપ કરી દીધાને’, સિક્સરોની સરખામણી સચિન તેંડુલકરના બેટ સાથે કરી

રવિ શાસ્ત્રીએ કહ્યું કે કોહલીની ઈનિંગ્સ જોઈને તેઓ આશ્ચર્યચકિત નથી. તે આ ઈનિંગની જ રાહ જોઈ રહ્યો હતા. તે જાણતા હતા કે ઓસ્ટ્રેલિયામાં આવું થશે. શાસ્ત્રીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં કોહલીના રેકોર્ડ જુઓ.

T20 WC: કોહલીની 'વિરાટ' ઈનિંગ જોઈને રવિ શાસ્ત્રીએ કહ્યું 'બધાને ચૂપ કરી દીધાને', સિક્સરોની સરખામણી સચિન તેંડુલકરના બેટ સાથે કરી
Virat Kohli and Ravi ShastriImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2022 | 5:48 PM

વિરાટ કોહલી (Virat Kohli) તેના જૂના અંદાજમાં પરત ફર્યો છે. T20 વર્લ્ડ કપ 2022માં (T20 World Cup 2022) તેણે સુપર 12 મેચમાં પાકિસ્તાની બોલરોને જે રીતે હંફાવ્યા છે તે જોઈને દરેક લોકો તેની ઉજવણી કરી રહ્યા છે. કોહલીના ફોર્મને જોવા માટે દરેક ભારતીય કેટલાક સમયથી રાહ જોઈ રહ્યા હતા. લગભગ 3 વર્ષ સુધી ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા કોહલીને ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો, પરંતુ હવે તેણે બેટથી તે તમામ લોકોને જવાબ આપી દીધો છે. કોહલીએ પાકિસ્તાન સામે 82 રનની અણનમ ઈનિંગ રમી હતી. તેની ઈનિંગ જોઈને પૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રીની (Ravi shastri) ખુશીની કોઈ સીમા ન રહી. તેમણે કહ્યું કે કોહલીએ બધાને ચૂપ કરી દીધા, નહીં?

કોહલીની ઈનિંગ્સ જોઈને કોઈ અચંબામાં નથી

ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં શાસ્ત્રીએ કહ્યું કે કોહલીની ઈનિંગ્સ જોઈને તેઓ આશ્ચર્યચકિત નથી. તે આ ઈનિંગની જ રાહ જોઈ રહ્યો હતા. તે જાણતા હતા કે ઓસ્ટ્રેલિયામાં આવું થશે. શાસ્ત્રીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં કોહલીના રેકોર્ડ જુઓ. પીચ તેમના અનુસાર છે. તે હંમેશા અહીંના મેદાન પર અને અહીંના ફેન્સની સામે રમવાનું પસંદ કરે છે. પાકિસ્તાન સામે તેનો રેકોર્ડ પણ શાનદાર હતો અને તક પણ મોટી હતી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

T20 એક ક્લાસિક ટેસ્ટ મેચ

કોહલીએ પોતાની શાનદાર ઈનિંગમાં હરિસ રઉફની ઓવરમાં જે સિક્સર ફટકારી હતી તેણે મેચને ભારતની તરફેણમાં ફેરવી દીધી હતી. શાસ્ત્રીએ તે સિક્સરોની સરખામણી 2003ના વર્લ્ડ કપમાં શોએબ અખ્તરે ફટકારેલી સિક્સર સાથે સચિન તેંડુલકરના બેટ સાથે કરી હતી. પૂર્વ ભારતીય કોચે કહ્યું કે કોહલીની આ સિક્સ લાંબા સમય સુધી તેના મગજમાં રહેશે. તેમણે તેને T20 ક્રિકેટના ઈતિહાસની સર્વશ્રેષ્ઠ મેચ ગણાવી. તેમણે કહ્યું કે પહેલીવાર તેને લાગ્યું કે ટી20 મેચ ક્લાસિક ટેસ્ટ મેચ જેવી છે.

ટ્રોલર્સે કર્યુ ખૂબ દબાણ

વિરાટ કોહલી પર નિશાન સાધનારાઓને પણ શાસ્ત્રીએ જડબાતોડ જવાબ આપ્યો હતો. તેણે કહ્યું કે કોહલીને તેના જીવનનો આનંદ માણવા દો. મીડિયા અને ટ્રોલર્સે તેના પર ઘણું દબાણ કર્યું, પરંતુ તેણે એ પણ બતાવ્યું કે તે કોણ છે. બધાને શાંત કર્યા નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">