IND vs PAK: શુભમન ગિલે અભિષેક શર્માના પિતાના ચરણ સ્પર્શ કર્યા, પાકિસ્તાન સામે મેચ પહેલા લીધા આશીર્વાદ

એશિયા કપ 2025માં પાકિસ્તાન સામેની મેચ પહેલા ભારતીય બેટ્સમેન શુભમન ગિલે તેના મિત્ર અભિષેક શર્માના પિતા પાસેથી આશીર્વાદ લીધા હતા. ટ્રેનિંગ દરમિયાન જ્યારે અભિષેકના પિતા મેદાનમાં આવ્યા ત્યારે ગિલે અભિષેકના પિતાના ચરણ સ્પર્શ કર્યા હતા.

IND vs PAK: શુભમન ગિલે અભિષેક શર્માના પિતાના ચરણ સ્પર્શ કર્યા, પાકિસ્તાન સામે મેચ પહેલા લીધા આશીર્વાદ
shubman gill
Image Credit source: X
| Updated on: Sep 14, 2025 | 6:33 PM

ભારત એશિયા કપ 2025માં પાકિસ્તાનના પડકારનો સામનો કરી રહ્યું છે. આ પડકારને પાર કરવા શુભમન ગિલ ટીમ ઈન્ડિયા માટે એક મહત્વપૂર્ણ હથિયાર છે. એટલે કે ગિલની બેટિંગ ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટો ફરક લાવી શકે છે. પાકિસ્તાન સામેની આ મેચ શુભમન ગિલના કારકિર્દી માટે ખાસ છે.

પાકિસ્તાન સામે મેચ પહેલા ટ્રેનિંગ સેશન

જાન્યુઆરી 2023માં T20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરનાર ગિલ તેની કારકિર્દીમાં પહેલીવાર પાકિસ્તાન સામે T20 મેચ રમતા જોવા મળશે. અને જ્યારે આ પ્રસંગ ખૂબ જ ખાસ હોય છે, ત્યારે વડીલોના આશીર્વાદ જરૂરી બની જાય છે. તેની એક ઝલક દુબઈમાં જોવા મળી, જ્યારે શુભમન ગિલે અર્શદીપ સિંહ સાથે મળીને તેના બાળપણના મિત્ર અને ઓપનિંગ પાર્ટનર અભિષેક શર્માના પિતાના પગ સ્પર્શ કર્યા અને પ્રણામ કર્યા.

પહેલીવાર પાકિસ્તાન સામે T20 રમશે

શુભમન ગિલે પોતાની કારકિર્દીમાં શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, ન્યુઝીલેન્ડ અને યુએઈ સહિત 6 ટીમો સામે અત્યાર સુધીમાં કુલ 22 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. પાકિસ્તાન સાતમી ટીમ હશે જેની સામે ગિલ T20 મેચ રમશે. અને, આ જ કારણ છે કે આ મેચ તેની કારકિર્દી માટે ખાસ બની ગઈ છે. તે શાનદાર પ્રદર્શન સાથે ટીમ ઈન્ડિયાને જીત અપાવીને પાકિસ્તાન સામેની પોતાની T20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂને યાદગાર બનાવવા માંગે છે.

 

અભિષેકના પિતાના ચરણ સ્પર્શ કર્યા

હવે મેચમાં સારા પ્રદર્શન અને જીત માટે આશીર્વાદ મેળવવા જરૂરી છે. ગિલને અભિષેક શર્માના પિતા તરફથી આશીર્વાદ મળ્યા છે. ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશન દરમિયાન, શુભમન ગિલ અને અર્શદીપ સિંહ અભિષેક શર્માના પિતા પાસે ગયા અને તેમના પગ સ્પર્શ કરીને તેમનું અભિવાદન કર્યું. આ દરમિયાન, અભિષેક શર્માના પિતાએ બંને ખેલાડીઓને માત્ર આશીર્વાદ જ નહીં આપ્યા પરંતુ તેમને ગળે પણ લગાવ્યા. આ દરમિયાન અભિષેક શર્મા પણ ત્યાં હાજર હતો.

શુભમન-અભિષેક-અર્શદીપ સારા મિત્રો

શુભમન ગિલ, અર્શદીપ સિંહ અને અભિષેક શર્મા ત્રણેય પંજાબના ખેલાડીઓ છે. ત્રણેય સારા મિત્રો છે. ખાસ કરીને ગિલ અને અભિષેક. જ્યારે અભિષેકના પિતા પ્રેક્ટિસ જોવા માટે મેદાન પર આવ્યા, ત્યારે ગિલે તેમનું સ્વાગત કર્યું અને પાકિસ્તાન સામેની મેચ પહેલા દુનિયાને ભારતની સંસ્કૃતિનો પરિચય કરાવ્યો.

આ પણ વાંચો: IND vs PAK : પાકિસ્તાન સામેની મેચ પહેલા શુભમન ગિલ ઈજાગ્રસ્ત, ટીમ ઈન્ડિયાનું વધ્યું ટેન્શન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો