IND vs PAK: પાકિસ્તાનના ઝડપી બોલરે T20 World Cup માટે બડાઈ હાંકી, મેલબોર્ન મારુ બીજુ ઘર, મારી સામે નહીં રમે શકે

|

Sep 30, 2022 | 10:44 AM

વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) ની મેચ ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચે 23 ઓક્ટોબરે રમાશે, જે ઓસ્ટ્રેલિયાના જાણિતા MCG મેદાન પર યોજાવા જઈ રહી છે.

IND vs PAK: પાકિસ્તાનના ઝડપી બોલરે T20 World Cup માટે બડાઈ હાંકી, મેલબોર્ન મારુ બીજુ ઘર, મારી સામે નહીં રમે શકે
MCG ગ્રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે ટક્કર

Follow us on

T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) ની પોતાની પહેલી જ મેચમાં ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) ફરી એકવાર એકબીજા સાથે ટકરાશે. ગયા વર્ષે પણ બંને ટીમો વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં પાકિસ્તાનનો વિજય થયો હતો. આ વખતે વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં છે અને આ બંને ટીમો વિશ્વ પ્રસિદ્ધ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ એટલે કે MCG માં ટકરાશે. મેચમાં હજુ સમય છે પરંતુ પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રઉફે પોતાની બડાઈઓ હાંકવાની શરુઆત સાથે (Haris Rauf) માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો છે. તેણે ટીમ ઈન્ડિયા પોતાની સામે રમવામાં મુશ્કેલી અનુભવશે એવી બડાઈ ભરી ચેતવણી આપી છે.

ઈંગ્લેન્ડ સામે ટી20 સીરીઝ રમી રહેલા પાકિસ્તાનના મુખ્ય ફાસ્ટ બોલર હારિસ રઉફે ગુરુવારે કહ્યું કે તેણે ભારત સામેની મેચની તૈયારી શરૂ કરી દીધી છે અને દાવો કરી રહ્યો છે કે ટીમ ઈન્ડિયા માટે તેનો સામનો આસાન નહીં હોય. રઉફ આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તે વધુ ખુશ છે કે આ મેચ મેલબોર્નમાં રમાવાની છે.

MCG માં મને નહીં રમી શકે

વાસ્તવમાં, રઉફ કહે છે કે મેલબોર્ન તેના માટે તેના હોમ ગ્રાઉન્ડ જેવું છે. રઉફ ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં મેલબોર્ન સ્ટાર્સનો ભાગ રહી ચૂક્યો છે અને આ ફ્રેન્ચાઈઝીના સારા પ્રદર્શને તેને પાકિસ્તાની ટીમમાં પણ સ્થાન અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વિશે વાત કરતાં રઉફે કહ્યું કે, “જો હું મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકું તો તેમના માટે મને રમવું આસાન નહીં હોય. હું ખૂબ જ ખુશ છું કે આ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર થઈ રહ્યું છે.”

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મેલબોર્ન મારુ ઘર, રણનીતિ પર તૈયારી શરુ

આટલું જ નહીં, રઉફે તો ત્યાં સુધી કહ્યું કે તેણે આ મેચની તૈયારી શરૂ કરી દીધી છે અને ટીમ ઈન્ડિયા સામે બોલિંગ સ્ટ્રેટેજી બનાવી રહ્યો છે. પાકિસ્તાની પેસરે કહ્યું, “હું મેલબોર્ન સ્ટાર્સ માટે રમું છું આ મારું હોમ ગ્રાઉન્ડ છે. હું જાણું છું કે ત્યાં કેવી રીતે રમવું. મેં ભારત સામે કેવી રીતે બોલિંગ કરવી તે પણ રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે ચોથી ટક્કર

ભારત અને પાકિસ્તાન છેલ્લા 10 મહિનામાં ત્રણ વખત ટકરાયા છે અને રઉફ ત્રણેયનો હિસ્સો છે. ભારત-પાકિસ્તાન મેચ પર રઉફે કહ્યું, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ઘણું દબાણ હોય છે. મેં વર્લ્ડ કપમાં તે દબાણ અનુભવ્યું હતું પરંતુ એશિયા કપની છેલ્લી બે મેચોમાં મને તે દબાણ લાગ્યું નહોતું કારણ કે હું જાણતો હતો કે મારે મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે ચોથી ટક્કર

ભારત અને પાકિસ્તાન છેલ્લા 10 મહિનામાં ત્રણ વખત ટકરાયા છે અને રઉફ ત્રણેયનો હિસ્સો છે. ભારત-પાકિસ્તાન મેચ પર રઉફે કહ્યું, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ઘણું દબાણ હોય છે. મેં વર્લ્ડ કપમાં તે દબાણ અનુભવ્યું હતું પરંતુ એશિયા કપની છેલ્લી બે મેચોમાં મને તે દબાણ લાગ્યું નહોતું કારણ કે હું જાણતો હતો કે મારે મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે એક વર્ષમાં આ ચોથી ટક્કર હશે. પાકિસ્તાને છેલ્લે UAE માં T20 વર્લ્ડ કપમાં ભારતને દસ વિકેટથી હરાવ્યું હતું, જે વર્લ્ડ કપમાં ભારત સામે તેની પ્રથમ જીત હતી. આ પછી એશિયા કપના ગ્રુપ સ્ટેજમાં ભારતે તેને ચાર વિકેટથી હરાવ્યુ હતુ, પરંતુ સુપર ફોર રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

 

Published On - 10:40 am, Fri, 30 September 22

Next Article