
દુબઈમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ શરૂ થઈ ગઈ છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા સતત 10મી વખત ODIમાં ટોસ હાર્યો છે. કિવી ટીમના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.વિરાટ કોહલી 300મી વનડેમાં ફ્લોપ રહ્યો હતો. ગ્લેન ફિલિપ્સ તેનું સૌથી મોટું કારણ છે. તેણે અદ્દભૂત કેચ લીધો, જેના કારણે કોહલીએ માત્ર 11 રન બનાવીને પેવેલિયન પરત ફરવું પડ્યું.ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સે પોતાના કેચથી બધાને ચોંકાવી દીધા છે.ખાસ વાત એ હતી કે ગ્લેન ફિલિપ્સે માત્ર 0.61 સેકન્ડમાં વિરાટનો કેચ પકડ્યો હતો.
અનુષ્કા શર્માને પણ તેનો કેચ લેતા જોઈને વિશ્વાસ ન થયો. હવે તેની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Anushka Sharma saying BC when Kohli’s catch was taken by Phillips is crazy pic.twitter.com/QVfvtTl8Sn
— ️ (@lil_om1) March 2, 2025
ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વિરાટ કોહલીને કેચ આઉટ થતા જોય અનુષ્કા શર્માએ માથું પકડી લીધું હતુ. દુબઈના મેદાન પર વિરાટ કોહલી 300મી વનડે મેચ રમવા પર ચાહકોને તેની પાસે મોટી ઈનિગ્સની આશા હતી. ન્યુઝીલેન્ડના ફીલ્ડર ગ્લેન ફિલિપ્સે તેનો શાનદાર કેચ લીધો હતો. આ કેચ જોઈ સૌ કોઈ હેરાન રહી ગયા હતા.વિરાટ કોહલી પોતાની 300મી વનડેમાં 14 બોલમાં 11 રન બનાવી આઉટ થયો છે.
ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજમાં ન્યૂઝીલેન્ડ સામે તેની છેલ્લી મેચ રમી રહી છે. દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે.ગ્લેન ફિલિપ્સ તેની શાનદાર ફિલ્ડિંગ માટે જાણીતો છે અને આ મેચમાં પણ તેણે પોતાના શાનદાર કેચથી બધાને ચોંકાવી દીધા હતા.
વિરાટ કોહલી આઉટ થતા ભારતીય ટીમને ત્રીજો ઝટકો લાગ્યો હતો. આ પહેલા ટીમ ઈન્ડિયાને શુભમન ગિલ અને રોહિત શર્મા આઉટ થયા હતા. ટીમ ઈન્ડિયાના ત્રણ ટોપ ઓર્ડર બેટ્સમેન રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલી આઉટ થઈ ગયા છે.ટોપ ઓર્ડરમાં 3 વિકેટ ભારતની 30 રન પર પડી હતી.
સેમીફાઈનલમાં કોણ કોની સામે ટકરાશે? જો ભારત ન્યુઝીલેન્ડને હરાવી ટોપ પર રહે છે તો તેનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. અને જો તે ન્યુઝીલેન્ડ સામે હારી જશે તો તેનો સામનો સાઉથ આફ્રિકા સામે થશે.
Published On - 3:22 pm, Sun, 2 March 25