IND vs NZ: ભારતનો ન્યુઝીલેન્ડ સામે 3-0 થી શ્રેણી વિજય, કિવી ટીમ અક્ષર પટેલ અને હર્ષલ પટેલ સામે ઘૂંટણીયે

|

Nov 21, 2021 | 10:47 PM

ભારતીય ટીમ (Team India) ન્યુઝીલેન્ડ સામે ભારતે સિરીઝને 3-0 થી જીતી લીધી હતી, રોહિત શર્મા (Rohit Sharma) એ કેપ્ટનશિપની શરુઆતે જ શાનદાર શ્રેણી વિજય અપાવ્યો, કીવી ટીમ ને ઓલઆઉટ કરીને 73 રને જીત મેળવી

IND vs NZ: ભારતનો ન્યુઝીલેન્ડ સામે 3-0 થી શ્રેણી વિજય, કિવી ટીમ અક્ષર પટેલ અને હર્ષલ પટેલ સામે ઘૂંટણીયે
Cricket Team India

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચેની ત્રણ T20 મેચોની સિરીઝની ભારતે 3-0 થી શાનદાર રીતે જીતી લીધી હતી. કોલકાતાના ઇડન ગાર્ડન ક્રિકેટ સ્ટેડિયમ (Eden Garden Stadium, Kolkata) માં અંતિમ મેત રમાઇ હતી. રોહિત શર્મા (Rohit Sharma) અને ઇશાન કિશને (Ishan Kishan) જબરદસ્ત શરુઆત કરી હતી. બંનેએ આક્રમક રમત અપનાવી હતી. રોહિતે આક્રમક અર્ધશતક જમાવ્યુ હતુ. 20 ઓવરના અંતે ભારતે 7 વિકેટે 184 રનનો સ્કોર ખડક્યો હતો. જવાબમાં કિવી ટીમ 111 રન કરીને ઓલઆઉટ થઇ ગઇ ગઇ હતી.

ભારતે સિરીઝમાં સળંગ ત્રીજી વાર ટોસ જીત્યો હતો. જોકે અગાઉ બંને વાર ટોસ જીતીને રોહિત શર્માએ ન્યુઝીલેન્ડને પહેલા બેટીંગ માટે આમંત્રિત કરી હતી. જોકે કોલકાતામાં રન ચેઝ કરવાને બદલે ભારતે પડકારને બચાવવાની યોજના અપનાવી હતી. જવાબમાં માર્ટિન ગુપ્ટિલે આક્રમક રમત રમી હતી. તેણે 4 છગ્ગા લગાવ્યા હતા. પરંતુ સામે છેડે તેને સાથ નહી મળતા તેની લડત નિષ્ફળ રહી હતી. અક્ષર પટેલ અને હર્ષલ પટેલ સામે કિવી ટીમ ધરાશયી થઇ ગઇ હતી.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

જવાબી ઇનીંગમાં ગુપ્ટીલનુ અર્ધશતક

ગુપ્ટિલે શરુઆત સારી કરવાનો પ્રયાસ કર્યો હતો, તેણે આક્રમકતા શરુઆત થી જ અપનાવી હતી. પરંતુ તે પિચ પર ઉભો રહ્યો પરંતુ તેને સાથ આપવા માટે બીજા છેડે કોઇ ઉભુ ના રહ્યુ. ગુપ્ટિલે 36 બોલમાં 51 રન કર્યા હતા. તેણે 4 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. ડેરિલ મિશેલ 5 રન કરીને આઉટ થયો હતો. જ્યારે માર્ક ચેપમેન શૂન્ય પર જ આઉટ થયા હતા જે બંને અક્ષર પટેલે પોતાના શિકાર બનાવ્યા હતા. ત્યાર બાદ ગ્લેન ફિલીપને શૂન્ય પર જ અક્ષરે ક્લીન બોલ્ડ કરી દેતા મેચ કિવી ટીમે ગુમાવી દીધી હતી.

અક્ષરે મેચમાંથી કિવી ટીમને શરુઆતમાં જ બહાર કરી દીધા બાદ ભારતીય બોલરો હાવી થઇ ચૂક્યા હતા. ટિમ સિફર્ટ 17 રન નોંધાવ્યા હતા. જ્યારે જીમી નિશમે ત્રણ રન અને કેપ્ટન મિશેલ સેન્ટનર 2 રન કરીને રન આઉટ થઇ પેવેલિયન પરત ફર્યો હતો. એડમ મિલ્નેએ 7 રન રન નોંધાવ્યા હતા. ઇશ શોઢીએ 9 રન કર્યા હતા. લોકી ફરગ્યુશને અંતમાં 2 છગ્ગા લગાવીને ટીમને 100 રન ના સ્કોરને પાર કરાવ્યો હતો. જોકે તે પણ 14 રન કરીને આઉટ થયો હતો.

 

પટેલ જોડી સામે કિવી ધરાશયી

અક્ષર પટેલે બોલને ટર્ન કરાવવામાં સફળ રહ્યો હતો. ઝાકળની સ્થિતી વચ્ચે બોલીંગ કરવી મુશ્કેલ હતી. આવી સ્થિતીમાં પણ અક્ષર પટેલે કિવી ઓપનર મિશેલ. ચેપમેન અને ફિલીપ્સની વિકેટને ઝડપથી શિકાર બનાવવામાં સફળ રહ્યો હતો. તેની આ સફળતાએ જ ટીમ ઇન્ડિયાની જીતનો પાયો નાંખ્યો હતો. અક્ષર પટેલે 3 ઓવરમાં માત્ર 9 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. હર્ષલ પટેલે 3 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

વેંકટેશ ઐય્યરે 3 ઓવરમાં 12 રન આપીને 1 વિકેટ મેળવી હતી. યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. દિપક ચાહરે 2.2 ઓવરમાં 26 રન ગુમાવીને 1 વિકેટ મેળવી હતી.

 

રોહિત શર્માનુ શાનદાર અર્ધશતક

આ પહેલા ટીમ ઇન્ડિયાએ ઇડન ગાર્ડન પર પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માએ ટીમને જબરદસ્ત શરુઆત અપાવી હતી. ઇશાન કિશન અને રોહિત શર્માએ 69 રનની ભાગીદારી રમત રમી હતી. રોહિત શર્માએ 31 બોલમાં 56 રનની ઇનીંગ રમી હતી. તેણે 3 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. ઇશાને 6 ચોગ્ગા લગાવીને 29 રનની ઇનીંગ 21 બોલમાં રમી હતી.

સૂર્યકુમાર યાદવ ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો. તે શૂન્ય રન પર જ પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. ઋષભ પંત પણ 4 રન કરીને પરત ફર્યો હતો. શ્રેયસ ઐય્યર (25) અને વેંકટેશ ઐય્યરે (20) લથડવા લાગેલી ભારતીય ઇનીંગને સંભાળી હતી. હર્ષલ પટેલ હિટ વિકેટ આઉટ થયો હતો. તેમે 11 બોલમાં 18 રન 1 છગ્ગાની મદદ થી કર્યા હતા. અક્ષર પટેલ (02) અને દિપક ચાહર (21 રન 8 બોલ) અણનમ રહ્યા હતા. ચાહરે અંતિમ ઓવરમાં 19 રન નિકાળ્ચા હતા. તેણે 2 ચોગ્ગા અને એક છગ્ગા વડે જબરદસ્ત રમત અંતિમ ઓવરમાં દર્શાવી ને 180નો આંકડો પાર કરાવ્યો હતો.

કિવી કેપ્ટનના ત્રણ શિકાર

ન્યુઝીલેન્ડની ટીમના બોલરોને ઝાકળની સ્થિતી પરેશાન કરી રહી હતી. આમ છતા સારી બોલીંગ કરી હતી. કેપ્ટન મિશેલ સેન્ટનરે 4 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ઇશ સોઢીએ 4 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવરમાં 31 રન ગુમાવ્યા હતા અને એક વિકેટ મેળવી હતી. એડમ મિલ્નેએ 4 ઓવરમાં 47 રન લુટાવ્યા હતા, એવી જ રીતે લોકી ફરગ્યુશને 45 રન 4 ઓવરમાં ગુમાવ્યા હતા. બંને એ એક-એક વિકેટ મેળવી હતી.

 

આ પણ વાંચોઃ IND vs NZ: રોહિત શર્માએ વિરાટ કોહલીને આ મામલે આપ્યો ઝટકો, હિટમેને નોંધાવ્યો વિક્રમ

 

આ પણ વાંચોઃ  IND VS NZ: રોહિત શર્માએ કેપ્ટનશિપ સંભાળ્યાબાદ ટોસમાં નસીબે યારી આપતા વિરાટ કોહલી થવા લાગ્યો ટ્રોલ

Published On - 10:30 pm, Sun, 21 November 21

Next Article