
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલી T20 વર્લ્ડ કપ ફાઇનલ દરમિયાન મેદાનમાં જેટલી જ રોમાંચક રમત જોવા મળી રહી હતી, એટલી જ મજા સોશિયલ મીડિયામાં પણ જોવા મળી. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી આ મહત્વપૂર્ણ મેચ દરમિયાન દિલ્હી પોલીસે અમદાવાદ પોલીસને ટેગ કરીને એક મજેદાર ટ્વિટ કરી, જે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ ગઈ.
દિલ્લી પોલીસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી લખવામાં આવ્યું હતું કે, “Dear @AhmedabadPolice ♂️, Kiwi’s તરફથી બોલ ગુમ થવાની ફરિયાદો આવી શકે છે. પરંતુ તેને ગંભીરતાથી લેવાની જરૂર નથી… કારણ કે અમારા બેટ્સમેન બોલને સીધા સ્ટેન્ડમાં મોકલી રહ્યા છે.” આ ટ્વિટ દ્વારા ભારતીય બેટ્સમેનની આક્રમક બેટિંગને હળવી મજાકિયા અંદાજમાં દર્શાવવામાં આવી હતી.
Thank you for bringing this to our attention. The matter has been reported to the Higher Police officials.
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) March 8, 2026
દિલ્લી પોલીસના આ ટ્વિટને અમદાવાદ પોલીસે પણ એટલી જ મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો. અમદાવાદ પોલીસે પોતાના જવાબમાં લખ્યું કે, “Thank you for bringing this to our attention. The matter has been reported to the Higher Police officials.” આ જવાબ પણ સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ ગમ્યો અને લોકો એ તેને ભારે શેર કર્યો.
આ સમગ્ર ટ્વિટર એક્સચેન્જ હાસ્ય અને મસ્તીના માહોલમાં કરવામાં આવી હતી. મેચ દરમિયાન ભારતીય ટીમની જબરદસ્ત બેટિંગને લઈને કરવામાં આવેલી આ ટિપ્પણીઓ ભારતીય ટીમને પ્રોત્સાહન આપતી હતી. સોશિયલ મીડિયા પર પોલીસ વિભાગો વચ્ચેની આવી મજેદાર વાતચીતે ક્રિકેટ પ્રેમીઓમાં પણ ઉત્સાહ વધાર્યો હતો.
ક્રિકેટના મેદાનની બહાર સોશિયલ મીડિયામાં જોવા મળેલી આ હળવી મસ્તીએ સાબિત કર્યું કે રમત સાથે સાથે મજા અને રમૂજ પણ ફેન્સને વધુ જોડીને રાખે છે.
4 6 6 4 0 4… T20 WC Final માં છેલ્લી ઓવરનો રોમાંચ, શિવમ દુબેની આ કમાલ મેચનો ટર્નિંગ પોઈન્ટ !
Published On - 10:33 pm, Sun, 8 March 26