IND vs NZ: મુંબઇ ટેસ્ટમાં સૌની નજર અશ્વિન પર ટકેલી રહેશે, રિચર્ડ હેડલીને આ મામલે મુકી શકે છે પાછળ

|

Dec 02, 2021 | 12:04 PM

ભારતીય ટીમ (Team India) ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ જીતવા માટે વાનખેડેમાં રમાનારી ટેસ્ટ મેચને જીતી લેવા માટે પૂરો દમ લગાવી દેશે. આ દરમિયાન અશ્વિન પર (Ashwin) પણ સૌની નજર રહેશે

IND vs NZ: મુંબઇ ટેસ્ટમાં સૌની નજર અશ્વિન પર ટકેલી રહેશે, રિચર્ડ હેડલીને આ મામલે મુકી શકે છે પાછળ

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે રમાઇ રહેલી સિરીઝની બીજી અને નિર્ણાયક મેચ આવતીકાલે શુક્રવાર થી શરુ થશે. મુંબઇ (Mumbai Test) માં રમાનારી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાના નિયમીત કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આરામ પરથી પરત ફરશે. ટીમ ઇન્ડિયા (Indian Cricket Team) મુંબઇ ટેસ્ટને જીતીને સિરીઝ વિજેતા બનવા માટે પુરો દમ લગાવી દેશે. આ દરમિયાન સૌની નજર અશ્વિ પર પણ રહેશે. અશ્વિનને રિચર્ડ હેડલી (Richard Hadlee) ને પાછળ છોડવાનો મોકો છે. હેડલી ન્યુઝીલેન્ડના મહાન બોલર રહ્યા છે.

રવિચંદ્રન અશ્વિન હાલમાં ન્યુઝીલેન્ડ સામે 58 વિકેટ ઝડપી ચુક્યો છે. તેણે મહાન બોલર હેડલીને પાછળ છોડવા માટે મુંબઇ ટેસ્ટમાં દમ લગાવવો પડશે. અશ્વિન હાલમાં જ હરભજન સિંહને ટેસ્ટ ક્રિકેટમાં વિકેટ લેવાના મામલે પાછળ છોડી ચૂક્યો છે. હવે તે ત્રીજા ક્રમનો ભારતીય બોલર બની ચુક્યો છે. આમ તે હવે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ ઝડપનારો બોલર બની શકે છે. જોકે હાલમાં તે આ મામલે બીજા સ્થાન પર મોજૂદ છે.

રિચર્ડ હેડલી 14 ટેસ્ટ મેચમાં 65 ભારતીય વિકેટ ઝડપી ચૂક્યા છે. જેની સામે અશ્વિન ન્યુઝીલેન્ડ સામે 8 ટેસ્ટ મેચ રમીને 15 ઇનીંગમાં 58 કિવી વિકેટ ઝડપી છે. આમ અશ્વિને મુંબઇ ટેસ્ટમાં વધુ 8 વિકેટ ઝડપવી પડે એમ છે. આ સાથે જ તે રિચર્ડ હેડલીની ઉપલબ્ધી સાથે બરાબરી કરી શકે એમ છે. અશ્વિન હાલમાં હેડલી બાદ બીજા ક્રમે છે. આ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન અશ્વિનનુ ન્યુઝીલેન્ડ સામે 7/59 નુ રહ્યુ છે. જ્યારે મેચ દરમિયાન 13 વિકેટ નુ રહ્યુ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અશ્વિનનુ ટેસ્ટ કરિયર

ભારતીય સ્ટાર બોલર અશ્વિને 2011 થી શરુ કરેલ ટેસ્ટ કરિયરમાં અત્યાર સુધીમાં ભારતીય ટીમ વતી થી 80 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 150 ઇનીંગંમાં 419 વિકેટ મેળવી છે. તે વિશ્વમાં સૌથી વધુ વિકેટ ઝડપવામાં 13 માં સ્થાન પર છે. કરિયરનુ તેનુ ઇનીંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન 7 વિકેટ નુ રહ્યુ છે. જે તેણે ન્યુઝીલેન્ડ સામે જ દર્શાવ્યુ હતુ. આ ઉપરાંત મેચમાં શાનદાર શ્રેષ્ઠ પ્રદર્શન પણ ન્યુઝીલેન્ડની ટીમ સામે જ રહ્યુ છે. જેમાં તેણે 13 વિકેટ ઝડપી હતી. ટેસ્ચ કરિયરમાં તેની સરેરાશ 24.48 ની રહી છે અને ઇકોનોમી 2.78ની રહી છે. જ્યારે 30 વાર તે 5 વિકેટ ઝડપી ચુક્યો છે.

 

આ પણ વાંચોઃ IPL 2022: ધોનીના આ 5 મેચ વિનર ખેલાડીઓને ફરીથી ટીમમાં લેવા માટે કરોડો રુપિયા લગાવી દેશે ચેન્નાઇ સુપર કિંગ્સ!

 

આ પણ વાંચોઃ IND vs NZ: મુંબઇમાં કમોસમી વરસાદ બીજી ટેસ્ટમાં બની શકે છે વિલન, નિર્ણાયક ટેસ્ટની પિચ પર પડી શકે છે અસર

Published On - 11:53 am, Thu, 2 December 21

Next Article