IND vs NZ: કાનપુર ના મેદાન પર ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમનો રહ્યો છે દબદબો, 1983 બાદ ટીમ ઇન્ડિયા ક્યારેય હારી નથી

|

Nov 24, 2021 | 12:16 PM

ન્યુઝીલેન્ડ (New Zealand) ની ટીમ કાનપુરમાં એક પણ વાર ભારત સામે જીતી શકી નથી. કાનપુર (Kanpur Test) માં અંતિમ 2016 દરમ્યાનની ટેસ્ટ મેચમાં 197 રને કિવી ટીમે હાર જોવી પડી હતી.

IND vs NZ: કાનપુર ના મેદાન પર ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમનો રહ્યો છે દબદબો, 1983 બાદ ટીમ ઇન્ડિયા ક્યારેય હારી નથી
Green Park Stadium, Kanpur

Follow us on

ગુરુવાર થી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમ (Green Park Stadium) માં ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચેની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમાનારી છે. ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારતે વર્ષ 2016માં ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ મેચ રમી હતી. જે ટેસ્ટ મેચમાં ભારતે કિવી ટીમને પરાસ્ત કરી દીધુ હતુ. આમ પાંચ વર્ષ બાદ આ જ મેદાન પર બંને ટીમો વચ્ચે ટક્ટર થવા જઇ રહી છે. ભારતીય ટીમ (Team India) માટે ગ્રીન પાર્કમાં રેકોર્ડ ખૂબ સારો છે. જેને જાળવી રાખવાના પ્રયાસ સાથે ટીમ ઇન્ડિયા 25 નવેમ્બરે મેદાને ઉતરશે.

ભારતીય ટીમે વર્ષ 1983માં કાનપુરમાં ટેસ્ટ મેચ હારી હતી. જે ટેસ્ટ મેચ વેસ્ટ ઇન્ડિઝ સામે રમાઇ હતી. ત્યાર બાદ ભારતીય ટીમ આ ગ્રાઉન્ડ પર એક પણ ટેસ્ટ મેચમાં હાર મેળવી શકી નથી. ભારતે 1983 થી આજ સુધી એટલે કે, 38 વર્ષ થી કાનપુરમાં અજેય રહી છે. વેસ્ટઇન્ડિઝ સામેની હાર બાદ ભારત ગ્રીન પાર્કમાં 8 ટેસ્ટ મેચ રમી ચૂક્યુ છે. જેમાંથી 5 ટેસ્ટ મેચ જીત્યુ છે.

ભારતીય ટીમ કાનપુરમાં રમેલી છેલ્લી ત્રણેય મેચ પોતાના નામે કરી ચુકી છે. આમ ભારતીય ટીમને કાનપુરનુ ગ્રાઉન્ડ ટેસ્ટ મેચમાં માફક આવી ચુક્યુ છે અને એટલે જ ટીમ માટે આ ગ્રાઉન્ડ ખૂબ જ પસંદગીનુ બન્યુ છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આ મેદાન પર રમાયેલી મેચના રેકોર્ડને જોવામાં આવે તો તે પણ ભારત માટે સારો રહ્યો છે. બંને ટીમો વચ્ચે રમાયેલી 1976 ની ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. જ્યાર ત્યાર બાદ 1999 અને 2016 માં રમાયેલી ટેસ્ટ ભારતે જીતી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

7 મેચમાં ભારતનો વિજય 3 ટેસ્ટ ગુમાવી

ભારતીય ટીમ આ ગ્રાઉન્ડ પર 1952 થી અત્યાર સુધીમાં 22 ટેસ્ટ મેચ રમી ચુક્યુ છે. જેમાં ભારતીય ટીમે ત્રણ ટેસ્ટ મેચ ગુમાવી છે. જ્યારે 7 મેચોમાં ભારતે જીત મેળવી છે. જ્યારે 12 મેચ ડ્રો રહી છે. 1952 ના જાન્યુઆરી માસમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથવાર ટેસ્ટ મેચનુ આયોજન આ સ્ટેડિયમમાં થયુ હતુ. જે ટેસ્ટ મેચ ભારત સામે ઇંગ્લેન્ડે 8 વિકેટ થી જીતી હતી. ત્યાર બાદ 1958માં રમાયેલી બીજી વારની ટેસ્ટ મેચ ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે રમી હતી. જેમાં 203 રને હાર મેળવી હતી.

1959માં ભારતે આ સ્ટેડિયમ પર પ્રથમ વાર જીત મેળવી હતી. જે ઓસ્ટ્રેલિયા સામે હતી. ભારતે ઓસ્ટ્રેલિયાને 119 રન થી હાર આપી હતી. ત્યાર બાદના 20 વર્ષના સમય ગાળામાં રમાયેલી 7 ટેસ્ટ મેચો ડ્રો રહી હતી. 1979 માં ફરી એકવાર ઓસ્ટ્રેલિયાને ભારતે હરાવ્યુ હતુ. આ વખતે 153 રન થી જીત મેળવી હતી. 1996માં દક્ષિણ આફ્રિકાને 280 રનથી હરાવ્યુ હતુ. જ્યારે 1999માં કિવી ટીમને 8 વિકેટે હાર આપી હતી. આફ્રિકન ટીમે 2008માં ફરી એકવાર 8 વિકેટે હાર મેળવી હતી. જ્યારે શ્રીલંકાને ઇનીંગ અને 144 રન થી પરાજીત કર્યુ હતુ. અંતિમ ટેસ્ટ મેચ કિવી ટીમ સામે રમાઇ હતી, જેમાં કિવી ટીમ 197 રન થી ભારત સામે હારી હતી.

 

આ પણ વાંચોઃ IND vs NZ: ટીમ ઇન્ડિયાના ફુડ મેનુમાં હલાલ મીટ મામલે BCCI ની સામે આવી સ્પષ્ટતા, અરુણ ધૂમલે કહ્યુ ખેલાડીઓ ભોજનને લઇ સ્વતંત્ર છે

આ પણ વાંચોઃ  Cricket: જીવન સંઘર્ષથી ગુસ્સામાં રહેતો મોહમ્મદ શામી નિવૃત્તી જાહેર કરનારો હતો, આ બે ભારતીય દિગ્ગજોએ રોકી લીધો

 

Next Article