ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે શરુ થઇ રહેલી ઘર આંગણાની ટેસ્ટ સિરીઝ પહેલા ખેલાડીઓને અપાતા ફુડ ને લઇને વિવાદ સર્જાઇ ગયો છે. કાનપુર ટેસ્ટ (Kanpur Test) પહેલા જ ખેલાડીઓના ફુડ મેનુમાં હલાલ મીટ (Halal Meat) ને લઇ વિવાદ ચરમસીમાંએ પહોંચ્યો હતો. પરંતુ આ દરમ્યાન હવે BCCI ના કોષાધ્યક્ષ અરુણ ધૂમલે (Arun Dhumal) વિવાદને લઇને સ્પષ્ટતા કરી છે. તેઓએ કહ્યુ છે કે ખેલાડીઓના ભોજનને લઇને કોઇ પણ પ્રકારની પાબંધી નથી. ખેલાડીઓએ જે પણ કંઇ ખાવાનુ ઇચ્છતા એ પસંદ કરવા માટે સ્વતંત્ર છે.
મીડિયા અહેવાલને મુજબ કોષાધ્યક્ષ ધૂમલે કહ્યુ હતુ કે, ખેલાડીઓથી ભોજનને લઇને ક્યારેય ચર્ચા નથી કરી નથી. આ પ્રકારના ડાયટ પ્લાન તૈયાર કરવાના અંગે ક્યારેય સાંભળ્યુ નથી. મને નથી ખબર કે આ નિર્ણય ક્યારે લેવામાં આવ્યો છે. જ્યાં સુધી મારી જાણકારી છે, ત્યાં સુધી અમે ક્યારેય પણ ડાયટ પ્લાનથી સંબંધીત કોઇ જ ગાઇડલાઇન જારી કરી નતી. જ્યાં સુધી ખાવા-પિવાની વાત છે, તો તે ખેલાડીઓની વ્યક્તિગત પસંદ છે. તેમાં બીસીસીઆઇની કોઇ જ ભૂમિકા નથી.
આગળ કહ્યુ હતુ કે, હલાલ મીટ વાળી વાત કોઇ ખેલાડીના ફીડબેકના આધાર પર નિકળીને સામે આવી છે. ઉદાહરણના રુપે માની લો કે કોઇ ખેલાડી કહે છે કે, તે બીફ નથી ખાતો અને એવામાં વિદેશી ટીમ આવે છે તો, ભોજનને મિક્સ ના કરવા જોઇએ.
કાનપુર ટેસ્ટ પહેલા જ ભારતીય ટીમના ખેલાડીઓને અપાનારા ભોજન અને નાસ્તાને લઇને તૈયાર કરેલુ ફુડ મેનુ સામે આવ્યુ હતુ. જે મેનુમાં હલાલ મીટનો સમાવેશ હતો. જેને લઇને વિવાદ સર્જાવો શરુ થયો હતો. હલાલ મીટ શા માટે ઉમેરવામાં આવ્યુ હતુ, જેને લઇને સવાલો બીસીસીઆઇ સામે કરવામાં આવ્યા હતા. હલાલ મીટને લઇને ધાર્મિક મુદ્દા સાથે પણ ઉઠાવવામાં આવ્યો હતો.
સામાન્ય રીતે એક મોટો સમુદાય કે જે નોન-વેજીટેરિયન છે તે, ઝટકાંનુ મીટ ઉપયોગ કરે છે. જ્યારે મુસ્લિમ ધર્મના લોકો હલાલ મીટ ખાવા માટે ઉપયોગ કરવાનુ પંસદ કરતા હોય છે. આ બંને પ્રકારના મીટને તૈયાર કરવા માટે જાનવરને અલગ અલગ રીતે કટીંગ કરવામાં આવતુ હોય છે. જેમકે હલાલ મીટ માટે જેતે જાનવરનેી ગળાની નસ કાપીને ત્યાં સુધી છોડી દેવામાં આવે છે. જ્યાં સુધી તેનુ સંપૂર્ણ લોહી શરીરમાંથી વહી ના જાય.
જ્યારે ઝટકાંના મીટ માટે જાનવરના ગળા પર ધારદાર હથીયાર વડે વાર કરીને તુરત જ ગળાને શરીર થી અલગ કરી દેવામાં આવે છે અને આમ તેને મારીને મીટ કટીંગ કરવામાં આવતુ હોય છે. આ બંને પ્રકારના મીટ ની પસંદ ધાર્મિક રીતે પણ અલગ અલગ હોઇ હલાલ મીટને લઇ ધાર્મિક રીતે પણ જોવામાં આવે છે.