IND vs IRE: સંજૂ સેમસન મેદાનમાં આવે એ પહેલા જ નામ ગુંજવા લાગ્યુ , જાણે નામ જ પૂરતુ છે, 7 વર્ષ બાદ આ રાહ પૂરી થઈ

|

Jun 29, 2022 | 8:07 AM

ડબલિન મેદાન પર, સંજુ સેમસન (Sanju Samson) ના નામનો શોર તેની અડધી સદી પૂરી થવાની રાહ જોતા પહેલા જ ગુંજતો હતો. હા, તે સમયે એવું લાગતું હતું કે સંજુ સેમસનનું નામ જ પૂરતું છે.

IND vs IRE: સંજૂ સેમસન મેદાનમાં આવે એ પહેલા જ નામ ગુંજવા લાગ્યુ , જાણે નામ જ પૂરતુ છે, 7 વર્ષ બાદ આ રાહ પૂરી થઈ
Sanju Samson એ શાનનદાર અડધી સદી જમાવી હતી

Follow us on

સંજુ સેમસન (Sanju Samson) 7 વર્ષ પહેલા ભારતની T20 ટીમમાં આવ્યો હતો, પરંતુ તેની રાહ હવે પૂરી થઈ ગઈ છે. આયર્લેન્ડ (Ireland vs India) સામેની બીજી T20માં સંજુ સેમસનની ટશન જોવા મળી. તેણે નિડર રમત બતાવી, જે દરેક ભારતીય ક્રિકેટ ચાહકો જોવા માંગે છે. જો કે, સંજુના નામનો શોર તતેણે કરેલા કમાલ પહેલા જ ડબલિનના મેદાન પર ગુંજવા લાગ્યો હતો. તે સમયે એવું લાગતું હતું કે સંજુ સેમસનનું નામ જ પૂરતું છે. આ નજારો ત્યારે જોવા મળ્યો જ્યારે સંજુ સેમસન બેટ લઈને મેદાન પર ઉતર્યો ન હતો. પ્લેઈંગ ઈલેવનમાં તેની રમત અને હાજરીના સમાચાર હમણાં જ દર્શકો સુધી પહોંચ્યા હતા. અચાનક શાંત સ્ટેડિયમમાં એવો અવાજ સંભળાયો જાણે કંઈક મોટું થયું હોય. આ સમાાચાર હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ આપ્યા હતા અને, દર્શકોએ ખુશીઓ બતાવી દીધી હતી.

સંજુ સેમસને વર્ષ 2015માં T20Iમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, તમે એ હકીકત પરથી અનુમાન લગાવી શકો છો કે તેને જેટલી તકો મળી છે તેના આધારે તે ટીમની બહાર છે. આ દરમિયાન સંજુએ માત્ર 14 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આવી સ્થિતિમાં, જ્યારે તેને આ વખતે તક મળી ત્યારે તેણે છોડ્યું નહીં પરંતુ એક એવી ઇનિંગ રમી જેણે ભારતીય થિંક ટેન્કને વિચારવા પર મજબૂર કરી દીધી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

T20Iમાં સંજુની 7 વર્ષની રાહનો અંત, જમાઈની પ્રથમ ફિફ્ટી

સંજુની ઇનિંગ્સ અદ્ભુત હતી, ધમાકેદાર રહી હકી. એ ઇનીંગની અસર પણ થઈ. પરંતુ સૌથી મોટી વાત એ થઈ કે T20Iમાં તેની પ્રથમ અડધી સદીની રાહ પૂરી થઈ. T20Iમાં ડેબ્યુ કર્યાના 7 વર્ષ બાદ સંજુએ અડધી સદી ફટકારી હતી. આયર્લેન્ડ સામેની બીજી ટી20માં ઓપનિંગ કરતા તેણે 42 બોલમાં 77 રન ફટકાર્યા હતા, જેમાં 9 ફોર અને 4 સિક્સ સામેલ હતી. 183.33 ના સ્ટ્રાઈક રેટથી રમાયેલી સેમસનની આ તોફાની ઈનિંગ્સનો શોર પણ ખૂબ સંભળાયો હતો. પરંતુ આ પહેલા પણ ડબલિનના સ્ટેડિયમમાં ધમાલ મચી હતી.

સંજુ સેમસન… બસ નામ જ કાફી છે!

કહે છે ને કે ધડાકા પછી અવાજ સૌ કોઈને સંભળાય છે. મજા તો ત્યારે આવે છે જ્યારે ધમાલ તે પહેલા બસ તેના નામ પર થઇ જાય. અને આવું જ ડબલિનમાં સંજુ સેમસન સાથે થયું. કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ સમયે સંજુ પ્લેઈંગ ઈલેવનમાં હોવાની જાહેરાત કરતાની સાથે જ શાંત સ્ટેડિયમમાં શોર ગુંજવા સાથે જાણે ધમાલ મચી ગઈ હતી.

 

આયર્લેન્ડને ઘાયલ કરી દેતી, સંજુએ ન માત્ર તેની પ્રથમ અડધી સદી ફટકારી, પરંતુ ભવિષ્ય માટેના દરવાજા પણ ખોલ્યા. હવે અંદર બેઠેલા મેનેજમેન્ટે નક્કી કરવાનું છે કે તેઓ શું નિર્ણય લે છે.

Published On - 7:38 am, Wed, 29 June 22

Next Article