AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: કેપ્ટન કોહલી પ્રથમ ટેસ્ટ ડ્રો થતાં નિરાશ, કહ્યું શરમજનક છે કે અમે પાંચમા દિવસની રમત પુરી ના કરી શક્યા

નોટિંગહામના ટ્રેન્ટ બ્રિઝમાં રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ (India vs Engand) વચ્ચેની સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચની મજા વરસાદે બગાડી દીધી હતી. પાંચમાં અને અંતિમ દિવસે વરસાદને લઇને રમત રમી શકાઇ નહોતી અને આમ પરિણામ વિના જ મેચ ને રદ કરી દેવી પડી હતી.

IND vs ENG: કેપ્ટન કોહલી પ્રથમ ટેસ્ટ ડ્રો થતાં નિરાશ, કહ્યું શરમજનક છે કે અમે પાંચમા દિવસની રમત પુરી ના કરી શક્યા
Virat Kohli
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 1:13 PM
Share

IND vs ENG: સતત વરસાદને કારણે ભારતે (India) ઈંગ્લેન્ડ (England) સામેની પ્રથમ ટેસ્ટ જીતવાની તક ગુમાવી દીધી હતી. રવિવારે, નોટિંગહામ (Nottingham Test) માં પાંચમા અને અંતિમ દિવસે, એક પણ બોલ નાખ્યા વગર દિવસની રમત રદ કરવામાં આવી હતી. જેના કારણે બંને ટીમોને પોઇન્ટ વહેંચવાની ફરજ પડી હતી. ભારતે છેલ્લા દિવસે જીતવા માટે વધુ 157 રન બનાવવાના હતા, નવ વિકેટ બાકી હતી. પરંતુ દિવસભર વરસાદને કારણે એક પણ બોલ નાખી શકાયો ન હતો. અંતિમ દિવસ રદ થવા બાદ વિરાટ કોહલી (Virat Kohli) એ નિરાશા વ્યક્ત કરી હતી.

જો અડધો દિવસ પણ રમત રમી શકાઇ હોત તો તે, ભારત માટે હકારાત્મક પરિણામ હોઈ શકત. પરંતુ વરસાદના કારણે ખેલાડીઓ મેદાનમાં જઈ શક્યા ન હતા. સવારે શરૂ થયેલો વરસાદ બપોરે પણ ચાલુ રહ્યો અને અંતે મેચ રદ કરવી પડી હતી. મેચ રદ્દ થયા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ નિરાશા વ્યક્ત કરી હતી. કારણ કે નોટિંગહામમાં સતત વરસાદે તેમની જીતવાની તક ગુમાવી હતી.

વિરાટે કહ્યું, અમે ત્રીજા અને ચોથા દિવસે વરસાદની અપેક્ષા રાખતા હતા. પરંતુ તેણે પાંચમા દિવસે આવવાનું નક્કી કર્યું. રમવા અને જોવાની મજા આવી હોત, પરંતુ તે નિરાશાજનક રહ્યુ. અમે માત્ર મજબૂત શરૂઆત કરવા માંગતા હતા, જે અમે કર્યું. પાંચમા દિવસે અમને ખબર હતી કે અમારી મોકો છે. અમને ચોક્કસપણે એમ લાગ્યું કે, અમે રમતમાં ટોપ પર છીએ. તે લીડ મેળવવી મહત્વની હતી. પરંતુ તે શરમજનક છે કે અમે પાંચમા દિવસની રમત પૂરી કરી શક્યા નહી.

બોલરોએ શાનદાર કામ કર્યું.

વિરાટે આગળ કહ્યું, અમારા ઇરાદા એ અમને આગળ રાખ્યા. અમારા બોલરો એ બેટથી પણ સારું કામ કર્યું. અમે 40 રનની લીડની વાત કરી રહ્યા હતા, પરંતુ અમે 95 રનની લીડ મેળવી હતી. આ રન સોનાની રજ સમાન હતા. સિરીઝ માટે અમારું ટેમ્પલેટ કદાચ આમ જ હોય. વિકેટ પર પરીસ્થિતિ અને ગતિને જોવાની જરૂર છે. ઈંગ્લેન્ડ અને ભારત હંમેશા બ્લોકબસ્ટર રહ્યા છે અને હવે અમે આગામી ટેસ્ટની રાહ જોઈ રહ્યા છીએ.

રૂટે કહ્યું કે અમે જીતી શક્યા હોત

ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટનું માનવું હતું કે, તેમની ટીમને પણ તક મળી છે. વાતાવરણે વિક્ષેપ સર્જ્યો નહીં, તો એક ખૂબ જ રસપ્રદ અંતિમ દિવસ હોત. રમવા અને જોવા માટે એક મહાન ટેસ્ટ મેચ સાબિત થઈ હોત. આશા છે કે અમે તેને આગામી મેચોમાં લઈ જઈ શકીશું. અમે ચોક્કસપણે માનતા હતા કે અમે જીતી શકીશું. અમે જાણતા હતા કે જો આપણે કેચ પકડી લઈએ અને પોતાના એરિયાને મજબૂત રાખીએતો અમારી પાસે તકો હતી. પરંતુ તે નિરાશાજનક છે કે તે આ રીતે મેચ સમાપ્ત થઇ હતી.

આ પણ વાંચો: Neeraj Chopra નથી ઈચ્છતા કે તેમના જીવન પર કોઈ ફિલ્મ બને, કારણ બતાવતા ચાહકોને સર્જાયુ આશ્ચર્ય

આ પણ વાંચો: Cricket: ટીમ ઇન્ડીયાને વિશ્વકપ જીતાડનારી ટીમનો ખેલાડી આજે અઢીસો રુપિયાના રોજ પર મજૂરી કરવા મજબૂર છે

g clip-path="url(#clip0_868_265)">