IND vs ENG: લોર્ડઝ મેદાનમાં વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારાના રેકોર્ડ છે ખરાબ, 7 વર્ષથી અડધીસદી નથી ફટકારી

વિરાટ કોહલી (Virat Kohli) અંતિમ 9 ટેસ્ટ મેચમાં 15 ઈનીંગ રમીને સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યો છે. તેના નામ પર ટેસ્ટ ક્રિકેટમાં 27 સદી નોંધાયેલી છે. આમ છતાં તે હાલમાં મોટી ઈનીંગ રમવા માટે તરસી રહ્યો છે.

IND vs ENG: લોર્ડઝ મેદાનમાં વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારાના રેકોર્ડ છે ખરાબ, 7 વર્ષથી અડધીસદી નથી ફટકારી
Virat Kohli-Cheteshwar Pujara
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 7:10 PM

સુનિલ ગાવાસ્કર અને સચિન તેંડુલકર ક્યારેય લોર્ડઝમાં ટેસ્ટ (Lord’s Test) સદી લગાવી શક્યા નથી. જોકે વિરાટ કોહલી (Virat Kohli) આ બંને દિગ્ગજોની આ ક્લબમાં સામેલ થવાથી દુર રહેવાનો પ્રયાસ જરુર કરશે. આ ઐતિહાસિક મેદાન પર સદી ફટકારવાની જોવાઈ રહેલી રાહ સંતોષવા માટે કોશિષ કરશે. કોહલી પાછળની 9 ટેસ્ટ મેચમાં 15 ઈનીંગમાં સદી લગાવવાથી નિષ્ફળ રહ્યો છે.

કોહલીના નામે ટેસ્ટ ક્રિકેટમાં 27 સદી નોંધાયેલી છે, પરંતુ નવેમ્બર 2019ના બાદથી તે ત્રણ આંકડે પહોંચવા માટે તરસી રહ્યો છે. તેના બાદ તે 15 ઈનીંગ રમી ચુક્યો છે. જેમાં તેણે 345 રન બનાવ્યા છે અને તેની સરેરાશ 23.00ની રહી છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ભારત આગામી ગુરુવારે બીજી ટેસ્ટ મેચ લોર્ડઝના એ મેદાન પર રમશે, જ્યાં ભારતીય દિગ્ગજો રન બનાવવા માટે સંઘર્ષ કરી ચુક્યા છે. ગાવાસ્કર આ મેદાન પર 10 ઈનીંગમાં 340 રન બનાવી શક્યા છે. જેમાં બે અડધીસદી સામેલ છે. જ્યારે સચિન તેંડુલકરે અહીં નવ ટેસ્ટ ઈનીંગ રમી છે, જેમાં તે ક્યારેય 50 રન સુધી પણ પહોંચી શક્યા નથી.

વિરાટ કોહલી આવા રેકોર્ડથી બચવા ઈચ્છશે. ભારતીય કેપ્ટને લોર્ડઝમાં અત્યાર સુધીમાં ચાર ઈનીંગ રમી છે, જેમાં તેણે 65 રન બનાવ્યા છે. અહીં તેનો સર્વોચ્ચ સ્કોર 25 રન છે. વિરાટ કોહલી નોટિંગહામમાં પ્રથમ ટેસ્ટ મેચ દરમ્યાન તેની એક માત્ર ઈનીંગમાં પ્રથમ બોલ પર શૂન્યમાં આઉટ થયો હતો. હવે તે લોર્ડઝમાં ભારતને જીત અપાવવા માટે મોટો સ્કોર ખડકવા ઉત્સુક હશે.

પૂજારાની સ્થિતી પણ કોહલી સમાન

ભારતના ભરોસાપાત્ર બેટ્સમેન ચેતેશ્વર પુજારાની સ્થિતી પણ કોહલી સમાન છે. પુજારા પાછળની 32 ઈનીંગથી ટેસ્ટમાં સદી લગાવી શક્યો નથી. આ દરમ્યાન તેણે 27.64ની સરેરાશથી 857 રન બનાવ્યા છે. લોર્ડઝમાં તે 2 મેચ રમી ચુક્યો છે. તેની ચાર ઈનીંગમાં તે 89 રન બનાવી શક્યો છે.

જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 43 રન છે. હકીકતમાં ભારતની વર્તમાન ટીમમાં અજીંક્ય રહાણેને છોડીને અન્ય કોઈ પણ બેટ્સમેન લોર્ડ્ઝમાં ટેસ્ટ મેચમાં સદી નથી લગાવી શક્યા. રહાણેએ 2014માં આ ઐતિહાસિક મેદાન પર પ્રથમ ઈનીંગમાં 103 રન નોંધાવ્યા હતા. તેણે ભારતની 95 રને જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

રોહિત-પંત પહેલી વખત લોર્ડઝમાં રમશે

ભારતના ટોચના છ બેટ્સમેનોમાં રોહિત શર્મા અને ઋષભ પંત પ્રથમ વખત લોર્ડઝમાં ટેસ્ટ મેચમાં રમશે. જ્યારે કેએલ રાહુલ અહીં 2018માં એક માત્ર ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. જે ટેસ્ટ મેચની તેની બંને ઈનીંગમાં કુલ મળીને 18 રન બનાવ્યા હતા. આમ તો ભારતના દિલીપ વેંગસરકરના નામે લોર્ડઝના મેદાનમાં ત્રણ સદી નોંધાવ્યાનો રેકોર્ડ છે.

લોર્ડઝમાં વેંગસરકરના દમ પર પ્રથમ જીત

વેંગસરકરે આ મેદાન પર 1979માં 107 રન બનાવીને શરુઆત કરી હતી. ત્યારબાદ 1982માં 157 અને 1986માં અણનમ 126 રનની રમત રમી હતી. ભારતે 1986માં પ્રથમ વખત તેમની ઈનીંગના દમ પર લોર્ડઝમાં ટેસ્ટ મેચ જીતી હતી. ભારતે અત્યાર સુધીમાં 18 ટેસ્ટ મેચ રમી છે. જેમાં ફક્ત બે જ મેચમાં જીત મળી છે, જ્યારે 12 મેચ તેણે ગુમાવી હતી. બાકીની ચાર મેચ મેચ ડ્રો પર સમાપ્ત થઈ હતી.

આ પણ વાંચોઃ Team India ના ત્રણ સ્ટાર બેટ્સમેન ટેસ્ટ મેચની બંને ઇનીંગમાં શતક લગાવવાની સિદ્ધી ધરાવે છે, જાણો

આ પણ વાંચોઃ IPL 2021: આગળની મેચોને લઇ BCCI દ્વારા નિયમોમાં પરિવર્તન, સ્ટેન્ડમાં પહોંચેલી સિક્સ બાદ થશે આમ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">