
લોર્ડ્સમાં શુભમન ગિલ સાથે ટીમ ઈન્ડિયા સાથે શું થયું તે ભૂલી જાઓ… કારણ કે 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ તે દુઃખને મટાડવાનું કામ કર્યું છે. ઈંગ્લેન્ડની અંડર 19 ટીમ સામે બેકનહામમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં વૈભવ સૂર્યવંશીએ T20 ક્રિકેટ જેવી સનસનાટી મચાવી છે. તેની વિસ્ફોટક ઈનિંગના આધારે, ભારતની અંડર ૧૯ ટીમે ઈંગ્લેન્ડ પર સકંજો કસ્યો છે. અને, હવે જો ભારતની અંડર ૧૯ ટીમ અહીંથી જીત મેળવે છે, તો વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક ઈનિંગ્સ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
બેકનહામમાં રમાઈ રહેલી 4 દિવસીય મેચમાં ભારતની બીજી ઈનિંગમાં વૈભવ સૂર્યવંશીએ 56 રનની જોરદાર ઈનિંગ રમી હતી. તેણે 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી આ 56 રન બનાવ્યા હતા. વૈભવે ભારત અંડર 19 ટીમને બીજી ઈનિંગમાં સારી શરૂઆત આપી. વૈભવ સૂર્યવંશીએ ટીમના કેપ્ટન આયુષ મ્હાત્રે સાથે મળીને ઓપનિંગ વિકેટ માટે 6 થી વધુ ઈકોનોમીથી રન બનાવ્યા. બંનેએ મળીને 12 ઓવરમાં સ્કોર બોર્ડ પર 77 રન ઉમેર્યા. 32 રન બનાવીને મ્હાત્રે આઉટ થયો પછી, વૈભવ સૂર્યવંશીએ વિહાન મલ્હોત્રા સાથે મળીને સ્કોર બોર્ડ પર 22 રન ઉમેર્યા.
બીજી ઈનિંગમાં 44 બોલનો સામનો કરીને 56 રન બનાવનારા વૈભવ સૂર્યવંશીએ પહેલી ઈનિંગમાં 13 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 14 રન બનાવ્યા હતા. આ રીતે, બેકનહામમાં ઈંગ્લેન્ડની અંડર 19 ટીમ સામે રમાઈ રહેલી ટેસ્ટની બંને ઈનિંગમાં વૈભવ સૂર્યવંશીએ 13 છગ્ગા અને ચોગ્ગાની મદદથી 70 રન બનાવ્યા હતા.
ભારત અને ઈંગ્લેન્ડની અંડર 19 ટીમ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ 4-દિવસીય મેચના ત્રીજા દિવસના અંતે ભારતે 229 રનની લીડ મેળવી લીધી છે. હવે ચોથા દિવસે તેમનો પ્રયાસ ઈંગ્લેન્ડને વહેલી બેટિંગ કરાવી ઓલઆઉટ કરવાનો રહેશે, જેથી જીત મલેવી શકાય. ભારતની અંડર 19 ટીમ પહેલાથી જ ઈંગ્લેન્ડ સામે 5 મેચની ODI શ્રેણી 3-2થી જીતી ચૂકી છે. હવે જો તેઓ પહેલી ટેસ્ટ જીતી લે છે, તો તેઓ અહીં પણ 2 મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી શકે છે.
આ પણ વાંચો: IND vs ENG: શુભમન ગિલની ભૂલ, ઈંગ્લેન્ડને મફતમાં મળ્યા 63 રન, જાણો લોર્ડ્સમાં ભારતની હારના મુખ્ય 5 કારણો
Published On - 3:53 pm, Tue, 15 July 25