IND vs ENG : વિરાટ કોહલી-રોહિત શર્મા વિના પણ જીતવાનો છે ‘દમ’, કેપ્ટન શુભમન ગિલે ભર્યો હુંકાર

ટીમ ઈન્ડિયાના નવા ટેસ્ટ કેપ્ટન તરીકે નિયુક્ત થયા બાદ શુભમન ગિલ પહેલીવાર મીડિયા સામે દેખાયો, જ્યાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ તેની સાથે હતો. આ દરમિયાન, ગિલે પોતાની કેપ્ટનશીપ અને ટીમની તૈયારીઓ વિશે વાત કરી, તો ગંભીરે પરિસ્થિતિ અને બેંગલુરુ ઘટના વિશે પણ જવાબ આપ્યો.

IND vs ENG : વિરાટ કોહલી-રોહિત શર્મા વિના પણ જીતવાનો છે દમ, કેપ્ટન શુભમન ગિલે ભર્યો હુંકાર
Shubman Gill
Image Credit source: PTI
| Updated on: Jun 05, 2025 | 8:56 PM

ભારતીય ક્રિકેટમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. ટીમ ઈન્ડિયાના નવા અને યુવા ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલના હાથમાં હવે કમાન છે. ટીમ ઈન્ડિયા આ પ્રવાસ માટે રવાના થાય તે પહેલા, શુભમન ગિલ ટેસ્ટ કેપ્ટન તરીકે પહેલીવાર મીડિયા સામે દેખાયો હતો. ગુરુવાર, 5 જૂનના રોજ, શુભમન ગિલ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે મુંબઈમાં BCCI મુખ્યાલયમાં પહેલીવાર એક સાથે પ્રેસ કોન્ફરન્સ કરી અને ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. પ્રેસ કોન્ફરન્સના તમામ અપડેટ્સ અહીં જુઓ-

ગિલ અને ગંભીરની પ્રેસ કોન્ફરન્સ

વિરાટ અને રોહિતની ગેરહાજરી પર ગિલે કહ્યું – દરેક પ્રવાસ પર દબાણ હોય છે. જીતવાનું દબાણ હોય છે. લાંબા સમયથી રમી રહેલા બે મોટા ખેલાડીઓએ ઘણી બધી મેચ જીતી છે. તેમનું સ્થાન લેવું ખૂબ મુશ્કેલ છે. કોઈ અલગ દબાણ નથી. બધા ખેલાડીઓ જાણે છે કે દબાણમાં કેવી રીતે જીતવું. અમારી ટીમમાં ચાલી રહેલા બેટિંગ અને બોલિંગ કોમ્બિનેશન પર અમને વિશ્વાસ છે.

ગિલે કેપ્ટનશીપ પર વાત કરી

જ્યારે મને ખબર પડી કે હું ટેસ્ટ કેપ્ટન બનવાનો છું, ત્યારે મને ખૂબ આનંદ થયો. આ એક મોટો પડકાર છે. અમારી પાસે સમય છે, લંડનમાં 10 દિવસનો કેમ્પ છે. બેટિંગ ઓર્ડર તે મુજબ નક્કી કરવામાં આવશે.

બુમરાહ અંગે આપ્યો જવાબ

અમારા પેસર્સ સારા છે. અમારા પેસર્સ ગમે ત્યાંથી મેચ જીતવાની ક્ષમતા ધરાવે છે. બુમરાહ ગમે તે મેચ રમશે તેમાં તે સારું પ્રદર્શન કરશે. બુમરાહનું સ્થાન લેવું મુશ્કેલ છે. પરંતુ અમારી પાસે ગુણવત્તાયુક્ત બોલરો છે. અમે બુમરાહ કઈ ત્રણ મેચ રમશે તેની ચર્ચા કરી નથી. તે શ્રેણી આગળ વધશે તે મુજબ નક્કી થશે.

ખેલાડીઓ સાથે કનેક્શન

મારી પાસે કોઈ શૈલી નથી. રમતી વખતે તમે તે શીખી જશો. ખેલાડીઓને સુરક્ષિત રાખવા, તેમની સાથે વાતચીત કરવી. તેમને તેમની શક્તિઓ અને નબળાઈઓ જણાવવી. ખેલાડીઓ સાથે કનેક્શન બનાવવું મહત્વપૂર્ણ છે. કોઈપણ ટીમના લીડર માટે એ મહત્વપૂર્ણ છે કે ખેલાડીઓ સુરક્ષિત અનુભવે, તો જ તેઓ પોતાનું 100 ટકા આપી શકશે. ઈંગ્લેન્ડમાં ફક્ત જમીન જ નહીં પણ આકાશ પણ મહત્વનું છે, 1000 રન બનાવવાથી જીતની ગેરંટી નથી. જો તમે 20 વિકેટ લેશો તો જ તમે જીતી શકશો.

બેંગલુરુની ઘટના પર ગંભીરે કહી મોટી વાત

હું ક્યારેય રોડ શોના પક્ષમાં નહોતો. હું 2007માં પણ તેના પક્ષમાં નહોતો અને હું KKR જ ત્યારે પણ આ પક્ષમાં નહોતો. જો તમે તેના માટે તૈયાર નથી તો તમારે આવી ઉજવણી ન કરવી જોઈએ. લોકોના જીવન ઉજવણી કરતા વધુ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: IPL 2025 : RJ મહવશે તોડ્યું મૌન, યુઝવેન્દ્ર ચહલ વિશે કર્યો મોટો ખુલાસો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો