IND vs ENG: ભારતીય ટીમની કાઉન્ટી ઈલેવન સામે મેચ પહેલા જ ઋષભ પંતનો કોરોના રિપોર્ટ આવ્યો સામે, જાણો શું આવ્યો રિપોર્ટ?

|

Jul 19, 2021 | 11:48 PM

રજાઓ દરમ્યાન ઋષભ પંત કોરોના પોઝિટિવ હોવાનું જણાઈ આવ્યું હતું. જેને લઈ ભારતીય ટીમના એવા કેટલાક ખેલાડીઓ સામે પણ સવાલો થવા લાગ્યા હતા કે તેઓ ભીડ ધરાવતા સ્થળો પર છુટથી ફરી રહ્યા હતા.

IND vs ENG: ભારતીય ટીમની કાઉન્ટી ઈલેવન સામે મેચ પહેલા જ ઋષભ પંતનો કોરોના રિપોર્ટ આવ્યો સામે, જાણો શું આવ્યો રિપોર્ટ?
Rishabh Pant

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England) વચ્ચે આગામી 4 ઓગસ્ટથી ટેસ્ટ શ્રેણીની શરૂઆત થનારી છે. માટે ભારતીય ટીમે (Team India) ડરહમમાં તૈયારીઓ શરુ કરી દીધી છે. સિરીઝ પહેલા કાઉન્ટી ઈલેવન સામે ભારતીય ટીમ અભ્યાસ મેચ રમનાર છે. આ દરમ્યાન જ ભારતીય ટીમ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે કે ઋષભ પંત (Rishabh Pant) કોરોના (Corona) રિપોર્ટમાં નેગેટિવ જણાઈ આવ્યો છે. જે હવે આગામી બુધવારથી ટીમની સાથે જોડાઈ શકે તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે.

 

ભારતીય ટીમમાં વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત કોરોનાથી સ્વસ્થ થઈ ચુક્યો છે. હવે તે ખૂબ જલ્દીથી ભારતીય ટીમ સાથે જોડાઈ શકે છે. તેનો કોરોના રિપોર્ટ કરવામાં આવતા આ દરમિયાન તે નેગેટિવ હોવાનું જણાઈ આવ્યું હતું. હવે તે આગામી બુધવારથી ભારતીય ટીમ સાથે જોડાઈ શકે એવી સંભાવના છે. WTC ફાઈનલ મેચ બાદ ત્રણ સપ્તાહની રજાઓ ભારતીય ટીમે મનાવી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

રજાઓ દરમ્યાન ઋષભ પંત કોરોના પોઝિટિવ હોવાનું જણાઈ આવ્યું હતું. જેને લઈ ભારતીય ટીમના એવા કેટલાક ખેલાડીઓ સામે પણ સવાલો થવા લાગ્યા હતા કે તેઓ ભીડ ધરાવતા સ્થળો પર છુટથી ફરી રહ્યા હતા. જેમ કે યુરો કપ 2020 મેચ અને વિમ્બ્લ્ડન મેચ જોવા માટે કેટલાક ખેલાડીઓ પહોંચ્યા હતા. જેમાં ઋષભ પંત પણ સામેલ હતો. તેણે ફુટબોલ મેચની મજા માસ્ક વગર મિત્રો સાથે માણી હતી.

 

ત્રણ સપ્તાહની મળેલી રજાઓ દરમ્યાન ઋષભ પંતે તેના મિત્રો સાથે રજાના મસ્તીભર્યા દિવસો પસાર કર્યા હતા. આવી જ કેટલીક તસવીરો પણ તેણે સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આ સમયગાળામાં જ તે કોરોના પોઝિટિવ હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યારબાદ લંડનમાં તેના મિત્રના ઘરે તેને ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યો હતો. જેને લઈ તે ડરહમમાં ટીમ સાથે રજાઓ પૂર્ણ થતા જોડાઈ શક્યો ન હતો.

 

વોર્મ અપ રમતમાં જોડાઈ શકશે પંત

ભારતીય ટીમ મંગળવારે એટલે કે, 20 જુલાઈથી ડરહમમાં કાઉન્ટી ઈલેવન સામે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ રમનાર છે. સ્થાનિક આરોગ્ય સુરક્ષા નિયમોને આધીન ઋષભ પંત આ મેચ રમી શકશે નહીં. ઋષભ પંતનો ગત રવિવારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

 

આ દરમિયાન તેનો રિપોર્ટ નેગેટિવ જણાઈ આવ્યો છે. હવે એમ માનવામાં આવી રહ્યું છે કે 28 જુલાઈથી શરૂ થનાર રમત માટે તે ટીમ સાથે જોડાઈ શક્યો હશે. જોકે મીડિયા રિપોર્ટ પ્રમાણે 21 જુલાઈથી ઋષભ પંત ભારતીય ટીમ સાથે જોડાઈ શકે છે.

 

આ પણ વાંચોઃ Tokyo Olympics 2020: કેમેરાનો તિરંદાજીમાં કરાશે અનોખો ઉપયોગ, ખેલાડીઓ પર રાખશે ખાસ પ્રકારે નજર

Next Article