IND vs ENG: ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા અભ્યાસ મેચમાં રવિન્દ્ર જાડેજા છવાયો, બંને ઇનીંગમાં ફીફટી

|

Jul 23, 2021 | 11:48 AM

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 4 ઓગષ્ટથી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી રમાનારી છે. આ પહેલા ભારતીય ટીમ (Team India) અને કાઉન્ટી ઇલેવન ટીમ વચ્ચે અભ્યાસ મેચ રમાઇ હતી. જેનુ પરીણામ ડ્રો રહ્યું હતું.

IND vs ENG: ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા અભ્યાસ મેચમાં રવિન્દ્ર જાડેજા છવાયો, બંને ઇનીંગમાં ફીફટી
Ravindra Jadeja

Follow us on

ઇંગ્લેન્ડ (England) સામેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી પહેલા ડરહમ (Durham) માં રમાયેલી અભ્યાસ મેચ ડ્રો રહી હતી. ભારત અને કાઉન્ટી સિલેક્ટ ઇલેવન (India vs County Select XI) વચ્ચે અભ્યાસ મેચ રમાઇ હતી. ભારતે અંતિમ દિવસે કાઉન્ટી ટીમ સામે જીત માટે 284 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ 16 ઓવરની રમત પછી ડ્રો પર મેચ સમાપ્ત કરવા સહમતી થઈ હતી. રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) મેચની બંને ઇનીંગમાં શાનદાર બેટીંગ કરી હતી.

ભારતીય બોલરો બીજી ઇનિંગ્સમાં કાઉન્ટી ટીમની કોઈ વિકેટ લઈ શક્યા ન હતા. અભ્યાસ મેચમાં રવિન્દ્ર જાડેજા, કેએલ રાહુલ, મયંક અગ્રવાલ અને ઉમેશ યાદવ ભારત માટે શ્રેષ્ઠ પ્રદર્શન સાથે ઉભરી આવ્યા હતા. ગુરુવારે મેચના અંતિમ દિવસે ભારતે તેની બીજી ઇનિંગની શરૂઆત કરી હતી. આ વખતે કેપ્ટન રોહિત શર્માને બદલે મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પૂજારા ઓપનિંગ માટે આવ્યા હતા. બંને બેટ્સમેનોએ ટીમને સારી શરૂઆત આપી અને 87 રનની ભાગીદારી કરી હતી.

જ્યારે બંને બેટ્સમેનોએ યોગ્ય ગતિએ રન બનાવ્યા હતા. જોકે, મયંક અગ્રવાલ તેની અડધી સદી પૂરી કરી શક્યો ન હતો. તે 47 રન બનાવીને આઉટ થયો હતો. તો વળી પૂજારા ફરી એકવાર સારી શરૂઆતને મોટા સ્કોરમાં પરિવર્તિત કરી શક્યો નહીં. પુજારા 38 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

જાડેજાએ સતત બીજી અડધી સદી ફટકારી

રવિન્દ્ર જાડેજાએ ચોથા નંબર પર આવીને તેણે હનુમા વિહારી સાથે સારી ભાગીદારી કરી. બંનેએ મકક્મતાથી બેટિંગ કરી ઇનિંગ્સને જાળવી રાખી હતી. આ દરમિયાન જાડેજાએ મેચમાં તેની બીજી અડધી સદી ફટકારી હતી. 51 રન બનાવીને તે રિટાયર થયો. અગાઉ પણ તેણે ઇનિંગ્સમાં 75 રન બનાવ્યા હતા. જ્યારે હનુમા વિહારી 44 રને અણનમ રહ્યા હતા.

બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 84 રનની ભાગીદારી નોંધાઈ હતી. ભારતે તેની બીજી ઇનિંગ્સ 3 વિકેટે 192 રન બનાવીને ઘોષણા કરી હતી, જેના જવાબમાં કાઉન્ટી ઇલેવન કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 31 રન બનાવ્યા હતા.

પ્રેક્ટિસ મેચમાંથી બે નુકસાન

જો કે, આ પ્રેક્ટિસ મેચમાંથી ભારતીય ટીમને કેટલો ફાયદો થયો તે ટેસ્ટ શ્રેણીની શરૂઆત પછી જ જાણી શકાશે. પરંતુ મોટુ નુકસાન ચોક્કસ થયુ છે. આ પ્રેક્ટિસ મેચમાં ટીમના બે ખેલાડીઓ ઝડપી બોલર આવેશ ખાન અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ બંને ઇંગ્લેન્ડ પ્રવાસથી બહાર થયા છે.

આકસ્મિક રીતે, બંને ખેલાડીઓ કાઉન્ટી ઇલેવન તરફથી રમતા હતા. પહેલા દિવસે આવેશ ખાનને તેના હાથના અંગૂઠા પર ઈજા થઈ હતી, જે સ્કેન કર્યા પછી ફ્રેક્ચર થયુ હોવાનું જણાયું હતું. સુંદરને બીજા દિવસે બેટિંગ કરતી વખતે તેની આંગળીમાં ઇજા થઈ હતી. તે પણ શ્રેણીમાંથી બહાર થયો હોવાના અહેવાલ છે.

મેચના અંતિમ દિવસે સુંદર મેદાનમાં ઉતર્યો હતો અને કેચ પણ લીધો હતો. તેથી ઈજા કેટલી ગંભીર છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી. હાલમાં બીસીસીઆઈએ બંને ખેલાડીઓની ઉપલબ્ધતા અંગે સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.

આ પણ વાંચો: IND vs SL 3rd ODI Preview: ટીમ ઈન્ડિયાએ શ્રેણી બાદ હવે નજર શ્રીલંકાને સાફ કરવા પર કે નવા પ્રયોગો થશે?

Next Article