IND vs ENG: રવિન્દ્ર જાડેજાએ ઇંગ્લેન્ડ સામે મેળવી આ ખાસ ઉપલબ્ધી, અત્યાર સુધીમાં જાડેજા સહિત ચાર ભારતીયો કરી ચુક્યા છે આ કમાલ

|

Sep 08, 2021 | 9:12 AM

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ ઓવલ ટેસ્ટમાં ભારતની જીતમાં મહત્વનુ યોગદાન આપ્યુ છે. તેણે જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવ અને શાર્દૂલ ઠાકુર સાથે મળીને ઇંગ્લેન્ડને ઝડપથી સમેટવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

IND vs ENG: રવિન્દ્ર જાડેજાએ ઇંગ્લેન્ડ સામે મેળવી આ ખાસ ઉપલબ્ધી, અત્યાર સુધીમાં જાડેજા સહિત ચાર ભારતીયો કરી ચુક્યા છે આ કમાલ
Ravindra Jadeja

Follow us on

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ ઈંગ્લેન્ડ (England Cricket Team) સામેની ઓવલ ટેસ્ટમાં બોલિંગ વડે અદ્ભુત કામ કર્યું હતું. તેણે આ ટેસ્ટમાં ચાર બેટ્સમેનોને આઉટ કર્યા અને ઈંગ્લેન્ડ સામે જબરદસ્ત કારનામુ કર્યું. રવિન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં 50 વિકેટ અને 500 રનની કરનાર તે ચોથો ભારતીય ઓલરાઉન્ડર બન્યો છે. જાડેજાએ ઓવલ ટેસ્ટના છેલ્લા દિવસે હસીબ હમીદ અને મોઇન અલીની વિકેટ લીધી હતી. તે સાથે જે તેના દ્વારા તે આ ઉપલબ્ધી સુધી પહોંચ્યો હતો.

ઇંગ્લેન્ડ સામે જાડેજાએ હવે 51 વિકેટ ઝડપવા સાથે 672 રન બનાવ્યા છે. જાડેજા પહેલા કપિલ દેવ, વિનુ માંકડ અને રવિચંદ્રન અશ્વિન આ પરાક્રમ કરી ચૂક્યા છે. કપિલ દેવે ઇંગ્લેન્ડ સામે 85 વિકેટ લીધી અને 1355 રન બનાવ્યા હતા. જ્યારે માંકડ ની 54 વિકેટ અને 618 રન છે, અશ્વિને 88 વિકેટ સાથે અંગ્રેજો સામે 970 રન બનાવ્યા છે.

રવિન્દ્ર જાડેજાએ ઓવલ ટેસ્ટમાં ભારતની જીતમાં મહત્વનુ યોગદાન આપ્યુ છે. તેણે જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવ અને શાર્દુલ ઠાકુર સાથે મળીને ઇંગ્લેન્ડને 210 રનમાં આઉટ કરવમાં ભૂમિકા નિભાવી હતી. આ સાથે ભારતે ચોથી ટેસ્ટ 157 રનથી જીતીને શ્રેણીમાં 2-1 ની લીડ મેળવી લીધી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ પાંચમા નંબરે બેટિંગ કરી હતી. જો કે તે ચાલી ના શક્યો અને મોટો સ્કોર બનાવી શક્યો ન હતો. પરંતુ અગાઉની ટેસ્ટમાં તેણે સારી બેટિંગ કરી હતી અને ભારત માટે મહત્વના રન ઉમેર્યા હતા. ઈંગ્લેન્ડ સામેની વર્તમાન શ્રેણીમાં જાડેજાએ ચાર ટેસ્ટમાં 22.85 ની સરેરાશથી 160 રન બનાવ્યા છે અને છ વિકેટ લીધી છે.

ચોથી ટેસ્ટમાં ભારતની જબરદસ્ત રમત

ચોથી ટેસ્ટમાં ભારતે પ્રથમ દાવમાં 191 રનમાં ઓલઆઉટ થયા બાદ જોરદાર વાપસી કરી હતી. પ્રથમ દાવમાં 290 રન બનાવ્યા બાદ ઇંગ્લેન્ડે 99 રનની લીડ મેળવી હતી. ત્યારબાદ ભારતે બીજા દાવમાં 466 રન બનાવ્યા હતા. જવાબમાં ઓપનર હસીબ હમીદ (62) અને રોરી બર્ન્સ (50) એ પ્રથમ વિકેટ માટે 100 રન ઉમેરીને ઇંગ્લેન્ડને સારી શરૂઆત અપાવી હતી. પરંતુ આ જોડી તૂટ્યા બાદ ભારતીય બોલરોનું વર્ચસ્વ જોવા મળ્યું હતું. આ બે સિવાય માત્ર ઇન-ફોર્મ કેપ્ટન જો રૂટ (36) 20 રનનો આંકડો પાર કરવામાં સફળ રહ્યો હતો.

નોટિંગહામ ખાતેની પ્રથમ ટેસ્ટ ડ્રો થયા બાદ ભારતે લોર્ડ્સ ખાતે બીજી ટેસ્ટ જીતી હતી, જ્યારે ઇંગ્લેન્ડે હેડિંગ્લે ખાતે ત્રીજી ટેસ્ટ જીતીને શ્રેણીમાં બરાબરી કરી હતી. પાંચમી અને અંતિમ ટેસ્ટ 10 સપ્ટેમ્બરથી માન્ચેસ્ટરમાં ઓલ્ડટ્રેફર્ડ મેદાનમાં રમાશે.

 

આ પણ વાંચોઃ IND vs ENG: ભારતીય ઓપનર રોહિત શર્મા માન્ચેસ્ટર ટેસ્ટમાં ઈજાને લઈને બહાર રહેશે કે કેમ, જાતે જ આપ્યુ અપડેટ, જાણો

આ પણ વાંચોઃ ICC Award : જસપ્રિત બુમરાહને તેના શાનદાર પ્રદર્શન માટે પુરસ્કાર મળશે ! ICC એ ખાસ એવોર્ડ માટે ભારતીય ફાસ્ટ બોલરનું નામ મોકલ્યું

Next Article