IND vs ENG : લીડ્સ ટેસ્ટમાં ભારત પહેલા કરશે બેટિંગ, જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ લીડ્સમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ સાઈ સુદર્શનને ડેબ્યૂ કરવાની તક આપી છે. નીતિશ રેડ્ડીની જગ્યાએ શાર્દુલ ઠાકુરને પ્રાથમિકતા આપવામાં આવી છે.

IND vs ENG : લીડ્સ ટેસ્ટમાં ભારત પહેલા કરશે બેટિંગ, જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11
IND vs ENG Leeds Test
| Updated on: Jun 20, 2025 | 3:47 PM

લીડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ લીડ્સના ઐતિહાસિક મેદાન હેડિંગ્લી ખાતે રમાઈ રહી છે. ભારતીય ટીમે આ મેચમાં રસપ્રદ પ્લેઈંગ 11 મેદાનમાં ઉતાર્યું છે. સાઈ સુદર્શનને ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી છે. કરુણ નાયરને પણ પ્લેઈંગ 11 માં સામેલ કરવામાં આવ્યો છે. આ ખેલાડી 2017 પછી પહેલીવાર ટેસ્ટ રમતા જોવા મળશે. મોટા સમાચાર એ છે કે નીતિશ રેડ્ડી અને કુલદીપ યાદવ જેવા ખેલાડીઓ પ્લેઈંગ 11 માંથી બહાર છે.

કેપ્ટન ગિલે લીધો મોટો નિર્ણય

ભારતીય બેટિંગ ક્રમ યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલથી શરૂ થશે. જયસ્વાલે પોતાની આક્રમક અને ટેકનિકલી મજબૂત બેટિંગથી ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. બીજી તરફ, કેએલ રાહુલ એક અનુભવી ઓપનર તરીકે સ્થિરતા પ્રદાન કરશે. રોહિત શર્માના નિવૃત્તિ પછી તેને આ જવાબદારી મળી છે.

ત્રીજા નંબર પર સાઈ સુદર્શનની પસંદગી

ત્રીજા નંબર પર સાઈ સુદર્શનની પસંદગી એક રોમાંચક નિર્ણય છે. ઘરેલુ ક્રિકેટમાં તેની સાતત્યતા અને તાજેતરના પ્રદર્શને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે. આ યુવા બેટ્સમેન ટેસ્ટ ક્રિકેટમાં પોતાની છાપ છોડવા માટે તૈયાર છે. શુભમન ગિલ, જે ચોથા નંબર પર બેટિંગ કરશે. એક રીતે, તેણે વિરાટ કોહલીનું સ્થાન લીધું છે, જેણે તાજેતરમાં ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી છે.

 

જાડેજા-શાર્દુલ પ્લેઈંગ 11 માં

વિકેટકીપર તરીકે, રિષભ પંત આ પ્લેઈંગ 11 માં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે. ઈંગ્લેન્ડમાં તેના આંકડા ખૂબ પ્રભાવશાળી છે. રવીન્દ્ર જાડેજાને ઓલરાઉન્ડર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. શાર્દુલ ઠાકુર પણ પ્લેઈંગ 11 માં પાછો ફર્યો છે. તે લાંબા સમયથી ભારતીય ટેસ્ટ ટીમની બહાર હતો. તેને ઈંગ્લેન્ડમાં રમવાનો ઘણો અનુભવ પણ છે.

ત્રણ ઝડપી બોલરનો સમાવેશ

જસપ્રીત બુમરાહ ભારતના ઝડપી બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે. મોહમ્મદ સિરાજ તેની આક્રમક બોલિંગથી બુમરાહને ટેકો આપશે. પ્રસિદ્ધ કૃષ્ણાને ત્રીજા ઝડપી બોલર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

8 ખેલાડીઓને ન મળી તક

અભિમન્યુ ઈશ્વરન, નીતિશ રેડ્ડી, ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ અને હર્ષિત રાણા એવા ખેલાડીઓ છે જેમને પ્લેઈંગ 11 માં પસંદ કરવામાં આવ્યા નથી.

ભારતની પ્લેઈંગ ઈલેવન– યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ, રિષભ પંત, કરુણ નાયર, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા.

આ પણ વાંચો: IND vs ENG : લીડ્સ ટેસ્ટમાં ભારત પહેલા કરશે બેટિંગ, જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 3:31 pm, Fri, 20 June 25