IND vs ENG: વિરાટ કોહલી સાથે ‘તૂતૂ-મેંમેં’ ને લઈ હવે જોની બેયરિસ્ટોએ તોડ્યૂ મૌન, કહ્યુ- મેચમાં આ તો થવાનુ જ હતુ!

|

Jul 04, 2022 | 10:40 AM

વિરાટ કોહલી (Virat Kohli) સાથેની ચર્ચા પર ત્રીજા દિવસની રમત બાદ બેયરસ્ટોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે તેને મેચનો એક ભાગ ગણાવ્યો અને કહ્યું કે તે થવું જ રહ્યું.

IND vs ENG: વિરાટ કોહલી સાથે તૂતૂ-મેંમેં ને લઈ હવે જોની બેયરિસ્ટોએ તોડ્યૂ મૌન, કહ્યુ- મેચમાં આ તો થવાનુ જ હતુ!
Virat Kohli અને Jonny Bairstow વચ્ચે મેદાનમાં બોલાચાલી થઈ હતી

Follow us on

એજબેસ્ટન ટેસ્ટ (Edgbaston Test) ના ત્રીજા દિવસની રમતની શરૂઆત વિરાટ કોહલી (Virat Kohli) અને જોની બેયરિસ્ટોની તુ-તુ-મેં-મૈંથી થઈ હતી. પ્રથમ સેશનમાં માત્ર થોડી જ રમત રમાઈ હતી કે બંને બોલાચાલીના ઘર્ષણ પર ઉતરી ગયા હતા. મામલો ગરમી પકડી લેતો જોઈને અમ્પાયરે હસ્તક્ષેપ કરીને મામલો શાંત કરી દીધો હતો. પરંતુ તે ચર્ચા પછી જોની બેયરિસ્ટો (Jonny Bairstow) એ શું કર્યું તે બધાએ જોયું. ઈંગ્લેન્ડ તરફથી બેયરસ્ટો સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. વિરાટ સાથેની દલીલ પર બેયરિસ્ટોએ ત્રીજા દિવસની રમત બાદ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે તેને મેચનો એક ભાગ ગણાવ્યો અને કહ્યું કે તે થવું જ રહ્યું.

વિરાટ સાથેના ઝઘડા પર તેણે શું કહ્યું તેની સંપૂર્ણ વિગતો બેયરિસ્ટો જણાવશે, પરંતુ તે પહેલા એજબેસ્ટન ટેસ્ટના ત્રીજા દિવસે બંને વચ્ચે શું થયું તે જાણી લો. આ સમગ્ર મામલો ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગની 32મી ઓવર સાથે જોડાયેલો છે. વિરાટ સ્લિપમાં ઉભા રહીને બેયરિસ્ટોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જ્યારે બેયરિસ્ટોએ તેના પર પ્રતિક્રિયા આપી તો વિરાટ ગુસ્સે થઈ ગયો અને બંને વચ્ચે બોલાચાલી થઈ. ચર્ચા દરમિયાન જ વિરાટે બેયરિસ્ટોને ચૂપ રહેવાનો ઈશારો કર્યો હતો, ત્યારબાદ અમ્પાયર દ્વારા વચ્ચે પડ્યા બાદ જ મામલો થાળે પડ્યો હતો.

વિરાટ કોહલી સાથે બોલાચાલી પર બેયરસ્ટોએ મૌન તોડ્યું

વિરાટ કોહલી સાથેની સમગ્ર ચર્ચા પર બેયરસ્ટોએ ત્રીજા દિવસની રમત સમાપ્ત થયા બાદ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેણે કહ્યું, ‘અમે 10 વર્ષથી એકબીજા સામે રમી રહ્યા છીએ. અમે ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યા છીએ અને અમે બંને સ્પર્ધાત્મક છીએ. જે થયું તે રમતનો જ એક ભાગ છે. અમારે અમારું શ્રેષ્ઠ આપવાનું છે, અને અમે તેના માટે શક્ય તેટલું બધું કરીએ છીએ. દરેક ખેલાડી રમતમાં તેની ટીમનું નેતૃત્વ કરવા માંગે છે અને તે કિસ્સામાં જે બન્યું તે રમતનો એક ભાગ છે.”

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

વિરાટ કોહલી સાથેની દલીલ બાદ બેયરિસ્ટોએ મેચમાં સદી ફટકારી હતી. તેણે 140 બોલમાં 106 રન બનાવ્યા હતા. બેયરસ્ટોની આ સદીનું પરિણામ એ છે કે ભારતને ઈંગ્લેન્ડ પર જે વધુ મોટી લીડ મળવી જોઈતી હતી, તે મળી નથી.

એજબેસ્ટન ખાતે ભારત મજબૂત સ્થિતીમાં

જો કે એજબેસ્ટન ટેસ્ટમાં તાજેતરની સ્થિતિ એ છે કે પ્રથમ ત્રણ દિવસની રમત બાદ ભારત પાસે કુલ 257 રનની લીડ છે. બીજા દાવમાં ભારતે 3 વિકેટે 125 રન બનાવ્યા હતા. જ્યારે પ્રથમ દાવમાં તેને 132 રનની લીડ મળી હતી. આ પહેલા ભારતના 416 રનના જવાબમાં ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 284 રનમાં સમેટાઈ ગયો હતો.

Published On - 10:31 am, Mon, 4 July 22

Next Article